આજથી અષાઢ મહીનો શરુ થાય છે,હમણા વરસાદ ને લીધે નેટ કનેકશન બંધ હતુ અને મારી તબિયત પણ બરાબર ન હોવાથી કંઈ લખી શકાતુ નહી પાછું નેટ કનેકશન મારે કેબલથી આવે છે અને તેનુ હબ અમારા પોંરબંદરના જાણીતા ડો.દેવશીભાઈ ખુંટી ના મકાનમાં છે અને રોજ રાત્રે નેટ બંધ થઈ જાતુ અને હુ દરરોજ તેમને રાત્રે ઊઠાંડુ અને તે પણ કોઈ દીવસ ગુસ્સે થાતા નહી અને હસતા મોંઢે દરવાજો ખોલી દેતા અને તેના પત્ની નિરુબેન પણ તેના જેવાજ સ્વ્ભાવવાળા,આવા વ્યકતિઓ બહુ ઓછા જોવા મળે નહીતો બીજા કોઈ હોય તો કહી દે કે ભાઈ રાત્રે આવુ નહી પણ આ અમારા ડો,દેવશીભાઈ ખરેખર માયાળુ અને તેમને કોઈ પણ પહેલીવાર જોએ ત્યારે થઈ જાય કે આ વ્યક્તિની પાસે બેઠા જ રહીએ,તેમની આંખોમાંથી હમેંશા સ્નેહ નીતરતો જોવા મળે અને તેમના પત્ની પણ મમતાની મૂર્તિ સમાન.
આજે નેટ કનેકશન શરુ થયુ છે તો આમાય "અષાઢ" મહીના નો પહેલો દીવસ છે અને આપણા ગુજરાતી સાહિત્યના વિવેચક શ્રી હરિવલ્લ્ભ ભાયાણી લખેલું :
"ગગન કડાકે, હૈયા ખટકે .............ગૌરી દૂરે, પંથી ઝૂરે !"
તો વિનોદ જોષી એ લખેલુ કે :
"પહેલા વરસાદનો છાંટો મૂને લાગ્યો, પાટો બંધાવાને હાલી રે.........માણસને બદલે જો હુ હોત મીંઠાની ગાંગડી છાંટો વાગે ઓગળી જાત"
અને આપણા ગુજરાતી લોકસાહિત્ય પ્ર્ખ્યાત લેખક શ્રી ઝવેરચંદભાઈ મેઘાણી એ લખ્યં :
"આવ રે મેહુલા એ તો નેવલા પાણી, હે ઓલ્યા પા ની છોકરીને જાય દેડકો તાણી"
તો ચાલો આપણે પણ અષાઢના રંગે રંગાઈ જાયે અને વરસતા વરસાદનો આંનદ માણ્યે.અને છેલ્લે આપણા કવિ "ન્હાનાલાલ " નુ કાવ્ય હુ આપની સમકક્ષ પ્રસ્તુત કરુ છું જે આપને ગમશે એવી મને આશા છે.
ઝીણા ઝીણા મેહ
ઝીણા ઝરમર વરસે મેહ,ભીંજે મારી ચૂંદલડી
એવો નીતરે કૌમારનો નેહ,ભીંજે મારી ચૂંદલડી
આજે ઝમે ને ઝરે ચંન્દ્રી ચંન્દ્રીકા,ભીંજે રસિક કોઈ બાલા રે.
ભીજે સખી,ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા: હો ! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,ટમકે મારા નાથનાં નેણાં:
હો ! ભીંજે મારી ચૂંદલડી.
આનંદકંદ ડોલે સુંદરીનાં વૃંદ ને,મીઠા મૃદંગ પડછંદા રે :
મંદ મંદ હેરે મીટડી મયંકની,હેરો મારા મધુરસચંદા !
હો ! ભીજે મારી ચૂંદલડી.
=કવિ ન્હાનાલ
1 comment:
શ્રી અશોકભાઈ,
અચાનક નેટ પર તલાશ કરતા તમારા પેજ પર આવી ગયો. ઘણો જ આનંદ થયો. સરસ કવિતાઓની પસંદગી છે. મે પોતે પણ ગુજરાતી બ્લોગ શરૂ કરેલ છે.
મુલાકાત લઈને તમારા અભિપ્રાય જણાવશો.
સિદ્ધાર્થ શાહ
Post a Comment