Friday, September 29, 2006

! ?

! ?

હવે--
આ વંધ્ય શબ્દોમાં
કદી પણ
શોક શ્લોકત્વ નહીં પામે.
તમસાના
કમનીય તટે
ક્રીડામસ્ત
ક્રૌંચયુગલને નિહાળી
રસનિમગ્ન થયેલા
પારઘીએ
આજે એકાએક
કોઈ અકળ અવઢવમાં
વાલ્મીકિને જ તીર મારી દીધું !
આદિકવિનું અકાળે નિધન !
અવકાશના
ગર્ભમાં
વ્યાપી ગયેલી
શાશ્વતી ચીસ
બસ હવે
યુગો સુધી
કણસતી જ રહેશે
બસ...!
-કવિ પ્રવિણ દરજી




Monday, August 28, 2006

What Lips My Lips...મારા હોઠોએ...

વરસાદમાં આંસુને સંતાડવાની વાત...

દિવ્ય ભાસ્કરમાં તારીખ 25 જુન 2006 ના રોજ શ્રી સુરેશભાઈ દલાલે અમેરિકાની કવયિત્રી એડના સેંટ વિંસન્ટ નુ સોનેટ What Lips My Lips Have Kissed, And Where, And Why જેનું ગુજરાતીમાં અનુવાદ શ્રી નલિનભાઈ રાવળ એ કરેલ તેનું વિવેચન કરેલ,સુરેશભાઈ આ કાવ્ય વિશે કહે છે ; એક બાજુ વરસાદ અને બીજી બાજુ દારુણ વ્યથા છે.કેટલાયે જુવાનિયાઓ આવ્યા અને ગયા અને જે જાય છે તે કદીય પાછા આવતા નથી.મધરાત જાણે કે કરુણ કાળરાત્રિ થઈ ગઈ છે. વસંતનો વૈભવ વહી ગયો છે . રહી ગયેલું આયુષ્ય શિશિરમાં એકલવાયા વુક્ષ જેવું છે. નથી કોઈ ફુલપાન. પંખીઓ એક પછી એક ઊડી ગયાં છે. વૃક્ષ પાસે નથી પંખીના પગલાં કે ટહુકા. આજે ડાળીઓ વધુપડતી શાંત છે. કહો કે નિરવ શાંતિ છે. પ્રેમની શાપિત કુંડળી એવી છે કે કઈ રીતે સ્નેહ આવ્યો અને ચાલ્યો ગયો એ વિશે હું કશું જાણતી નથી કે કહી શકતી નથી.કાંતની પંક્તિ યાદ આવે છે: 'નિસર્ગે બંધાતી, ત્રુટિત પણ મેળે થઈ જતી, હું માત્ર એટલું જ જાણું છું કે એક સમય એવો હતો કે મારામાં વસંતનું ગીત ગૂંજતું હતું તે હવે ગૂંજતું નથી.

મારા હોઠોએ...

મારા હોઠોએ કોના હોઠોને ચૂમ્યા છે
હું વીસરી ગઈ છું અને કોના હસ્ત
મારા મસ્તકની નીચે હતા તેય હું
વીસરી ગઈ છું.
પણ ભૂતાવળભર્યો વરસાદ મારા
બારણે ટકોરા
દે છે અને નિ:શ્વાસ નાખે છે અને
જવાબની રાહ
જોતો ઊભો રહે છે અને મારા
હૈયામાં જાગે છે દારુણ
વ્યથા. ભુલાઈ ગયેલા કેટ્લાય
જુવાનડા હવે
મધ્યરાત્રિએ મને ઝંખતા કયારેય
નથી આવવાના.
શિશિરમાં ઊભું છે એકાકી વૃક્ષ
કેટકેટલાં પંખીઓ એક પછી એક
ઊડી ગયાં નથી જાણતું તે
પણ જાણે આજ એની ડાળીઓ છે
વિશેષ શાંત
હું નથી કહી શકતી કેવો સ્નેહ
આવ્યો અને ગયો
હું માત્ર એટલું જાણું છું કે મારામાં જે
વસંતનું
ગાન થોડા સમય પહેલાં ગૂંજતું હતું
તે હવે ગૂંજતું નથી.
- એડના સેંટ વિંસન્ટ મિલે . અનુવાદ નલિન રાવળ
Online Read poem : What Lips my lips


Sunday, August 20, 2006

my first preference Gujarati - મારા માટે ગુજરાતી પ્રથમ

આની પહેલાના બ્લોગમાં જેંમા મેં સ્વાધ્યાય પરિવાર વિષે લખેલ તે વાંચી અમુક લોકોએ મને ઈ-મેલ અને મેંસેજ દ્રારા જણાવેલ કે તમે સ્વામી સચિંદાનંદ ભોર તાણો છો અને તમે સ્વાધ્યાય વિરોધી છો.
ભાઈ, હું સ્વાધ્યાય નો જ નહીં પરંતુ જે કોઈ બીન-ગુજરાતી પંથ વાળો હોય તે પછી ઉતર પ્રદેશ નો સહજાનંદ કે વલ્લ્ભાચાર્ય જે કોઈ હોય તે મને ગમતા નથીમ મારા માટે ગુજરાતી પહેલાં છે અને મારી જે ગુજરાતની કે સૌરાષ્ટ્ર્ ની સંસ્ક્રુતિ છે તેનો સંબધ અન્ય રાજ્યો સાથે નથી, હા, સિંધ અને રાજેસ્થાન સાથે છે કારણ કે ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છ,રાજેસ્થાન અને સિંધ ની સંસ્ક્રુતિ એક છે,ભાષા,રિવાજ વગેરે એટલે જો કોઈ પંથ રાજેસ્થાન કે સિંધ નો હશે તો એના માટે મારું માથું પણ નમાવીશ પણ યુ.પી કે બિહાર કે મહારાષ્ટ્ર નો હશે અને તે ગુજરાતી ને કે હિંદુત્વ કે સનાતન ધર્મ ને આદર આપતો હશે તો મારું માથું નમાવીશ.
અને હું ગંડવો કે ગેલગંધારો ગુજરાતી નથી કે આલ્યા,માલ્યા કે જે યુ.પી કે મહારાષ્ટ્રમાંથી આવીને ગુજરાતી ના પૈસે તાકડધીના કરીને ગુજરાતી વિશે જેમતેમ બોલે અને ગુજરાતી ને મુર્ખ બનાવે,એવાઓ'ને તો મારું માથું નમાવું જ નહીં, હા,એવાઓ ને હું તો જોડા જ મારું કે ખાસડા નો હાર પહેરાવું.
જ્યારે ગોધરાકાંડ થયો ત્યારે ભારતના બીજા કોઈ રાજ્ય ગુજરાતીની પડખે ઉભા રહ્યા'તા ? અને અમે ગુજરાતીઓ ત્યારે અમારી મેળે અમે આ ગઝની ની પેદાશ ને જડબાંતોડ ઉતર આપેલ અને ત્યારે આ દીદી કે દાદો ક્યા ગુંડાણા તા ? અરે, અમારી તરફેણમાં એ'ણે મુંબઈમાં થોડાક દેખાવ કર્યા હોત તો પણ માનત કે થોડીક તો સહાય કરી પણ આ બંધાય કે જે ગુજરાતી ના પૈસે જલ્સા કરવાવાળા એ'ણે અમારો ભાવ પણ નો'તો પૂછ્યો,આવા હલકટ,નમકહરામ જેવાને અત્યાર લગી અમે પાળીપોષી ને મોટા કર્યા એના કરતા તો કુતરા પાળ્યા હોત ને તો પણ ગોધરાકાંડ વખતે આ ગઝની ની પેદાશ ને કરડત તો ખરા.
હા, અમે ભારત સાથે છે પણ ઈંડીયા સાથે નથી,અમારા માટે હિન્દુત્વ પ્રથમ છે, અમારા માટે વિનાયક દામોદર સાવરકર,વીર નથુરામ ગૌડસે અને ગૌપાલ ગૌડસે હિરો છે અને તેની અમેપૂજા પણ કર્યે છે કારણ કે તે લોકો એ હિન્દુઓ માટે પોતાના જીવન ની આહુતિ આપી પણ અમે દીદી કે દાદો ની પૂજા ન કરી શકીએ કારણ કે એણે હિન્દુત્વ માટે કોઈ કામ કર્યું નથી,કામ કર્યુ હોય તો તે છે કે ચેલ્લા મૂંડ્યા અને અમારે એવા ગુજરાતી કે કે જે પરમૂતરી ના હોય તેનુ કામ નથી.

