Tuesday, July 19, 2005

we always remember's you-અમે તને રોજ યાદ કરીશું

ગઈકાલે તારીખ 18/7/05 સોમવારના રોજ મારો પ્રિય વિધાર્થી અને મારો મિત્ર "હરીયો" નું દુ:ખદ અવસાન પામ્યો.આ હરીશ જેને અમે બેરણ ગામના લોકો "હરીયા" નામે જ બોલાવતા,આખા ગામનો લાડકો અને તેની આંખો જોઈને હું ઘણીવાર કહેતો કે હરીયા તારી આંખો હંમેશા આશ્ચ્રર્યચકિત જ હોય છે અને તે હંમેશા દરેક વસ્તુ જોતો હોય તો તેની આંખોમાં આશ્ચર્ય જ હોય છે તે મોટો થયો 15 વર્ષ નો પણ તે બાળક જેવોજ રહ્યો,નાના 1 ધોરણ ભણતા બાળકો સાથે રમવું અને ધીંગા-મસ્તી કરવી, કામ પણ બે માણસ જેટલુ કરે.
આવો અમારો "હરીયો" જે બધાને આંનદ કરાવા જ આવ્યો હતો,બસ બધાને દેતો ગયો પણ પોતે કોઈ પાસેથી કશું લીધું નહીં,આવા મારા મિત્રને શ્રંધાજલી કયા શબ્દોમાં આપવી ? ગામડામાં રહેતો ગરીબ પણ દિલનો અમીર એવા અમારા "હરીયા" ને કવિ નરસિહરાવ દિવેટિયા ના શબ્દોમાં કહીએ તો :

મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો,
દયામય !
મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યં ,
દ્રાર ઊભો શિશુ ભોળો ;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો ,
શિશુને ઉરમાં લ્યો, લ્યો
દયામય !
મંગલ મંદિર ખોલો !
નામ મધુર તમ રચ્યો નિરંતર ,
શિશુ સહ પ્રેમે બોલો ;
દિવ્યતૃષાભર આવ્યો બાલક ,
પ્રેમે અમીરસ ઢોળો ,

દયામય !
મંગલ મંદિર ખોલો !
=કવિ નરસિંહરાવ દિવેટિયા
આવો હતો અમારો "હરીયો" હવે તો બસ તેની સ્મૃતિ જ રહી અને તેનો અવાજ જે અમે કદી ભુલી શકવાના નથી.

Monday, July 11, 2005

commerce men's love-વાણિજ્ય વ્યવસ્થાવાળાનો પ્રેમ

દરેક વ્યકિતનો પ્રેમની અભિવ્યકતી અલગ હોય છે કોઈ જાહેરમા6 પ્રગટ કરે છે તો કોઈ છાનાખૂણે પોતાની વેદના આંસુઓ દ્રારા પ્રગટાવે છે અને કોઈનો પ્રેમ ઓછો હોતો નથી પણ આપણી અપેકક્ષા જ્યારે વધી જાય છે ત્યારે આપણને એમ લાગે છે કે સામાવાળાનો પ્રેમ ઓછો છે.
દરેક વ્યકિતની પ્રેમની અભિવ્યકતી અલગ હોય છે,ગામડામાં રહેતો કોઈ જુવાન જ્યારે પ્રેમભગ્ન થય જાય ત્યારે તે પોતાની વેદના અલગ રીતે વ્યકત કરે છે અને શહેરમાં રહેતો જુવાન પણ અલગ રીતે વ્યકત કરે છે એનો અર્થએ નથી કે ગામડામાં રહેતો જુવાનનો પ્રેમ ઓછો છે તેનો પ્રેમ પણ એટલો જ મહાન છે જેટલો અન્ય લોકોનો હોય છે તેટલો.
અને જે વ્યકિત વાણિજ્ય અર્થાત વ્યાપારમાં પડેલો હોય અને તે પ્રેમભંગ થાય તો કેવી રીતે પોતાની વ્યથા વ્યકત કરે ? દાખલા તરીકે અમારા પોરબંદરના નેટ સંચાલક શ્રી અજયભાઈ જે કોમર્સના વિધાર્થી છે તે જો પ્રેમમાં નિષ્ફળ જાય તો કેવી રીતે પોતાની વેદના વ્યકત કરે ?[આપણે ઈચ્છીએ કે તે સફળ થાય]માટે અજયભાઈ ખોટુ લગાડતા નહી આતો એક ઊદાહરણ છે, રાજકોટના નવોદીત કવિ શ્રી કિશોર ભોગાયતા લખે છે કોમર્સનો વિધાર્થી કેવી રીતે પોતાની વેદના વ્યકત કરે:
પ્રેમભંગ વ્યાપારી

