Sunday, December 25, 2005

when i thought-મારા વિશે વિચાર કરું છું ત્યારે

આજે આપણે માયા એંજેલુ ની કવિતા કે જેનો અનુવાદ મહેશભાઈ દવે કરેલ છે તે પ્રસ્તુત કરુ છું.કાવ્યમાં માયા કહે છે કે જ્યારે હું મારા વિશે વિચારુ કરું છુ ત્યારે હસીહસી ને બેવડી થઈ જાઉ છું કારણે એક સમય એવો હતો કે જેને ઘરે હું કામ કરતી હતી તેની નાનકડી બેબી પણ એય છોકરી કહીને બોલાવતી આવા અનેક અપમાનો સહન કર્યા હતા અને જ્યારે માનવી ગરીબ હોય છે ત્યારે અનેક પ્રકારની લાચારી ભોગવી પડે છે.કવિશ્રી સુરેશ દલાલે આ કાવ્યના વિવેચનમાં લખેલ કે આમ તો અંદર જવાળામુખી છે,ઝુકી ન જાઉ એટલું સ્વાભિમાન છે તો સામા પક્ષે ફીટે નહીં એવી ગરીબી છે.ભુખ્યં પેટ હમેંશા દુ:ખી હોય છે.આસપાસના વિશ્વને જોઈ લીધું.જોવા જેવુય નથી અને રોવા જેવુંય નથી.હસીહસીને લોથપોથ થઈ ગઈ છું.માણસો જોઈ લીધા.સ્કીન ડીપ કલ્ચરના માણસો છે.ફળનો પાક ઉતારે છે પણ એમને ફળના ગર્ભમાં કે ફળના આત્મામાં રસ નથી. એ લોકો તો છાલ ને છોતરાં ખાય એવા માણસો છે અને એટલે જ આ બધાને જોઈને રડવું આવે ત્યાં સુધી હસું છું.
મારા વિશે વિચાર કરું છું ત્યારે
***************************
મારા વિશે વિચાર કરું છું ત્યારે
હસીહસીને લગભગ મરવા જેવી થઈ જાઉં છું
મારું જીવન એટલે એક મોટી મજાક :
નૃત્ય મારું ચાલવા બરાબર ને
ગાયન મારું બોલવા બરાબર
એટલું તો જોરથી હસવું આવે છે કે
શ્વાસ રુંધાય છે ને ઉધરસ ચડે છે
મારા વિશે વિચાર કરું છું ત્યારે
આ સદગૃહસ્થોના વિશ્વવમાં
મેં કાઢયાં છે સાઠ વર્ષ :
જેની હું સંભાળ રાખું છું તે બેબી,
‘એય છોકરી’ કહીને મને બોલાવે છે
ને મારે તો ભાઈ કામ કરવું છે તેથી
તેને હું ‘બેન-બા’ કહી સંબોધું છું
ઝુકે નહી તેટલું અભિમાન
ફીટે નહીં એટલી ગરીબી
પેટ દુખી જાય એટલું હસવું આવે છે.
મારા વિશે વિચાર કરું છું ત્યારે.
મારા લોક પણ મને હસાવે છે
એટલા જોરથી હસાવે છે કે
હું મૃતપ્રાય: થઈ જાઉ છું .
તેઓ ફળના પાક ઉતારે
પણ ખાય છે માત્ર તેના પરની છાલ
રડવું આવે ત્યાં સુધી હસું છું
મારા લોક વિશે વિચાર કરું છું ત્યારે.
=કવયિત્રી માયા એંજેલુ -અનુવાદ મહેશ દવે

Sunday, November 27, 2005

story of one chicken-મરઘાની વાત

આ કાવ્યમાં કે જે હું આજે આપની સમક્ષ કવિ "ઉદયન ઠક્કર" પ્રસ્તુત કરું છુ જેમાં મારી તમારી બધાની વાત છે.

આ ફકત એક મરઘાની વાત છે
**************************
મસિજદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાંનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે.
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.
પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝલાશે,
જંગલમાં ભાગે તો ભીંલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈંડિયા છોડી દે
તો રોમ ને રંગૂનમાં રાંધશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપાશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે.
સંતાઈ છુપાઈ જશે તો ગોતીગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો, મણિલાલ જાય કયાં ? મણિલાલ કરે શું ?
=કવિ ઉદયન ઠક્કર

Tuesday, November 22, 2005

waiting someone

"સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ,
ચાલ, મજાની આંબાવાડી ! આવળ બાવળ રમીએ."