વિદ્રતા અને વાઘરી

કાલિદાસના કેટલા જાણું
નિત્ય નૂતન છંદ !
જીવનનો ઉલ્લાસ ગાઉં પણ
જઠર મારું મંદ.
ગ્રીક લોકોના દેવ પિછાણું
એપોલો વીનસ,
સુષ્ઠુ દેહને પૂજતાં મારાં
હાડકાં રહ્યાં બસ !
--ને ઓલ્યો આ કાનિયો માળો
કાંઈ ન જાણે છંદ.
તોય તે રાતીરાણ જેવો શું
રોજ કરે આનંદ !
જાણવામાં મેં જિન્દગી કરી ધૂળ ?
અણજાણ્યા શું એને લાધ્યું મૂળ ?
-કવિ મકરંદ દવે




Sunday, July 09, 2006

hypocritical spiritual leader - ઢોંગી

હિન્દુ ધર્મ ની પતરઆણી નાખી હોય તો તે છે ઢોંગી સાધુઓ,હરામખોર કથાકારો અને નાલાયક જુદા જુદા પંથ નાખી પોતાની એક આગવી સતા ઉભી કરી શાસન કરતાં પાંખડી ધર્માચાર્યો, આમાં અત્યાર સુધી આખા ભારતમાં ગંડવી કે મુરખ બની હોય તો તે છે આપણી ગુજરાતી પ્રજા,ગમે તે આલીયો માલીયો હિન્દી બોલતો બીજા રાજ્યનો બાવો આવીને ગુજરાતમાં ધામા નાખે ને આપણો ગુજરાતી બાયડીને કે છોકરાંને ક'ઈ સારી વસ્તુ નહી લઈ આપે પણ ઓ'લા બાવા ને ચરણે પૈસા કે વસ્તુના ઢંગલા કરી આપશે,આપણા લોઈ માંજ ક'ઈ ક આવી ચાટણ વૃતી પ્રવેશ કરી ગઈ છે.
બહારનાં પ્રદેશનાં પછી તે વલ્લભાચાર્ય કે સહજાનંદ સ્વામી કે દીદી ને દાદો,આ બધા એના પ્રદેશમાં એને ઉભવાં પણ ન દીધા અને બીજા રાજ્યોમાં પણ આ બધાં ન ચાલ્યા પણ આ તો ગુજરાત ! બોડી બામણી નું ખેતર અને પાછાં ગંડવાં તે આ બધાને સાચાવ્યાં અને હજી આપણે ગંડવા થઈ એ છે.
જે રીતે સ્વાધ્યાય પરિવાર ના દીદી અને દાદા એ ગુજરાતી લોકોને લૂંટયાં
છે અને નિડર ગુજરાતી પંકજ ત્રિવેદી ની હત્યા કરી નાખી છે તે જોઈ હવે તો ગુજરાતીઓ જાગો !
આ દીદી કે જે ગુજરાતીનાં પૈસે તાગડધીના કરે છે અને ધનિક ની જેમ રહે છે,આવી દીદી ને તો ઉકળતાં તેલમાં નાખી તેની આખી ચરબી કાઢી લેવી જોઈએ.
સ્વામી સચ્ચિદાનંદ એ સાચુ કહ્યું છે કે આ દીદી "ગાયના ચામડાનમાં બેઠેલી વાઘણ છે."
આજે આ બધા બાવાઓ ને કથાકારો ઈશ્વરથી પણ પોતાને ઉપર માનવા લાગ્યા છે અને આપણે આવા હલકટો ની સામે પગે લાગવાં દોટ મૂકે છે.
આ બધા બાવાઓ ને કથાકારો ને ગુજરાતનો ઉનાળો માફક આવતો નથી એટલે જેવી ઉનાળાની ગરમી શરુ થાય કે ભાગે વિદેશ અને ત્યાં જઈ ને નવા ચૈલા મુંડે.

માટે જ કડવા ભગતે કહેલ છે કે " મંદિર બાંધી મહંત બન્યા ને, ચેલકા ક'ઈક મૂંડાણા 'કડવો' ભગત કહે કળિકાળમાં, સાચાં જે છે તે છુપાણા.
એટલે જે બ'ઉ ઈચ્છા થાય તો કો'ઈ શંકર કે શ્રી કૃષ્ણ કે માતાજી નાં મંદીરે જ'ઈ આવું પણ બાવાઓ કે કથાકારો ની ભાંડ વગરની ભવાઈમાં જા'વુ નહીં.


દોરંગા સાથે નવ બેસીએ

દોરંગા સાઅથે નવ બેસીએજી ;
એમાં પત પોતાની જાયે રે લ્યો. (ટેક)

ઘડીમાં ચડે રંગ,ઘડીમાં ઉતરેજી,
ઘડીમાં વૈરાગી બની જાય રે. લ્યો દોરંગા....

ઘડીમાં ગુરુ,ઘડીમાં ચેલકાજી,
ઘડીમાં પીર થઈ પૂજાયે રે. લ્યો.દોરંગા.....

કામી કપટી ને લોભી લાલચુજી,
એ તો પરને દુ:ખે નહીં દુ:ખાયે રે.લ્યો દોરંગા....