હું તારા પ્રેમ માટે કંપની સ્થાપવા માગતો હતો,
પરંતુ નોંધણીનું પ્રમાણ-પત્ર જ ન મળ્યું.
હું તારી કંપનીમાં મેનેજીંગ ડિરેકટર થવા ઈચ્છતો હતો,
પરંતુ તે તો મને બાંયેધારી દલાલ બનાવી દીધો.
હું તારી સાથે સંયોજન દ્રારા જોડાણ ઈચ્છતો હતો,
પરંતુ તે તો મને કાર્ટેલ્સની જેમ બદનામ કર્યો.
હું તને વૈયકિતક પેઢીની જેમ રાખવા માગતો હતો,
પરંતુ તુ ભાગીદારી પેઢી બની જતાં હું છૂટક વેપારી થયો.
હું તો તને ઘણા આવેદન અને નિયમનપત્ર લખતો હતો,
પરંતુ તે મારા પત્રોનું ફાઈલિંગ કર્યુ જ નહીં.
તારા માટે મે વિજ્ઞાનપત્ર દ્રારા શેર બહાર પાડયા હતાં,
પરંતુ લઘુતમભરણા જેટલી રકમ પણ ન મળી.
મુકી દે "કિશોર" આ વાણિજ્ય-વ્યવસ્થાનું ટિચીંગ,
નહિતર તારી સાથે થશે સહકારી બેંકો જેવું ચીંટીંગ.
=કવિ કિશોર ભોગાયતા

Thursday, July 07, 2005

small drop rain-ઝીણા ઝીણા મેહ

આજથી અષાઢ મહીનો શરુ થાય છે,હમણા વરસાદ ને લીધે નેટ કનેકશન બંધ હતુ અને મારી તબિયત પણ બરાબર ન હોવાથી કંઈ લખી શકાતુ નહી પાછું નેટ કનેકશન મારે કેબલથી આવે છે અને તેનુ હબ અમારા પોંરબંદરના જાણીતા ડો.દેવશીભાઈ ખુંટી ના મકાનમાં છે અને રોજ રાત્રે નેટ બંધ થઈ જાતુ અને હુ દરરોજ તેમને રાત્રે ઊઠાંડુ અને તે પણ કોઈ દીવસ ગુસ્સે થાતા નહી અને હસતા મોંઢે દરવાજો ખોલી દેતા અને તેના પત્ની નિરુબેન પણ તેના જેવાજ સ્વ્ભાવવાળા,આવા વ્યકતિઓ બહુ ઓછા જોવા મળે નહીતો બીજા કોઈ હોય તો કહી દે કે ભાઈ રાત્રે આવુ નહી પણ આ અમારા ડો,દેવશીભાઈ ખરેખર માયાળુ અને તેમને કોઈ પણ પહેલીવાર જોએ ત્યારે થઈ જાય કે આ વ્યક્તિની પાસે બેઠા જ રહીએ,તેમની આંખોમાંથી હમેંશા સ્નેહ નીતરતો જોવા મળે અને તેમના પત્ની પણ મમતાની મૂર્તિ સમાન.
આજે નેટ કનેકશન શરુ થયુ છે તો આમાય "અષાઢ" મહીના નો પહેલો દીવસ છે અને આપણા ગુજરાતી સાહિત્યના વિવેચક શ્રી હરિવલ્લ્ભ ભાયાણી લખેલું :
"ગગન કડાકે, હૈયા ખટકે .............ગૌરી દૂરે, પંથી ઝૂરે !"
તો વિનોદ જોષી એ લખેલુ કે :
"પહેલા વરસાદનો છાંટો મૂને લાગ્યો, પાટો બંધાવાને હાલી રે.........માણસને બદલે જો હુ હોત મીંઠાની ગાંગડી છાંટો વાગે ઓગળી જાત"
અને આપણા ગુજરાતી લોકસાહિત્ય પ્ર્ખ્યાત લેખક શ્રી ઝવેરચંદભાઈ મેઘાણી એ લખ્યં :
"આવ રે મેહુલા એ તો નેવલા પાણી, હે ઓલ્યા પા ની છોકરીને જાય દેડકો તાણી"
તો ચાલો આપણે પણ અષાઢના રંગે રંગાઈ જાયે અને વરસતા વરસાદનો આંનદ માણ્યે.અને છેલ્લે આપણા કવિ "ન્હાનાલાલ " નુ કાવ્ય હુ આપની સમકક્ષ પ્રસ્તુત કરુ છું જે આપને ગમશે એવી મને આશા છે.

ઝીણા ઝીણા મેહ

ઝીણા ઝરમર વરસે મેહ,ભીંજે મારી ચૂંદલડી
એવો નીતરે કૌમારનો નેહ,ભીંજે મારી ચૂંદલડી
આજે ઝમે ને ઝરે ચંન્દ્રી ચંન્દ્રીકા,ભીંજે રસિક કોઈ બાલા રે.
ભીજે સખી,ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા: હો ! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,ટમકે મારા નાથનાં નેણાં:
હો ! ભીંજે મારી ચૂંદલડી.
આનંદકંદ ડોલે સુંદરીનાં વૃંદ ને,મીઠા મૃદંગ પડછંદા રે :
મંદ મંદ હેરે મીટડી મયંકની,હેરો મારા મધુરસચંદા !
હો ! ભીજે મારી ચૂંદલડી.
=કવિ ન્હાનાલ