પ્રતિક્ષા નો આનંદ પણ કંઈ'ક ઔર જ છે,જ્યારે સમગ્ર સંસારનાં પાત્રો જેને આપણા માન્યા હોઈ તેજ વિમુખ થઈ જતા જોઈ ને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે પણ છતાં એમ થાઈ છે કે ના હજી કો'ક તો છે જે કે જેના હ્રદયમાં મારુ સ્થાન છે અને તે મારાથા વિમુખ નથી અને આ પાત્રની પ્રતિક્ષા હોઈ છે "સુરેશ દલાલ" પોતાના કાવ્યમા આવું જ કંઈ'ક કહે છે :

કોઈ રસ્તાની ધારે ધારે
બેસી સાંજ સવારે
તારી રાહ જોંઉ છું.
ઊડતાં ઊડતાં પંખીઓ પણ
તારું નામ પુકારે
તારી રાહ જોઉ છું.
તારું નામ લઈને આભે
સૂર્યોદય પણ થાતો .
સૂરજ તારું નામ લઈને
સાંજે ડૂબી જાતો.
કદીક આવશે તું :
એવા અગમતણા અણસારે
તારી રાહ જોઉ છું.
વનની કેડી વાંકીચૂકી : મારે કેડી સીધી .
મેં તો તારા નામની
મીઠી કમલકટોરી પીધી.
રાતની નીરવ શાંતિ :
એના રણઝણતા રણકારે
તારી રાહ જોંઉ છું.

Tuesday, October 04, 2005

navaratri Goddess festival start today



Hindu Festival Navaratri start today.navaratri means nine night and each day worship separate Goddess[Davi]today first day and we worship Goddess Sailaputra - Daughter of the Himalayas[right side above Goddess photo] also in night folk dance "dandiya Ras.

Goddess Parvati[Sailaputra] slokas
Yaa Devi Sarva Bhooteshu Buddhi Roopena Samsthita
Namastasyai Namastasyai Namastasyai Namo Namaha.
means
Meaning:Salutations again and again to the Devi (Goddess) who resides in all beings in the form of intelligence.


Thursday, September 29, 2005

fresh flower's rose-તાજુ ગુલાબનું ફુલ

બાળપણની મઝા જ કંઈક જુદી છે અને બાળકો હમેંશા નિર્દોશ દંભ વગરની જીવન જીવતા હોય છે કવિ એસ.એસ.રાહી પોતાના કાવ્યમાં કહે છે :
તાજા ગુલાબનું ફુલ
*************
વહેલી સવારે બગીચામાં
એક યુવાન પ્રેમીને તેની પ્રેમિકાને
આપવા માટે
તાજા ગુલાબનું ફુલ તોડતો
જોઉ છું ત્યારે
હું ચૂપ નથી બેસતો.હું તેને તેમ કરતાં ચોક્કસ રોકું છું
કારણ.......?
એક ગરીબ પિતા
તેની ઝૂંપડીની બહાર
તેનાં કુમળા બાળકોને સોટીથી
મારતો જોંઉ છું ત્યારે
હું તેને તેમ કરતાં ચોક્કસ અટકાવું છું.
કારણ.......?
લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતો
એક વુધ્ધ
રસ્તો ક્રોસ કરવાં માટે
આજુબાજુ જુએ છે ત્યારે
હું તેની પાસે પહોંચી જાઉ છું અને
તેને હું મારા જમણા હાથનો ટેકો આપી
રસ્તો ક્રોસ કરાવું છું.
કારણ.......?
સિટી બસ ચિક્કાર ભરેલી છે.
એક બસ સ્ટેંડ પાસે એક યુવતી
તેના સાવ નાના બાળકને લઈને
બસમાં ચઢે છે.
બેસવાની જગ્યા માટે તે આમતેમ
જુએ છે.
ત્યારે હું તેને મારી સીટ ખાલી
કરી આપું છું અને તેને ત્યાં
બેસવા કહું છું.
કારણ.......?
કારણ કે જ્યારે આવું કશુંક બને છે
ત્યારે મારામાં સૂતેલો બાળક સફાળો
જાગી ઊઠે છે...
=કવિ એસ.એસ.રાહી

Sunday, September 25, 2005

waiting-પ્રતીક્ષા

થોડોક સમય હમણા બહાર ગયો હતો ડુંગરોમાં રખડવા એટલે કંઈ લખી શકાયું નહી અને આજે જ પ્રીતિસેન ગુપ્તા ની કાવ્યની બુક મારા હાથમાં આવી,પ્રીતિસેન પોતે એક સારી પ્રવાસ વીરાંગના તો છે જ પણ તેમનાં કાવ્યો પણ સારા હોય છે તો આજે તેમનું કાવ્ય "પ્રતીક્ષા" અહીં પ્રસ્તુત કરુ છું
પ્રતીક્ષા
********
ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી.
ફુલો મધુનાં ભારથી લચી પડે તો
શું ?
મન થાશે ત્યારે જ
ફરફરતું
પતંગિયું આવશે.
રસ્તામાંનાં
ખાબોચિયામાં
છબછબિયાં કરવાનું
મન નથી થતું હવે.
ભેજની શેવાળથી
છવાયેલાં કાચ પર
નામ લખી દેવાનું
તોફાન નથી સૂઝતું હવે.
અવરજવર તો રહી.
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડયાં,
પણ કોઈનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.
જાણું છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયું ભમ્યાં કરે તેને માટે
ફુલોએ સાજ સજવા,
જેનો સ્પર્શ થવાનો નથી
તે સુવર્ણમણિની આશામાં તપોમગ્ન
રહેવું
તે તો છે
અપાત્રને કરેલું દાન.
= કવિયત્રી પ્રીતિસેન ગુપ્તા
*************************************************************************************
જાહેરાત
Public release of well known Gujarati poet
Shree Rajendra Shukla’s
‘Gazal-Samhita’: a set of 5 books
a work of almost 30 years…..
450 Gujarati Gazals….in just Rs 300.

The poet himself has not shown any interest in publishing for last 25 years after his second collection of poems in 1981 (Antar Gaandhaar).

The close friends and die-hard fans of him finally managed everything from publishing to public release of his work on 4th Sep 2005 in Gajjar Hall, Ahmedabad.

Let us contribute (invest) a little towards Gujarati and to appreciate the poet’s 30 years of work by purchasing this set. This is really a good set to gift fellow friends and relatives.

You may obtain this set from:

Gazal Samhita
SaHraday Prakashan
714, Anand Mangal-3
In Opp street to Doctors’ House
Ambavadi, Ahmedabad 380006

Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755


Other detail:
http://www.commsp.ee.ic.ac.uk/~pancham/mystuff.html

Tuesday, September 06, 2005

bhoja bhghat-ભોજા ભગતના ચાબખા

થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં સાધુઓની કામલીલા કૌભાંડ બહાર આવ્યુ હતુ અને કેવી કેવી પાપલીલા તેઓ આચરે છે કુમળા નાની વયના બાળકો સાથે તે વાંચીને થયુ કે આવા સાધુઓને તો ફાસીએ લટકાવી દેવા જોઈએ અને સૌરાષ્ટ્રની પ્રજાની એક ખાસીયત છે કે કોઈ પણ બાવો હોય અને તે હિન્દી બોલતો હોય તો તેને પગે લાગવા માંડે અને જાણે તે ઈશ્વર હોય તેમ તેની સેવા કરવા માંડે એટલે જ આજે સૌથી વધુ ઢોંગી ધુતારા સાધુ સૌરાષ્ટ્ર્માં જોવા મળે છે
આવુ અત્યારે છે તેવુ જ 200 વર્ષ પહેલા પણ હતુ અને તેથી જ ભોજા ભગતે તેના ચાબખા માં સાધુઓની પોલ ખુલી પાડી હતી.
ભોજા ભગતના ચાબખા
**********************
દુનિયા ભરમાવા ભોળી,ચાલ્યો બાવો ભભૂતિ ચોળી રે ;
દોરા ધાગા તે ચિઠી કરે બાવો,આપે ગુણકારી ગોળી રે.
અનેક જાતના એવા બને છે,કોઈ કણબી કોઈ ગોળી રે ;
નિત્ય નિત્ય દર્શન નિયમ ધરીને,આવે તરિયતણી ટોળી રે ;
માઈ માઈ કહી માન દિયે પણ, હૈયે કામનાની હોળી રે.
ચેલા ચેલીને ભેળા કરી બાવો, ખાય ખીર ખાંડ્ને પોળી રે ;
ભોજા ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળી રે.

ચાબખા-2
જોઈ લ્યો જગતના બાવા, ધર્યા ભેખ ધૂતિને ખાવા,
પ્રેમદાઓ ઘણી પાણી ભરે ત્યાં, નિત્ય નિત્ય બાવો જાય ના'વારે.
રાંડી છાંડી ઘેર નર ના હોય તો, બાવોજી બેસે ગાવા રે,
લોકોના છોકરાં તેડી રમાડે, બાવો પરાણે પ્રીતડી થાવા રે :
ગૃહસ્થની સ્ત્રી જયારે રિસાય છે, ત્યારે બાવોજી જાય છે મનાવા રે,
સિધ્ધાઈ દેખાડી શાણા સમજાવે, પણ હવાલ છે હાવા રે :
રાખો ચોળી પણ રાંડોના રસિયા, ખોળે હરામનું ખાવા રે,
ધૂપ કરીને ધ્યાન ધરે બાવો, ભોળાને ભરમા રે :
ભોજા ભગત કહે ભાવે સેવો એને, જમપુરીમાં જાવા રે.
= ભોજા ભગત
આવા નાકાતૂટ બાવા 200 વર્ષ પહેલા પણ હતા એટલે જ ભોજા ભગત જેવા કહેતા ગયા પણ આપણે હિંદુઓ એ ઈતિહાસમાંથી કોઈ દિવસ બોધપાઠ લીધો નહી અને આજે આપણે આ બાવાઓના ભવાડા જોઈએ છે.
=અશોક ઓડેદરા

Saturday, August 27, 2005

Lord krishna birth day-જનમાષ્ટમી


આજે જન્માષ્ટમી છે અને નટખટ કાનજી કે કાનુડાનો જન્મદિવસ,ક્રુષ્ણનો એક એવો પણ અર્થ થાય છે કેન્દ્ર અને સમગ્ર હિંદુ ધર્મનું જો કોઈ કેન્દ્ર હોય તો તે ક્રુષ્ણ છે. ભારતની કોઈ પણ ભાષાના કાવ્યનું અધ્યન કરવામા આવે તો સૌથી વધારે કાવ્ય લખાયેલ હોય કોઈ એક વ્યકિત ઉપર તો તે શ્રી ક્રુષ્ણ છે. આજે આવું જ એક કાવ્ય જે કવિ શ્રી રવિન્દ્ર પારેખ નું છે જેમાં કવિ ફરીયાદ કરે છે કે તમે રાધા ને શા માટે છોડી દીધી ? ક્રુષ્ણ એક જ એવાં ભગવાન છે કે તેની સાથે મિત્રની જેમ વાતો કરી શકાય કે ઝગડો પણ કરી શકાય બીજા બધા ભગવાનો સાથે કરી શકાતુ નથી.

ગોકુળિયું
***********
મથુરાની આંખોને લ્હેવા જતાંય કદી
મનમાં શું એમ જરા આવ્યું ?
કે ગોકુળ મોંફાટ હશે રોયું !
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું-

દોમદોમ સાહ્યબીમાં એવાં ગરકાવ
ગયું મોરપિચ્છ પાછું રે મોરમાં,
વાંસળીના સૂર ફરી વાંસે ઠેલાય
તોય ફરતું સુદર્શન કૈં તોરમાં,
ગોકુળ તો રાધાની આંખોનું ફુલ !
કેમ ખીલતાં પહેલા જ તમે તોડયું ?
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું-

પડછાયા સોનાના પડતા જ્યાં હોય
નામ રાધાનું ક્યાંથી હોય,
ગોકુળ તો રાધાની જમુનાભર આંખ
અને વનરાવન ચાંદનીમાં રોય,
ગોકુળનો અર્થ હવે કેવળ વ્યાકુળ
તોય એકાદું આંસુ ના લ્હોયું,
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું-
=રવીન્દ્ર પારેખ

Saturday, August 20, 2005

porbandar birth day-પોરબંદર નો જન્મ દિવસ

આજે શ્રાવણી પૂનમ અર્થાત નાળીયેરી પૂનમ રક્ષા બંધનના રોજ પોરબંદર શહેરની સ્થાપના થયેલ હતી.વિક્ર્મ સંવત 1046 સોમવાર ઈ.સ. 7-8-990 ના રોજ સવારે 9=15 કલાકે થયેલ અને પોરબંદરની જન્મ કુંડલી પણ બનાવે જે આજે હયાત છે અને આજે પોરબંદર 1015 વર્ષ પૂરા કરે છે.
પોરબંદરનું પ્રાચીન નામ પૌરવેલાકુળ હતુ.પોરબંદર જેની જન્મભૂમી રહી હોય અને પ્રખ્યાત થયેલા હોય એમાં સિંધ્યા શિંપીગના માલીક શેઠ શ્રી મોરારજી ગોકળદાસ,ક્લાગુરુ રવિશંકર રાવળ, ગુલાબદાસ બ્રોકર,લેખક નારાયણ વસનજી ઠાકર,લોકસાહિત્યકાર મેરુભા ગઢવી,કનુભાઈ બારોટ, રતિલાલ છાયા,દેવજી મોઢા,ડો.ચંદ્રકાંત દંતાણી,ઈતિહાસકાર મણીભાઈ વોરા અને નરોતમ પલાણ,વનસ્પતિ વિશેજ્ઞ જયકૃષ્ણ ઈંદ્રજી,કવિ સુંધાસુ,ઘી ના વ્યાપારી ભાણજી લવજી ઘી વાળા,દેના બેંક ના માલિક દેવકરણ નાનજી,પ્રખ્યાત ચિત્રકાર માલદેવ રાણા કેશવાલા અને તેના શિષ્યો જે પણ ચિત્રકલામાં નાંમાકીત થયા તેવા નારાયણ ખેર,જગન્નાથ આહિરવાસી,અરસિંહભાઈ રાણા.ક્રાતિક્રારી છગન ખેરાજ, હારમોનિયમ વાદક દ્રારકેશ મહારાજ અને તેના પુત્ર શ્રી રસિકરાય મહારાજ અને ગોંવિદરાયજી મહારાજ. લેખક વિજયગુપ્ત મૌર્ય.મધુસુદન ઢાંકી.

પોંરબંદર સાથે જેનો નાતો રહેલ છે અને જેની કર્મભૂમી રહેલ છે તેવામાં સાહિત્યકાર મનસુખભાઈ ઝવેરી,દેશળજી પરમાર,પુષ્કર ચંદરવાકર,નવલિકા સમ્રાટ ધૂમકેતુ અને સમાજ સેવક પૂ.ઠક્કરબાપા.
પૂ.ગાંધીજી અને શ્રી ક્રુષ્ણના સખા સુદામા ની જન્મભૂમી રહેલ છે.
આવા અમારા પોરબંદર શહેરનો આજે જન્મ દિવસ છે અને અમારી ગામડાની મેર જાતિના લોકો પ્રેમથી "પોર" તરીકે બોલે છે અને અમારા પોર નો કવિ દામોદર ભટ્ટ "સુધાશુ" લખે છે :
મહેતો છું મારા માલેકનો હો જી !
******************************
દફતર ધણીને દેશું રે જીવને લખ્યં રે,
મહેતો છું મારા માલેકનો હોજી !
કરમની કલમની ભળાવી મારા સાહ્યબે,
આરાધક ધણીના અહાલેકનો હોજી !
ભરી ભરી સાહ્યબી
વિભવની વાનગી,
આતમને ખાતે તો ખતવીને આપી ઉરને,
પરમની પરવાનગી હોજી !
સાચાખોટાં લેખાં રે તપાસે ખાતાવહી ખૂંદીને,
જમા રે કર્યુ એ તો જાણે રે હોજી !
ઉધારમાં ધીર્યુ રે કાંઈ કાંઈ નોખું નાણુ રે,
તારીજો જુદા કરી તાણે રે હોજી !
ખાતાવહી ખેમની,
જિંદગાની પ્રમની,
આપવી છે સાચી રે લખીને અલખની લેખણે,
કરવી છે રજૂ હતી જેમની હોજી !
લેવીદેવી રકમું રોકાતી મારા નાથને ,
સાચવું હું આતમઆંટ હોજી !
આંક એક ઓછો ના રહે માગું મનડાને માયલે,
ગમ પાડો હરિ ! મારી ગાંઠને હોજી !
=કવિ સુંધાશું

Tuesday, August 16, 2005

person-માણસ

માણસ
******
સમય નામન ઘાટ ઉપર,સંબંધોના લિસ્સા પથ્થર પર,ધોવાન બહાના હેઠળ
પીટાતો માણસ મેં જોયો છે. તેં જોયો છે ?

શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લાં બાળક જેવી રમત રમીને ગોળ ગોળ કુંડાળે-
શોધી કાઢી તાકીને ઈંટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ?

વાર વારના વાર કરી દે, કટકા એક હજાર કરી દે, કોક જુએ ને કોક ખરીદે
ના માંગો એ ફરી ફરી દે અને છતાંય -
નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી ફરી-
વીંટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ?

વાઢે કાઢે રસ, ને બાળે,બાળી બાળી ફરી ઉકાળે, પછી નિંરાતે
ઠારે ગાળે સઘળાં બેસી એક કુંડાળે-
એ મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં ભરી ભરી-
ઢીંચાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ?
હતી અડાબીડ ડાળો, વચ્ચે એક હતો ત્યાં માળો, પાછો એય-
હતો હૂંફાળો. એમાં પહેલી વહેલી પાંપણ ખોલી નજર કરીને-
આભ જોઈને પાંખ ફૂટી ને પળમાં તો ઊડે એ પહેલાં તીણાં તીણાં
ન્હોર વડે પીંખાતો માણસ મેં જોયો છે. તે જોયો છે ?

ટીપી ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે,
ઘસી ઘસીને ધાર કઢાવે, હાથા એના કૈક બનાવે
આખે આખી જાત છૂપાવી લાગ જોઈને વાર કરે ને પછી ખચાખચ
માણસ પર ઝીંકાતો માણસ મેં જોયો છે. તે જોયો છે ?
= કવિ કૃષ્ણ દવે
કવિ કૃષ્ણ દવે માણસ કેવો હોય છે તે પોતાના કાવ્યમાં કહી દીધુ છે, જે પશુ-પંખી ન કરી શકે તે દરેક કામ સિફતાથી માણસ કરી શકે છે.
અશોક ઓડેદરા

Tuesday, August 09, 2005

remember's-સ્મરણો

વરસાદી મૌસમમાં કોઈના ભીનાં સ્મરણો તાજા થઈ જાય છે અને આંમય વર્ષા ઋતુ જ એવી છે મેઘલી રાતે પોતાના પ્રિયજન પાસે ન હોય તો વર્ષા ઋતુ આંનદ ને બદલે વિરહ ઉત્પન કરે છે વલ્લ્ભ વિધાનગર ની એન.વી.પટેલ સાયન્સ કોલેજનાપ્રાધ્યાપક વિસ્મય પટેલ પોતાના કાવ્યમાં આવીજ વાત કહે છે.
સ્મરણો
*********
ભીંતે કંકુ થાપા જેવા રાતાં સ્મરણો
પાનેતર પહેરી દૂર ગયાં ડૂસકાતાં સ્મરણો
સીમ ખેતરે ઝાકળમાં પરખાતાં સ્મરણો
તરુવર ડાળે પંખીઓ પણ ગાતાં સ્મરણો
ખરા બપોરે લૂ-ની સાથે વાતાં સ્મરણો
સાંજ પડે ને મળવા કાજે ધાતાં સ્મરણો
અવસર ટાણે ક્યાંય નથી સમાતાં સ્મરણો
વર્ષાની ઝીણી ઝરમરમાં ન્હાતાં સ્મરણો
બાળે-ઝાળે:ને પાછાં લ્હેરાતાં સ્મરણો
કદી એકલાં મૂકીને ના જાતાં સ્મરણો
મળશે પાછાં,આજ ભલે ફંટાતાં સ્મરણો
આંખે આંસુ, હોઠો પર હરખાતા સ્મરણો
=પ્રા.વિસ્મય પટેલ

Tuesday, July 19, 2005

we always remember's you-અમે તને રોજ યાદ કરીશું

ગઈકાલે તારીખ 18/7/05 સોમવારના રોજ મારો પ્રિય વિધાર્થી અને મારો મિત્ર "હરીયો" નું દુ:ખદ અવસાન પામ્યો.આ હરીશ જેને અમે બેરણ ગામના લોકો "હરીયા" નામે જ બોલાવતા,આખા ગામનો લાડકો અને તેની આંખો જોઈને હું ઘણીવાર કહેતો કે હરીયા તારી આંખો હંમેશા આશ્ચ્રર્યચકિત જ હોય છે અને તે હંમેશા દરેક વસ્તુ જોતો હોય તો તેની આંખોમાં આશ્ચર્ય જ હોય છે તે મોટો થયો 15 વર્ષ નો પણ તે બાળક જેવોજ રહ્યો,નાના 1 ધોરણ ભણતા બાળકો સાથે રમવું અને ધીંગા-મસ્તી કરવી, કામ પણ બે માણસ જેટલુ કરે.
આવો અમારો "હરીયો" જે બધાને આંનદ કરાવા જ આવ્યો હતો,બસ બધાને દેતો ગયો પણ પોતે કોઈ પાસેથી કશું લીધું નહીં,આવા મારા મિત્રને શ્રંધાજલી કયા શબ્દોમાં આપવી ? ગામડામાં રહેતો ગરીબ પણ દિલનો અમીર એવા અમારા "હરીયા" ને કવિ નરસિહરાવ દિવેટિયા ના શબ્દોમાં કહીએ તો :

મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો,
દયામય !
મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યં ,
દ્રાર ઊભો શિશુ ભોળો ;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો ,
શિશુને ઉરમાં લ્યો, લ્યો
દયામય !
મંગલ મંદિર ખોલો !
નામ મધુર તમ રચ્યો નિરંતર ,
શિશુ સહ પ્રેમે બોલો ;
દિવ્યતૃષાભર આવ્યો બાલક ,
પ્રેમે અમીરસ ઢોળો ,

દયામય !
મંગલ મંદિર ખોલો !
=કવિ નરસિંહરાવ દિવેટિયા
આવો હતો અમારો "હરીયો" હવે તો બસ તેની સ્મૃતિ જ રહી અને તેનો અવાજ જે અમે કદી ભુલી શકવાના નથી.

Monday, July 11, 2005

commerce men's love-વાણિજ્ય વ્યવસ્થાવાળાનો પ્રેમ

દરેક વ્યકિતનો પ્રેમની અભિવ્યકતી અલગ હોય છે કોઈ જાહેરમા6 પ્રગટ કરે છે તો કોઈ છાનાખૂણે પોતાની વેદના આંસુઓ દ્રારા પ્રગટાવે છે અને કોઈનો પ્રેમ ઓછો હોતો નથી પણ આપણી અપેકક્ષા જ્યારે વધી જાય છે ત્યારે આપણને એમ લાગે છે કે સામાવાળાનો પ્રેમ ઓછો છે.
દરેક વ્યકિતની પ્રેમની અભિવ્યકતી અલગ હોય છે,ગામડામાં રહેતો કોઈ જુવાન જ્યારે પ્રેમભગ્ન થય જાય ત્યારે તે પોતાની વેદના અલગ રીતે વ્યકત કરે છે અને શહેરમાં રહેતો જુવાન પણ અલગ રીતે વ્યકત કરે છે એનો અર્થએ નથી કે ગામડામાં રહેતો જુવાનનો પ્રેમ ઓછો છે તેનો પ્રેમ પણ એટલો જ મહાન છે જેટલો અન્ય લોકોનો હોય છે તેટલો.
અને જે વ્યકિત વાણિજ્ય અર્થાત વ્યાપારમાં પડેલો હોય અને તે પ્રેમભંગ થાય તો કેવી રીતે પોતાની વ્યથા વ્યકત કરે ? દાખલા તરીકે અમારા પોરબંદરના નેટ સંચાલક શ્રી અજયભાઈ જે કોમર્સના વિધાર્થી છે તે જો પ્રેમમાં નિષ્ફળ જાય તો કેવી રીતે પોતાની વેદના વ્યકત કરે ?[આપણે ઈચ્છીએ કે તે સફળ થાય]માટે અજયભાઈ ખોટુ લગાડતા નહી આતો એક ઊદાહરણ છે, રાજકોટના નવોદીત કવિ શ્રી કિશોર ભોગાયતા લખે છે કોમર્સનો વિધાર્થી કેવી રીતે પોતાની વેદના વ્યકત કરે:
પ્રેમભંગ વ્યાપારી

હું તારા પ્રેમ માટે કંપની સ્થાપવા માગતો હતો,
પરંતુ નોંધણીનું પ્રમાણ-પત્ર જ ન મળ્યું.
હું તારી કંપનીમાં મેનેજીંગ ડિરેકટર થવા ઈચ્છતો હતો,
પરંતુ તે તો મને બાંયેધારી દલાલ બનાવી દીધો.
હું તારી સાથે સંયોજન દ્રારા જોડાણ ઈચ્છતો હતો,
પરંતુ તે તો મને કાર્ટેલ્સની જેમ બદનામ કર્યો.
હું તને વૈયકિતક પેઢીની જેમ રાખવા માગતો હતો,
પરંતુ તુ ભાગીદારી પેઢી બની જતાં હું છૂટક વેપારી થયો.
હું તો તને ઘણા આવેદન અને નિયમનપત્ર લખતો હતો,
પરંતુ તે મારા પત્રોનું ફાઈલિંગ કર્યુ જ નહીં.
તારા માટે મે વિજ્ઞાનપત્ર દ્રારા શેર બહાર પાડયા હતાં,
પરંતુ લઘુતમભરણા જેટલી રકમ પણ ન મળી.
મુકી દે "કિશોર" આ વાણિજ્ય-વ્યવસ્થાનું ટિચીંગ,
નહિતર તારી સાથે થશે સહકારી બેંકો જેવું ચીંટીંગ.
=કવિ કિશોર ભોગાયતા