ગુરુને પ્રતાપે જીવણ બોલ્યાજી,
એ તો નિશ્ચે ચોરાશી લઈ જાય રે.લ્યો

Technorati : , , , , , ,

Thursday, June 29, 2006

beej margi sect - બીજ મારગી પંથ

અષાઢી બીજ સમગ્ર ગુજરાતમાં ધામધુમથી ઉજવાય છે અને કચ્છ અને સિંધ માં "અષાઢી બીજ" થી નવુ વર્ષ શરુ થાય છે.
અષાઢી બીજ નો ખરેખર આનંદ માણવો હોય તો એ છે સૌરાષ્ટ્ર કારણ કે સૌરાષ્ટ્ર માં "બીજ માર્ગી" ને માનવાવાળો વર્ગ વધુ છે.મેર.કોળી,રબારી,આયર,પટેલ,હરીજન,કુંભાર,સુતાર,લુહાર વગેરે જે કાટવરણી કે પછાત જ્ઞાતિ કહેવાય છે.
બીજ માર્ગ ની વિશેષતા એ છે કે આમાં જાત-પાત જોવાતી નથી અને "બાર પોરા પાટ" હોય કે પરસાદી એમાં 18 વર્ણનાં લોકો સાથે બેસી ઉજવે અને રાતે ભજન બોલે અને આ ભજન પણ તત્વજ્ઞાન ની સમજ આપતા હોય છે,આ ભજનોમાં સતી પાન બાઈ, સતી લોયણ. રુંપાંદે-માલદે, જેસલ તોરલ, સંત દેવીદાસ,સતી લીર બાઈ,ગોરા કુભાર,પીપા ભગત અને રામદેવ પીર કે જે બીજ માર્ગી હતા.
બીજ માર્ગ કે સનાતન ધર્મ ની સૌરાર્ષ્ટમાં સૌથી વધુ યોગદાન હોય તો તે છે કે બીજા પ્રદેશમાં જે રીતે ધર્માતરણ કે વટાળ પ્રવૃતિ 56 દુકાળ સમયે અને મુસ્લીમ શાસન વખતે થઈ તે સૌરાર્ષ્ટમાં ન થઈ.ઉદાહરણ તરીકે ગુજરાતમાં પછાત વર્ગ ને જે રીતે ખ્રીસ્તી બનાવામાં આવ્યાં 56 ના દુકાળ સમયે ત્યારે સૌરાર્ષ્ટમાં પરબ,સતાધાર અને આપા દાના ની જગ્યા "ચલાળા" માં ગરીબ વર્ગ ને "ઓટલો ને રોટલો " ની સેવા નિશુલ્ક આપી આખી પ્રજા ને ધર્માતરણમાંથી બચાવી અને બીજ માર્ગ ઉત્પન્ન પણ ગરીબ અને કચડાયેલા વર્ગમાંથી જ થયો કારણ કે આજથી 400 કે 500 વરસ પહેલાં જે રીતે આભડછેટ નો એરુ હિન્દુ સમાજ ને કરડયો તો ત્યારે પછાત વર્ગ એ પોતાનો એક અલગ ધર્મ સ્થાપ્યો જેમાં ગામઠી શૈલી માં ભજન, તંત્ર અને મંત્ર દ્રારા હિન્દુ સંસ્ક્રૃતિનુ રક્ષણ કર્યુ.

આજે આ બીજ મારગ માં જે ભજન ગવાય છે તેમાંથી એક જે દરેક બારપોરા પાટમાં સાંભળવાં મળે છે તે જોઈએ

બાર બીજનાં ધણીને સમરું, નકલંકી નેજાધારી રે,
ભજનના વાગે ભડાકા ભારી....
ધ્રૃવ રાજાને અમર રાખ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી,
સંધ્યાકાળે દૈત્ય સંહાર્યો, હરીએ ન્હોર વધારી,
ભજનના વાગે ભડાકા ભારી.....
સતી રુપાંદેનું સત રાખવા, માળી બન્યાં છે મુરારિ,
માલે રુપાનાં હેરણા હેર્યાં,આરાધે મોજડી ઉતારી,
ભજનના વાગે ભડાકા ભારી....
તોળી રાણીએ ત્રણ નર તાર્યા,જેસલ ઘરડાની નાર,
સુધન્વાને બળતો ઠાર્યો, કકડતાં તેલ જ ઠારી,
ભજનના વાગે ભડાકા ભારી....
પળ પળ પીર રામદેને સમરું, તું છો મારે અલેક અવતારી,
દોઈ કર જોડી ભાઠી હરજી બોલ્યાં, ધણી ધાર્યો નેજાધારી,
ભજનના વાગે ભડાકા ભારી....
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી,
ભજનના વાગે ભડાકા ભારી.....

Technorati : , , , , ,

Wednesday, May 17, 2006

Gujarati Poet Ramesh parekh passes away-રમેશ પારેખ


આજે બપોરના 11 વાગ્યે ગુજરાતી કવિતા નો આત્મા "રમેશ
પારેખે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તેમનુ અવસાન થવાથી ગુજરાતી કવિતા એક
અમુલ્ય રતન ગુમાવ્યુ છે.

રમેશ પારેખે કવિતામાં લોક બોલીના શબ્દો મુકીને
લોકોને ગાતા કરી દીધા છે, રમેશભાઈ તમે ભલે અમને મૂકી ચાલ્યા ગયા પરંતુ અમે
હમેંશા તમને યાદ કરીશું.



એક છોકરો + એક છોકરી + કંઈક બીજું ?

એક છોકરાએ સિટ્ટિનો હીંચકો બનાવી એક છોકરીને કીંધું : 'લે ઝૂલ'
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે.

છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ,
ફેંકી ચિઠ્ઠીઓ અષાઢી રે.
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ,

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સહેજ મોડું રે.
જે કાંઈ થયું એ તો છોકરાને થયું,
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજ રોજ ચીતરતો ફૂલ.

- કવિ રમેશ પારેખ.


Technorati Tags: ,


Saturday, April 29, 2006

only i can do - આટલું જ થઈ શકે એમ લાગે છે.

આટલું જ થઈ શકે એમ લાગે છે.

