Tuesday, July 19, 2005

we always remember's you-અમે તને રોજ યાદ કરીશું

ગઈકાલે તારીખ 18/7/05 સોમવારના રોજ મારો પ્રિય વિધાર્થી અને મારો મિત્ર "હરીયો" નું દુ:ખદ અવસાન પામ્યો.આ હરીશ જેને અમે બેરણ ગામના લોકો "હરીયા" નામે જ બોલાવતા,આખા ગામનો લાડકો અને તેની આંખો જોઈને હું ઘણીવાર કહેતો કે હરીયા તારી આંખો હંમેશા આશ્ચ્રર્યચકિત જ હોય છે અને તે હંમેશા દરેક વસ્તુ જોતો હોય તો તેની આંખોમાં આશ્ચર્ય જ હોય છે તે મોટો થયો 15 વર્ષ નો પણ તે બાળક જેવોજ રહ્યો,નાના 1 ધોરણ ભણતા બાળકો સાથે રમવું અને ધીંગા-મસ્તી કરવી, કામ પણ બે માણસ જેટલુ કરે.
આવો અમારો "હરીયો" જે બધાને આંનદ કરાવા જ આવ્યો હતો,બસ બધાને દેતો ગયો પણ પોતે કોઈ પાસેથી કશું લીધું નહીં,આવા મારા મિત્રને શ્રંધાજલી કયા શબ્દોમાં આપવી ? ગામડામાં રહેતો ગરીબ પણ દિલનો અમીર એવા અમારા "હરીયા" ને કવિ નરસિહરાવ દિવેટિયા ના શબ્દોમાં કહીએ તો :

મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો,
દયામય !
મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યં ,
દ્રાર ઊભો શિશુ ભોળો ;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો ,
શિશુને ઉરમાં લ્યો, લ્યો
દયામય !
મંગલ મંદિર ખોલો !
નામ મધુર તમ રચ્યો નિરંતર ,
શિશુ સહ પ્રેમે બોલો ;
દિવ્યતૃષાભર આવ્યો બાલક ,
પ્રેમે અમીરસ ઢોળો ,

દયામય !
મંગલ મંદિર ખોલો !
=કવિ નરસિંહરાવ દિવેટિયા
આવો હતો અમારો "હરીયો" હવે તો બસ તેની સ્મૃતિ જ રહી અને તેનો અવાજ જે અમે કદી ભુલી શકવાના નથી.

No comments: