Gujarati Blog - મને મારી ભાષા ગમે છે કારણ કે

"ભાષા જાશે તો સંસ્ક્રૃતિ પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"

Monday, September 22, 2008

Asharam is devil face of monk - રાક્ષસી સાધુ આશારામ

છેલ્લા એક મહીનાથી,લંપટ્,નાલાયક કે જે કહો તે ઓછું પડે એવો આશારામ એંડ કંપની નું આપણે નમાલા ગુજરાતી કઈ કરી શક્યાં નથી અને પોતાની જાતને 5 કરોડ ગુજરાતી નો નાથ કહેવાવાળો,આપણો નમાલો મુખ્યમંત્રી નરેન્દ મોદી પણ આવા ભડવા બાવાને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહ્યો છે.ગુજરાતી પ્રજા પણ આના માટે જવાબદાર છે. કારણ કે કોઈ પણ લુખીનો બાવો હોય તેનો ધંધો ગુજરાતમા ધમધોકાર ચાલે. આપણું દુર્ભાગ્ય એ છે કે જે કોઈ કથા કરતા હોય તેને આપણે સંત કરી દઈ એ છીએ. સંત એને કહેવાય કે જે બીજાનું દુ:ખ જોઈ પોતાનું સુખ જતુ કરે અને સમાજની નિસ્વાર્થ સેવા કરે.સાદગીથી જીવન વિતાવે. હવે આ આશારામ્ રમેશ ઓઝા(અમારા પોરબંદરમાં એક નવી કહેવત નીકળી છે ,રમેશ ઓઝા.ગામને પહેરાવે મોઝા.આ રમેશ ઓઝા એ પણ જમીનમાં ગેરકાયેદર પેશકદમી કરી છે અને આની સામે નીડર એવો ભગુ દેવાણી એ હાઈકોર્ટમાં કેશ પણ માંડેલ છે) જેવા નીકળી પડેલા લેભાગુઓને આપણે જ ઊંચી ચડાવ્યે છીએ.

હદ તો ત્યારે થાઈ છે કે આ. બાપ્-દીકરો અને એની દીકરી ત્રણે જણ ભેગા થઈ પોતાની પાપ લીલા કરતા હતાં.હિંદુ ધર્મની પતર આણી નાખી હોય તો લંફગાૢદાધારા, પંથવાળાઓ એ,દરેક નવો બાવો પોતાનો પંથ નાખી હિંદુ ધર્મને ધંધાદારી દુકાન જેવો કરી નાખ્યો છે, બે દિવસ પહલાં જ હું મારી નોકરીના સ્થળે થી પરત આવતો હતો ત્યારે એક ટ્રેકટર ઉપર લગભગ 40 થી વધુ સ્ત્રી,પુરુષો જે રાજેસ્થાનના હતાં,તે બધા છેટ રાજેસ્થાનથી દ્રારકા,પોરબંદર થઈ ને સોમનાથ જતાં હતાં, આ બધાની ગરીબ હતાં પણ તેમની જે શ્રધ્ધા હતી તે જોઈને આપણે અચંબો થાઈ કે આ લોકો આવા ભાદરવા મહીનાના તાપમાં પણ અગવડો વેઠી યાત્રા કરે છે,અને ભગવાનની કૃપા પણ આવા યાત્રીકોને મળે છે. નહીં કે પૈસાદારોની સુવાળી ગાડીમાં બેસી પોતાની જાતને ધ્.ધુ.108 કહેવાવાળા, જેની ગાં...પણ સુવાળી હોય.

હિન્દું ધર્મ ટક્યો હોય તો આવા ગરીબ અને સ્વમાની લોકોથી ટક્યો છે અને ટકશે પણ આ લોકોથી નહીં કે આશારામ્,મોરારી કે રમેશ ઓઝાથી.

આશારામ જેવા પાપીઆઓ ને તો ચીરી એના શરીરમાં મીંઠુ ભરાવી રીબાવી રીબાવી ને મારી નાખવા જોઈએ અને મહા કાલી માતાજી ને ભોગ ધરી દેવો જોઈએ,જેથી બીજીવાર જ્ન્મ જ ન લે,આ પૃથ્વી ઊપર.


આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.

નળના કાટ ખાધેલા પાઈપમાં

અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.

નપાવટ માનવજાત સામેના વિરોધમાં

પાણી હડતાળ પર ગયું છે.

કોઈ ધોતું નથી.

આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?

સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને

આકાશને તાકતા બેસી પડ્યા છે.

કોઈના ભયથી જેમ દૂઝણી ગાય

દૂધ ચોરી જાય એમ આકાશ

આજે પાણી ચોરી ગયું છે.

આ મેલખાઉ હાથ દુવા માગવા

કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?

શું વરસાદ આપણા કરોડો ગુનાઓને

માફ કરવાના મૂડમાં નથી ?

મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

--કવિ અનિલ જોષી.


My Photo
Name:
Location: porbandar, gujarat, India

live in india and working athletic coach.આપણી ગુજરાતી ભાષા ના કાવ્ય અને લેખો લોકો વાઁચી શકે અને ગુજરાતી ભાષા પ્રત્યે લોકો ની રુચી વધે તે માટે આ વિભાગ શરુ કરવામા આવ્યો છે અને મને આશા છે કે આપને પણ ગમશે અને ભાષા હશે તો સંસ્ક્રૃતિ ટકશે "ભાષા જાશે તો સઁસ્ક્રુતી પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"

Page copy protected against web site content infringement by Copyscape View blog authority
 
Locations of visitors to this page Free Website Counters
Free Website Counters