પ્રેમને અમે જોયો નથી,એના વિશે સાંભળ્યું છે ઘણું.
પ્રેમ કેવો હશે ?
ગુલાબી ? લીલોછમ ? કેસરી ? મધ જેવો મીઠો ? ચંચળ ઝરણા-શો ?
સુરીલો ? સુંવાળો ? રુપાળો ? હસમુખો ?
હશે તો ખરો જ કોઈક રીતે કોડીલો ને કામણગારો !
શી રીતે અમે એની પગની પાનીને અડી શકીએ ?
શી રીતે એને પકડી શકાય સ્વપ્નના દોરથી ?
કહે છે કે પ્રેમ તો કાંટામાંય દેખાડે ગુલાબો ;
પહાડોય અધ્ધર કરી આપે પલકમાં ;
હશે......
પણ અમારી સરહદમાં તો છે નર્યા કાંટા, નર્યા પહાડ.
કંઈ કાળથી કરીએ છીએ પ્રતીક્ષા કોઈક પ્રેમ-નામી જણની,
પણ નિષ્ફળ.
હાથણી થાકી ગઈ ભર્યોભર્યો કળશ ઉપાડીને.
નાખી નજર પહોંચે ત્યાં સુધી જોઉ છું, મને લંબાવીને,
મને નખશિખ ખંખેરીનેય જોંઉ છું ;
કયાંક એકાદ ગુલાબની કળીયે શેની જડે ?
આ ખારો પટ, આ ખાલીપો, આ ખવાયેલાં ખોરડાં,
આ તૂટેલા રસ્તા ને ઊખડેલા ઉંબર,
ભવની ભવાઈની આ ભોપાળા-શી ભટકણો,
આ અંધાપાની અટકણો.
--અમારા એકએક ટેકા હતા અંદરથી સડેલા,
અમારી અડીખમતા વસ્તુત: હતી બિનપાયાદાર,
અમે કોની વચ્ચે રહ્યા આજ લગી
ને કોને માન્યાં અમે અમારા જણ ?
અમારા પીંજરામાં મેના નહોતી, ને મેના નહોતી તો શું હતું ?
ગઢના કાંગરા ખરતા જાય છે,
તડકાય ટાઢા લાગે છે ;
ને પેલી હથેલીઓની ઉષ્માભરી વાત ?
ભાઈ,શેખચલ્લી, નરી શેખચલ્લી.
અમને જુઓ તો ખરા,જરા નજીકથી જુઓ :
કાંટાળા છીએ,એકલા છીએ, થોર છીએ !
અમે તૈયાર છીએ ઘુવડનેય માટે,
ભલે ને આવે અહીં ભેંકારતાનું પોટલું લઈને.
અમે હવે શું ઊંઘવાના હતા ?
વળી વળીને ગાંઠ વળી જાય્ છે શ્વાસની.
અમારાથી સપનાંય બનાવી શકતાં નથી મનગમતાં,
અમને સખત લાગે છે અમારા હોવાની ગૂંગળામણ,
આપ અમને મદદ ન કરો ?
આ જીર્ણ કોટની થોડી ઈંટો ન ખેંચી આપો ?
અમારા પવિત્ર દિવસોમાંથી,
થોડાં આપ કપાવી ન આપો ?
અમને એક પ્યાલી તાજી હવા તો પિવડાવો,ભલા !
પ્રેમ ભલે ન અપાય, થોડું આશ્વાસન....થોડુંક....
નહીં,આશ્વાસન પણ શા માટે ?
થોડુંક મીઠું મીઠું મોત....હૂંફાળું હૂંફાળું મોત....
તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું,
થોડુંક સરસ મધમધતું મોત.....
અમે સમજી ગયા છીએ ટૂંકાણમાં કે
અમારે કોઈનીય સાથે હાથ મિલાવ્યા વગર,
પૂરી અદબ સાથે,
આપનો લાડકો પ્રેમ જરાય નારાજ ન થાય એમ,
સમજપૂર્વક, શાંતિથી અહીંથી ચાલ્યા જવાનું છે....
ને જવાબદાર સદગૃહસ્થ તરીકે અમે આપને
વિશ્વાસ આપીએ છીએ,
અમે એમ જ કરશું ;
કેમ કે અમારાથી હવે આટલું જ થઈ શકે,
એમ અમને હાડોહાડ લાગે છે.
-
કવિ ચંદ્રકાંત શેઠ.



Sunday, April 23, 2006

we - આપણે આવી રીતે

આપણે આવી રીતે.........

આપણે આવી રીતે છૂટા નહોતું પડવું જોઈતું, વિભા.
ટ્રેન તો બીજી પણ આવત,
ને સાંજ તો બીજી પણ પડત,
ને સ્ટેશન તો બીજું પણ મળત.
ને અમેરિકા તો બીજો પણ શોધાત.
પાછા ફરતાં જોયું તો મારા નગરમાં,
ઠેર ઠેર પર્વતો ઊગી નીકળ્યા છે,
રસ્તાઓ નદીઓ બનીને વહેવા લાગ્યા છે,
'બસ થોબો'ના થાંભલાઓ કાંટાળાં ઝાડ બની ગયા છે,
લારી ખેંચતી મારવાડણોના સ્તનો,
સફરજન બનીને લટકી રહ્યાં છે ;
ઘોર અરણ્ય વચ્ચે હું સર્યો જાઉં છું,વિભા,
કર્કોટકની શોધમાં ભમું છું.
બાહુક બનવાનાં સ્વપ્નો સાથે રમું છું,
મને કોઈ કહેતાં કોઈ ઓળખી ન શકે ;
આકાશના તારાય નહીં,
રેલના પાટાય નહીં,
વડોદરાની શેરીઓમાં ટપકતા નળ પણ નહીં,
રવિબાબુની કવિતાય નહીં,
સારેગમનો સાય નહીં,
ને પછી આવીશ તારી પાસે --
ના, સફરજન નહીં ખાવાની મેં પ્રતિજ્ઞા લીધી છે,
આદમે કરેલી ભૂલ હું શું કરવાં કરું ?
ના, હું અયોધ્યાનો રામ નથી,
ગોકુળનો શ્યામ નથી,
હું નથી વિદેહી જનક કે નથી મુનિ સનક,
નથી હું દુર્વાસા કે નથી હું નળ,
નથી હું યમુનાનું કૃષ્ણોદક,
કે નથી નરસિંહ મહેતાએ નાહવાનું ઉષ્ણોદક ;
તો, હું કોણ છું વિભા ?
ડેલ્ફીની દેવીને રીઝવવા નીકળેલો ઈડિપસ ?
ગોદાવરીને કાંઠે ઊભેલી વનકન્યાનું સરી ગયેલું સ્વપ્નું ?
પાંડવગુફામાં અપૂજ પડેલું શિવલિંગ ?
પાર્કસ્ટ્રીટનો રાતોચોળ દીવો ?
યુનિવર્સિટીના ટાવરનો કબૂતર બેસવાથી ખસી ગયેલો કાંટો ?
ડાંગમાં ચિતાની આંખમાં,મધરાતે ઝિલાયેલો વરસાદનો પહેલો છાંટો ?
હુગલીમાં તરતો જતો તારો સોનેરી વાળ ?
બેરેક રોડ પરના કબ્રસ્તાનની પાળ ?
સ્વપ્નાં તો વિભા, આળપંપાળ,
સ્વપ્નાં તો રેતીના પહાડ.
સ્વપ્નાં તો ઉનાળામાં પલાશનાં ઝાંડ...
ઉખાડ હવે તારા બંગલાની નેમ-પ્લેટ,
કરી દે દરવાજો બંધ ને નીકળી આવ રસ્તા પર,
મારા નગરમાં આકાશને કોઈ વેંટિલેશન મૂકે
તેની રાહ જોતો પડયો છું,
ધૂળની ડમરીઓ ચડે છે
પાંદડાં ખરે છે,ચડે છે ને પડે છે,
હું આંખો મીંચી દઉં છું,
કદાચ આવતી કાલે રેતમાં ધરબાઈને
હું ટેકરી બની ગયો હોઈશ,
મારી ઉપર ઊડશે સૂકાં પાન,
ક્યારેક થાકીને બેસશે હિમાલયથી પાછો આવેલો
યુધિષ્ઠરનો શ્વાન,
નાગના બંધાશે રાફડા,
પણ કર્કોટકને ને તારે હવે શું, વિભા ?
અવાય તો આવજે કો'ક વાર,
ગ્રીષ્મમાં આવીશ તો ગુલમ્હોર ખીલશે,
સવારે આવીશ તો શિરીષ,
રાત્રે આવીશ તો રજનીગંધા,
હેમંતમાં આવીશ તો પારીજાત
ને વર્ષામાં આવીશ તો મોગરો --
ના,બહુ વિચારવું નહીં.
'હ્લ્લો ડિયર,હાઉ આર યુ' માં ખોવાઈ જવું,
નહીંતર કાલથી તારા દરિયા પર જંગલ ઊગવા માંડશે,
જંગલમાં આખા દરિયા નથી હોતા,
દરિયાના પેટાળમાં ગાઢાં જંગલ હોય છે, હોં !
-અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

Tuesday, March 28, 2006

the Great Gujarati Author-મહાન ગુજરાતી વીર નુ પ્રસ્થાન


ગુજરાત નરકેસરી ચંદ્ર્કાંત બક્ષી


તારીખ 25-3-2006 શનિવાર ના રોજ ગુજરાત પાસેથી કુદરતે એક અમુલ્ય રતન છીનવી લીધુ,ચંદ્ર્કાંત બક્ષી એ ગુજરાતી પ્રજાનો આત્મા હતા જેણે અમારી જેવા અનેક ને વિશ્વના દરેક વિષય વિશે માહિતી આપી પછી તે બાકુની કે નિત્સેની અરાજકવાદી ફિલોસોફી હોય કે લેટીન સાહિત્ય હોય,આ બધુ અમોને આપ્યુ અને જીવનમાં કેમ ખુમારીથી ને મર્દની જેમ રહેવુ આ બધુ શિખવાડયુ.નર્મદાનો પ્રશ્ન હોય કે ગોધરા નો પ્રશ્ન હોય આ એક જ એવો માણસ હતો જેણે દંભી માનવઅધિકારોવાળા ને જડબાતોડ જવાબ આપ્યો,આવા ગુજરાતી વીર ચંદ્રકાંત બક્ષીની અમારા કોટી કોટી ના વંદન,આતા તારા જવાથી અમારુ ગુજરાત ભરજવાનીમાં રંડાય ગયું.
દુ:ખ એ વાતનુ છે કે આવો ભડવીર મૃત્ય પામ્યો ત્યારે ગુજરાતની સરકારે આખા ગુજરાતમાં શોક દિવસ પાડ્યો નહી જ્યારે કોઈ નફટ,લાંચીયો,નાલાયક,હરામખોર,દેશદ્રોહી,ધર્મદ્રોહી ને એની માના વર જેવા નેતા કે બાવો મરી જાય ત્યારે શોક પાડે છે ત્યારે થાય છે કે આ ગુજરાત ને સાચા બોલા નહી પણ ચાંપલૂસી કરે તેવા જ ઢોંગી ગમે છે.
ચંદ્ર્કાંત બક્ષી લિખીત "અસ્મિતા ગુજરાતની" માંથી થોડાક વાક્યો :
* અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે.એક અંગૂઠાછાપ અને બીજા કોંવેંટિયા.બંને ગુજરાતી શીખી રહ્યા છે.હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે.(પાના નં.23)
*મને ગુજરાતી બોલતા આવડતું નથી.મને ગુજરાતી વાંચતા આવડતું નથી.મને ગુજરાતી લખતા આવડતું નથી.આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી,પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે,જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે "આઈ કેંટ સ્પીક ગુજરાતી" ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકોનોની જેમ "સ્પેંક" કરવાનું મન થઈ જાય છે.(પાના નં.42)
*મુરારિદાસ એંડ પાર્ટી: સ્થલક્રીડા,જલક્રીડા,પવનક્રીડા.....આજે હિન્દુ ધર્મ અથવા ગુજરાતીઓનો હિન્દુ ધર્મ અતિધનિક પૈસાદારોની સેવા કલબની ફુરસતી પ્રવૃત્તિમાં પલટાઈ રહ્યો છે,અને એક માણસ આ વિકૃતિ માટે પૂર્ણત:ઉત્તરદાયી છે.પાંચ ફીટ છ ઈચ ઊંચા,માત્ર એસ.એસ.સી. સુધી ભણેલા(બે વાર ફેલ) 47 વર્ષીય મુરારિદાસ પ્રભુદાસ ત્રિભુવનદાસ હરિયાણી.(પાના નં.219) નોંધ: હવે એક નહી બે જણ જવાબદાર છે એક મોરારી અને બીજા રમેશ ઓઝા.
*હિંદુસ્તાનમાં ગુજરાતીઓ જેટ્લી સુસ્ત સ્વેક્ન્દ્રી ઉદાસીન હકની બાબતમાં કાયર,અદૂરંદેશી,પરનિર્ભર કોઈ પ્રજા હશે ? (પાના નં. 234)

Sunday, March 19, 2006

કવિ નિરંજન ભગત નુ કાવ્ય "ફરવા આવ્યો છું" ની રચના પૃથ્વી માટે પ્રેમ છે નહી કે તિરસ્કાર કારણ કે આજના આ દંભી કથાકારો અને કામચોર બાવાઓ જે રીતે કહેતા હોય છે કે પરલોકમાં સુખ મેળવવા માટે આ કરવુ જોઈએ તે કરવુ જોઈએ(અમારા ગામમાં આવા બે જણ છે ખોટીના) આ ન કરવુ જોઈએ( એ પોતે એક્ય અમલવારી કરતા ન હોય) તેની વાત નથી પણ પૃથ્વીમાં ઘણુય એવુ છે જેનો મનભરી આનંદ મેળવો જોઈએ બીજો ભવ છે કે નહી તે તો ખબર નથી પણ નહીતર એવુ થાય કે મરવાની છેલ્લી ઘડીએ ખબર પડે કે બીજા ભવ માટે જે આપણે આ દંભીઓના પેટ ભરતા હતા તેવુ તો છે નહી અને છેતરાયા ગયા તેનુ ભાન થાય પણ પછી શું "રાંડ્યા પછી નું ડહાપણ" પણ આનો અર્થ એવો નથી કે આપણે ભ્રષ્ટાચાર કરવો કે નીતી વગરનું જીવન જીવવુ પણ જે આનંદ પ્રાકૃતિક છે તેનો મનભરી આનંદ માણવો.

ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું ?
હું કયાં એકે કામ તમારું કે મારું
કરવા આવ્યો છું ?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
--રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં
સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહીં શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે
ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું !
-નિરંજન ભગત

Sunday, March 12, 2006

constantly - નિરંતર

બે દિવસ પછી હોળી અને ધૂળેટી તો હાલો એકબીજા ને અબીલ ગુલાલ અને કેશુડા ને રંગે રંગીએ અને ફાગણનો આનંદ માણ્યે.

નિરંતર

એક નિરંતર લગન ;
અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં.
કોઈ ચાંગળું લિયે, પવાલું---
કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
કે ઈતરાજી ઝાઝી ,
છાંય હોય કે અગન ; --અમે .
સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં ;
હવે મુઠ્ઠીમાં ગગન ; -----અમે .
-કવિ હસિત બૂચ

Thursday, March 02, 2006

phagun- ફાગણ

ફાગણ માસ નો આંરભ થઈ ચૂક્યો છે અને કેશુડો ફૂલ ફોર્મમાં છે.આ મહિનો જ એવો છે કારણ કે આ ફાગણિયો વાયરો એવો વગડામાં વા'તો હોય છે કે પ્રેમીઓ તો ગાંડા થઈ જાય અને સવારની મજા ક'ઈ ઔર જ છે,એમાં આ મહિનામાં બપોર ની વેળા વાડી એ કે ખેતરમાં વડલા ના કે લીમડા ઝાડ નીચે બાજરાનો રોટલો અને સાથે અડદ ની દાળ કે માટીની હાંડલીમાં કરેલ કઢી, ડુંગળી નો દળીયો અને છાસ બસ આટલુ મળી જાય પછી ઝાડવા નીચે સૂતા સૂતા ગુજરાતી કો'ઈ ગ્રામ્ય નવલકથા તે પછી રાવજી પટેલ કે ચુનીલાલ મડીયાની હોય તે વાંચતા જે હૈયામાં ઓડકાર આવે તેની મજા ક'ઈ ઔર જ છે.
મારી તો નોકરી જ ગામડામાં છે તેથી હું તો ખુબ આનંદ લૂટાવું છું અને પાછો વાંઢો એટલે જાણે દૂધમાં સાકર ભળે એમ આનંદ ની મજા કરુ છું. કવિ રમેશ પારેખ ફાગણ વિશે કહે છે :
તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યા વાદળા
કે શમણે આવેલ મોર બોલ્યાં
ઓંચિંતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતુ ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાં ય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊંછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
-કવિ રમેશ પારેખ

Sunday, February 19, 2006

end of love - પ્રેમનો અંત

"નખ ટેરવાંના શહેરમાં જો
તું મને શોધ્યા કરે તો
હું તને કયાંથી મળું" ?
દિવ્ય ભાસ્કર તારીખ 14-2-2006 ના રોજ કટાર લેખક શ્રી કાંતિ ભટ્ટ ને વેલેંટાઈન-ડે માટે કવિ જવાહર બક્ષી એ પ્રેમ વિશે કહેલ હતી અને તેનો ભાવાર્થ પણ સમજાવવા મે કહ્યું,કવિ કહે છે કે ; આજકાલ પશ્વિમાં પ્રેમ શબ્દ વાપરીને કે પ્રેમમાં પડીને તે જ દિવસે કે તે જ ક્ષણે તેને ભોગવી લેવાની તાલાવેલી હોય છે.'સ્લામ-બ્લામ-થેંકસ-મેડમ' જેવો શબ્દપ્રયોગ થાય છે. અર્થાત બે આંખ મળી,શારીરિક રુપનું આકર્ષણ થયું. પછી કિસાકિસ કરી અને પ્રેમીપાત્રને બેડરુમમાં સીધા લઈ જવાય છે,એ પછી તું કોણ અને હું કોણ એવો જ ભાવ બાકી રહે છે.
એ હિસાબે કવિ જવાહર બક્ષીએ લખ્યું છે કે "જો પ્રેમીઓ નખ ટેરવામાં એટલે કે માત્ર સ્પર્શમાં કે શારીરિક સુખ ભોગવવામાં જ પ્રેમને શોધતા હોય કે ભૌતિક સુખમાં રચ્યાંપચ્યાં રહે તો પછી સાચો પ્રેમ કયાંથી મળે ?
આવું જ ક'ઈક કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય પોતાના કાવ્યમાં કહે છે ;
રેતીના દરિયામાં
મેં દોરી એક સોનેરી માછલી.
કાગળનાં આકાશમાં
મેં દોર્યો એક ચંદ્ર
એક ખડક પર
પંખીને બેસાડયું.
ઈવના પિંજરામાં
પૂરી દીધો આદમને.
માછલી મરી ગઈ
ચંદ્ર ભાંગી ગયો
ખડકમાં તિરાડો પડી
પંખીનાં પીંછાં ખરી ગયાં
અને આમ ને આમ
પ્રેમનો અંત આવ્યો.
-કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય

Sunday, February 12, 2006

to stop fatigue-થોભ્યાનો થાક

છેલ્લા પંદર દીવસથી પોરબંદર ની અંદર રમેશ ઓઝા નામના કથાકાર નો જે તમાશો ચાલે છે તે જોઈને હવે તો એમ થાય છે કે ભગવાન ને પણ શું આવા જ લોકો ગમે છે ? આજે હિંદુ ધર્મ પૈસાદાર લોકોનો ધર્મ થય ગયો છે અને જ્યારથી આવા કથાકારો પછી રમેશ ઓઝા હોય કે મોરારી નામના કોઈ વ્યકિત હોય આ બધા ની કથની ક'ઈ હોય અને કરણી પણ બીજી હોય.
હમણા જે કથા ચાલે છે ત્યાં જે મંદિર બનાવેલુ છે તેની કિંમત 5 કરોડની છે અને તે મંદિર થી અંદાજીત 3 કિલોમીટર દુર સીમેંટ ફેકટરી બંધ છે,આ ફેકટરી બંધ થય જવાથી કેટલાય ગરીબ માણસોની રોજી છીનવાય ગયેલ છે,મંદીર બાંધવાને બદલે આ ફેકટરી પાછળ પૈસા નાખ્યા હોત તો કેટલાય ગરીબ માણસોના ભાગ્ય બદલાય જાત પણ આ કરે કોન ? આવો વિચાર પણ આ કથાકાર ને આવ્યો નહીં હોય કારણ કે આ બધા કથાકારો તો પૈસાદારોના ફેમીલી ડોકટર જેવા છે.
જ્યારે સાંદીપની સંસ્થામા આગ લાગી ત્યારે આ આપણા રમેશ ઓઝા એમ બોલ્યા હતા કે : આવી દુર્ઘટના બને ત્યારે સંત હોય કે સાધારણ માણસ હોય બધા ભયભીત બની જાય.હુ પણ ગભરાઈ ગયો હતો પણ મે હનુમાનજી મહારાજ્ને પ્રાર્થના કરી અને તેમણે સાંભળી હોય એમ એમ આગ તરત જ કાબૂમાં આવી ગઈ....આમ જણાવતી વેળા તેમની આંખમાંથી આંસુ ટપકી પડયા હતા(દિવ્ય ભાસકર તા.4-2-2006 સૌરાષ્ટ્ર આવૃતી)
બોલો, આ કથાકાર કેવા દંભી છે,તેમના કહેવાથી જો હનુમાનજી આગ કાબૂમાં લઈ શકતા હોય તો એક એવી પણ હનુમાનજી ને પ્રાર્થના કરો કે આ ગરીબ માણસોને જેને એક ટ'ક ખાવા પણ નથી મળતુ તેને મળતુ થય જાય.
ગુજરાત સમાચાઅર તારીખ 8-2-2006 ના 13 માં પાને એક ફોટો છે જેમાં ઉતર પ્રદેશ ના કુશીગઢ ના લોકો જમવાનુ નથી મળતુ એટલે ઉંદર શેકી ને ખાય છે.
અને આ કથામાં જે રીતે તે પૈસાનુ પ્રદર્શન કરે છે તે જોઈ ને એમ થાય છે કે આવા લોકોને ફાંસી એ લટકાવી દેવા જોઈ એ, સાધારણ માણસ ને બેસવાનુ અલગ પૈસાદારો માટે વીઆઈપી જગ્યા,જે જમણ કરે છે તેમાં પણ સાધારણ વ્યકિત માટે અલગ પૈસાદારો માટે અલગ.
ખરેખર આણે હિંદુ ધર્મને મઝાક જેવો બનાવી દીધો છે અને આવુ જોઈ ને થાય છે કે આવા લોકોની કથા માં જાવા કરતા તો મુંબઈ ના કોઠા માં જે નાચવાળી છે તેની પાસે જાવુ સારુ કારણ કે આ નાચવાળી ને પણ ક'ઈ સિધ્ધાંત તો છે આને તો એક પણ સિધ્ધાંત નથી.
લોકોને પણ આવા નાટકીયા દંભી અને રંડુળીયા જેવા ગમે છે જાવા દયો આપણા લોકો આને જ લાયક છે.
થોભ્યાનો થાક
ભટકી ભટકીને મારા થાક્યાં છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલુ :
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું
વેદનાનું નામ કયાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચૈનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક ;
આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક .
આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સિમ્તને સંભાળું ?
-કવિ સુરેશ દલાલ

Sunday, February 05, 2006

where is - કયાં છે

વસંત ઋતુ નું આગમન થઈ ગયું છે અને કેશુડા ના ઝાડ માં કેશરી રંગના ફુલો પોતાની આગવી છટાથી ખીલી રહ્યા છે અને હ્વે તો ખાખરના ઝાડ પણ કોઈએ રહેવા દીધા નથી પણ ક્યાંક ક્યાંક બચી ગયા છે તેને જોઈને થાય છે કે આવતા વર્ષે જે હું ઝાડ જોઈ રહ્યો છું તે બચશે કે નહી તેની કોઈ ખબર નથી કારણ કે દરેક ખેડુત જમીન ના લોભમાં પોતાના ખેતર ને શેઢે એક પણ ઝાડવું રોપતો નથી અને જે છે એને પણ કાઢી નાખે છે કારણ કે તે એમ માને છે કે એક ઝાડ્વું જે જ્ગ્યા રોકે છે તેમાં ત્રણ માંડવીના છોડવા ઉગાડી શકાય એટલે હવે તો અમારા પોરબંદર વિસ્તારમાં ગામડામાં જાયે તો જાણે આપણે કચ્છમાં આવી ગયા હોય તેમ લાગે છે,ગાયો ની ચરવાની જગ્યા જે ગૌચર કહેવાતુ એ પણ બચ્યું નથી જમીન ના લોભમાં તેને પણ ખેડી નાખી છે.
છતાં કયાંક ક્યાંક ઝાડવા બચ્યા છે તેની પાસે જઈને હાથ ફેરવી કહું છું ; આતા હેવ કાંઉ કરવું ,આ મનખાના મેરામાં કાં જણમ લીધો,આ બંથાય દોઢીયા વાહે હડી મેલે સે,ઈ'માં મારુ ને તારુ કા'ઈ નેત રેવા'નુ,હેવ તે'તો દી કા'ઢે નાયખા હે'વ હુ ય કાઢે નાખું.

કયાં છે ?
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?

પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં
આળખેલો
ડુંગર ફરતો ,ચકરાતો એ ચીલો કયાં છે ?
કયાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?

વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?

કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે.......
-કવિ જયન્ત પાઠક

Sunday, January 29, 2006

black flower- કાળું ફૂલ

ઈસ્લામીક કટરવાદ કેવો હોય છે તે આપણે અફઘાનિસ્તામાં જ્યારે તાલેબાન ની સતા હતી ત્યારે સમગ્ર વિશ્વે અનુભવેલું,આપણા ગુજરાતી સાહિત્યના કટાર લેખો ના જે ભિષ્મપિતા ગણાય છે તેવાં શ્રી ચંદ્રકાંતભાઈ બક્ષી ના લેખ 'વાતાયન' માં એક કવિતા તેમણે પોતાના લેખમાં આપેલ તે અહીં રજુ કરુ છું.
કલોઝ અપ
*********
અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં 29 વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની 25 વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી. પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો. અને પત્ની નાદિયા કવિ હતી જેણે 'ગુલે-દૂદી'(કાળું ફૂલ ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ, નાદિયાના ગઝલ સંગ્રહમાંથી એક ગઝલ.:
કાળું ફૂલ

મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની
હું ગાઉં કે ન ગાઉં મારા કિસ્મતમાં નફરત જ છે.
મારા મોઢામાં કટૂતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ?
મારા મોઢા પરનાં આ ક્રૂર ફટકા વિશે શું કહું ?
હું આ ખૂણામાં પાંજરામાં બંધ છું, વિષાદ અને વેદના સાથે.
હું કોઈ આશય માટે જન્મી નથી, અને મારા હોઠ સીવી લેવાના છે.
મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે, ખુશીની મૌસમ
પણ મારી પાંખો બંધ છે અને હું ઊડી શકતી નથી.
હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યારે મારું પાંજરુ ખૂલશે
અને હું મારું માથું બહાર કાઢીને મસ્તીથી ગઝલ ગાઈશ.
હું પવનમાં હાલતી લતા જેવી કમજોર નથી
હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે...
-લંડ્ન 'ટાઈમ્સ' :નવેમ્બર 13,2005



Read
Nadia Biography and Poetry.






Thursday, January 26, 2006

my voice- મારો અવાજ

આજે પ્રજાસતાક દીવસ છે, દરેક દેશને પોતાનું બંધારણ હોય છે અને તે બંધારણ તે દેશની છબી અને મિજાજ પ્રસ્તુત કરતુ હોય છે પણ આપણા દેશનું બંધારણ એક એવી ગાય જેવુ છે કે જેના હાથમાં સતા હોય તે આ ગાયરુપી બંધારણ ને મનફાવે તેટલીવાર દોહી શકે છે.
કરમની કઠણાઈ તો એ છે કે આપણ ને વડાપ્રધાન પણ ચાટણવૃતી જેવો મળ્યો, સાઉદી અરેબીયા નો રાજા જે પ્રજાસતાક દીવસ નો મુખ્ય અતિથી હતો તેને એરપોરર્ટ પર લેવા આપણા આ વડાપ્રધાન ખુદ ગયો[કોઈ દેશમાં આવુ બનતુ નથી કારણ કે વડાપ્રધાન ના પદની એક ગરિમા હોય છે] અને આ સાઉદી અરેબીયાનો રાજા જે ખુદ લોકશાહી નો વિરોધી છે અને અન્ય ધર્મ પ્રત્યે ભેદભાવ રાખે છે તેને આપણે મુખ્ય અતિથી તરીકે રાખ્યો.
જાવા દયો આ બધી વાતો આ પોપાબાઈ નું રાજ છે, કવિ મહેશ ભટ પોતાના કાવ્યમાં કહે છે :
અવાજના અનેક રુપ છે.....
દીવાળીના ઉત્સવ વખતે
કાન ફાડી નાખતા ફટાકડાઓમાં
અવાજ ધુમાડો બની જાય છે......
જેની અડધી વસતિ
જ્યારે અડધી ભૂખી રહેતી હોય ત્યારે
પ્રજાસત્તાક દિને આકાશમાં ઊડતા હેલિકોપ્ટરની
ઘણઘણાટીમાં અવાજ અશાંત બની જતો લાગે છે !
જુઠાં,પોકળ વચનોનો વરસાદ વરસાવતા
નેતાઓના કર્કશ ભાષણોના ભાર નીચે
એ ચગદાઈ જાય છે......
ભાડૂતી માણસોના 'ઝિંન્દાબાદ' ના સૂત્રોમાં
ખરીદાયેલો અવાજ 'કોલાહાલ' બની કાય છે.
ને રેલ્વે પ્લેટફોર્મ પર રોજી રળવા બરાડા પાડીને કંટાળો
આપતા ફેરિયાઓનો અવાજ 'ઘોંઘાટ' લાગે છે.
'આવો' ના અવાજનું અમૃત મે પીધું છે....
'આવજો' નુ માધર્યુ મેં માણ્યું છે.
કેટલાક અવાજ કર્ણપ્રિય હોય છે
જેમ કે વહેતા પાણીનો
જંગલમાં સંચરતા પવનથી નાચતાં પાંદડાઓનો
શૈયામાં મધરાતે પાસું ફેરવતી મુગ્ધાની બંગડીઓના
રણકારનો
અને હમણા જ બોલવા શીખેલા બાળકની
અસ્પષ્ટ કાલી બોલીનો.....
પણ...હું એ અવાજની પ્રતીક્ષા કરું છુ
જે માત્ર મને જ સંભળાવાનો છે
જેના આંદોલનો પકડી હું ઊર્ધ્વગામી બનવાનો છું....
જે મારા અંતરમાંથી ઊઠવાનો છે....
એવો મારો અવાજ...
=કવિ મહેશ ભટ

Sunday, January 15, 2006

my country's search a candle- મીણબત્તીની શોધાશોધ ચાલે છે......

હમણા પોરબંદરમાં દંભીઓનો મેળો હતો અને જેમાં આપણા ઈંડિયાના[ભારત ના નહીં] રાષ્ટ્રપતિ તેના અધ્યક્ષ હતા આ મેળાનુ નામ હતુ "વેલ્ય એજ્યુકેશ્ન" અને રમેશ ઓઝા નામના કથાકાર કે જે કર્મકાંડીઓની ફેકટરી ચલાવે છે અને જેમાં ફકત બ્રાહમણ લોકોને ને જ પ્રવેશ આપવામાં આવે છે તે સંસ્થામાં એક વિજ્ઞાન ગેલેરીનુ ઉદઘાટ કરવાનુ.
રાષ્ટ્રપતિ પોરબંદર આવ્યા અને 6[છ] જીલ્લાની પોલીસ તેના રક્ષણ માટે આવી અને બીજા અગણિત ઓફિસરો આવ્યા[ફરજંદેખાસ] અને રાષ્ટ્રપતિ ને મજા આવે કે નાગરિકો ખુશાલીમાં છે તે માટે જે લોકો આખા વર્ષ ના ખીચડી-ચોખા ખાઈ શકે તે માટે પતંગ નો ધંધો કરતા હતા તેને દુર કર્યા અને અનેક લોકોને ધંધા બંધ કરાવ્યા,આમ આ મહાશય આવ્યા અને પોતાનુ કર્ણપ્રિય ભાષણ આપ્યું[અંગ્રેજીમાં આપ્યું] કોઈને ક'ઈ ખબર પડી નહી.આ મહામાનવ બાળકો ગમે છે તે માટે દરેક શાળામાંથી ફરજીયાત બાળકોને લઈ આવ્યા[આજુબાજુ ના દરેક ગામડામાંથી].
ચાલો તો આનો ખર્ચ માંડીએ; 6 જીલ્લાનીએ પોલીસ નો ખર્ચ અને તેના વાહનો,અગાઉથી આવેલા ફરજંદેખાસ ના ખર્ચાઓ. મારા માનવા મુજ્બ 1 થી 2 કરોડ ની વચ્ચે ખર્ચ આવ્યો અને મહામાનવે જે જે 2 બિલ્ડીંગ ના પોતાના કમલ હસ્તે ઉદઘાટ કર્યા તેની કિંમત અંદાજીત 25 લાખ છે.
તો ચાલો આપણે બધા સાથે મળીને બોલીએ "લોકશાહી અમર રહે", "રાજાશાહી નો નાશ થાય"[આ સૂત્ર આપણે દંભી છીએ એટલે જોરથી બોલવાનુ અને પ્રથમ શબ્દ નો સ્વર લંબાવાનો] મહેરબાની કરીને ડો. સિધ્ધાર્થભાઈ અને પંચમભાઈ કોઈ એવી દવા કે ઈંજેકશન આવતા હોય જે ઉપરના સૂત્ર લંબાવીને ગાઈ શકાય તો મને મોકલાવજો જેથી હું પણ અન્ય લોકોની જેમ સુ-સ્વર બોલી શકું.

અરે કોઈ તો
********
હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્ર્ક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટયુબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળુ થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપ-લે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફયુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ.....
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
"કાલીદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
કો'ઈ તો
ઈલેકિટ્રશિયને બોલાવો ! "
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
"અરે ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ......
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે......
=કવિ જગદીશ જોશી

Sunday, January 01, 2006

never voice can dig - અવાજ ને ખોદી શકાતો નથી

આપણે સાચુ બોલી શકતા નથી ને ખોટુ સાંભળી શકતા નથી કારણ ? આપણુ જીવન દંભ જેવુ થઈ ગયુ છે આપણે બુધ્ધિથી વધુ જીવન જીવીએ છે ચાર્લી ચેપ્લિને કહયુ હતુ કે "we think too much and feel too little.more than machinery we need humanity.more than cleverness we need kindness and gentleness.without these qualities life will be violent and all will be lost અર્થાત 'આપણે બુધ્ધિથી વધુ પડતુ જીવીએ છીએ અને હદયથી નહીવત.યંત્રોથી વિશેષ તો આપણને માનવતાની જરુર છે.ચાલાકીથી વિશેષ તો આપણને દયા અને નમ્રતાની જરુર છે. આ સદગુણો વિના જીવન હિંસક બની જશે અને આપણો સર્વનાશ થશે'. આજે આપણો પોતાનો અવાજ પણ ભાડુતી બની ગયો છે અને આપણુ જીવન ધુતરાષ્ટ્ર જેવુ થઈ ગયુ છે. ચાલો આવી ચિંતાઓની કરીને આપણો રવિવાર શા માટે બગાડીએ ? આજે કવિ લાભશંકર ઠાકર નુ કાવ્ય પ્રસ્તુત કરુ છુ અને તેનુ શિર્ષક છે "અવાજને ખોદી શકાતો નથી".

અવાજને ખોદી શકાતો નથી.

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતુ6 નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.તો
સફેદ હંસ જેવા આપણા સપનાઓને
તરતાં મૂકવા માટે. ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડયું છે એ ખરું.
પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ અવાજને ખોદી શકાતો નથી નૈ ઊંચકી શકાતું નથી મૌન.
=કવિ લાભશંકર ઠાકર