Thursday, July 07, 2005

small drop rain-ઝીણા ઝીણા મેહ

આજથી અષાઢ મહીનો શરુ થાય છે,હમણા વરસાદ ને લીધે નેટ કનેકશન બંધ હતુ અને મારી તબિયત પણ બરાબર ન હોવાથી કંઈ લખી શકાતુ નહી પાછું નેટ કનેકશન મારે કેબલથી આવે છે અને તેનુ હબ અમારા પોંરબંદરના જાણીતા ડો.દેવશીભાઈ ખુંટી ના મકાનમાં છે અને રોજ રાત્રે નેટ બંધ થઈ જાતુ અને હુ દરરોજ તેમને રાત્રે ઊઠાંડુ અને તે પણ કોઈ દીવસ ગુસ્સે થાતા નહી અને હસતા મોંઢે દરવાજો ખોલી દેતા અને તેના પત્ની નિરુબેન પણ તેના જેવાજ સ્વ્ભાવવાળા,આવા વ્યકતિઓ બહુ ઓછા જોવા મળે નહીતો બીજા કોઈ હોય તો કહી દે કે ભાઈ રાત્રે આવુ નહી પણ આ અમારા ડો,દેવશીભાઈ ખરેખર માયાળુ અને તેમને કોઈ પણ પહેલીવાર જોએ ત્યારે થઈ જાય કે આ વ્યક્તિની પાસે બેઠા જ રહીએ,તેમની આંખોમાંથી હમેંશા સ્નેહ નીતરતો જોવા મળે અને તેમના પત્ની પણ મમતાની મૂર્તિ સમાન.
આજે નેટ કનેકશન શરુ થયુ છે તો આમાય "અષાઢ" મહીના નો પહેલો દીવસ છે અને આપણા ગુજરાતી સાહિત્યના વિવેચક શ્રી હરિવલ્લ્ભ ભાયાણી લખેલું :
"ગગન કડાકે, હૈયા ખટકે .............ગૌરી દૂરે, પંથી ઝૂરે !"
તો વિનોદ જોષી એ લખેલુ કે :
"પહેલા વરસાદનો છાંટો મૂને લાગ્યો, પાટો બંધાવાને હાલી રે.........માણસને બદલે જો હુ હોત મીંઠાની ગાંગડી છાંટો વાગે ઓગળી જાત"
અને આપણા ગુજરાતી લોકસાહિત્ય પ્ર્ખ્યાત લેખક શ્રી ઝવેરચંદભાઈ મેઘાણી એ લખ્યં :
"આવ રે મેહુલા એ તો નેવલા પાણી, હે ઓલ્યા પા ની છોકરીને જાય દેડકો તાણી"
તો ચાલો આપણે પણ અષાઢના રંગે રંગાઈ જાયે અને વરસતા વરસાદનો આંનદ માણ્યે.અને છેલ્લે આપણા કવિ "ન્હાનાલાલ " નુ કાવ્ય હુ આપની સમકક્ષ પ્રસ્તુત કરુ છું જે આપને ગમશે એવી મને આશા છે.

ઝીણા ઝીણા મેહ

ઝીણા ઝરમર વરસે મેહ,ભીંજે મારી ચૂંદલડી
એવો નીતરે કૌમારનો નેહ,ભીંજે મારી ચૂંદલડી
આજે ઝમે ને ઝરે ચંન્દ્રી ચંન્દ્રીકા,ભીંજે રસિક કોઈ બાલા રે.
ભીજે સખી,ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા: હો ! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,ટમકે મારા નાથનાં નેણાં:
હો ! ભીંજે મારી ચૂંદલડી.
આનંદકંદ ડોલે સુંદરીનાં વૃંદ ને,મીઠા મૃદંગ પડછંદા રે :
મંદ મંદ હેરે મીટડી મયંકની,હેરો મારા મધુરસચંદા !
હો ! ભીજે મારી ચૂંદલડી.
=કવિ ન્હાનાલ


Sunday, June 19, 2005

if in this way-આમ તો

આજે રવિવાર છે અને આકાશમા વરસાદી વાદળા છવાઈ ગયા છે અને વાતાવરણ પણ વરસાદી થઈ ગયુ છે ત્યારે કવિ વિપિન પરીખ નું કાવ્ય યાદ આવી ગયુ જેમાં તેણે કહ્યું છે કે :

આમ તો
*********
આમ તો ખૂબ સહેલી વાત છે જળથી ભીના થવું
પણ
ધોધમાર આષાઢને દિવસે
અનેક લોકો વસ્ત્ર સાચવતા છત નીચે ઊભા રહે ત્યારે
માર્ગ ઉપરથી બધીયે આંખોને વટાવી
ભીના થતાંથતાં ચાલી જવું
થોડીક હિંમત માગી લે છે.
આમ તો ખૂબ સહેલું છે એક ફુલને હાથમાં રમાડવું
પણ
રવિવારની સાંજે બાગમાં ગપ્પાં મારતાં લોકો બેઠા હોય ત્યારે
એક ફુલની પાંખડી સાથે અંગત વાતો કરવી
થોડીક હિંમત માગી લે છે.
બાળક સાથે રમવું એ કંઈ મોટી વાત નથી.
પણ
આપણા નામની આસપાસ
કીર્તિનું સોનું ગૂંથાઈ જાય પછી
ફરી પાછા નાનકડા થઈ રમતમાં ભૂલા પડવું
થોડીક હિંમત માગી લે છે.
આમ તો સહેલી છે મૃત્યની વાતો કરવી વિરકત થઈને
પણ
રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના પડઘા
આપણા ઘર ભણી આવતા લાગે તે પછી પણ
હસતાં રહેવું
થોડીક હિંમત માગી લે છે.
=કવિ વિપિન પરીખ

Thursday, June 09, 2005

till to relative-સ્વજન સુધી

જ્યારે કોઈ આપણાથી દુર થઈ જાય છે જેને આપણા જીવનનો એક ભાગ માનતા હોય છે ત્યારે ન સહેવા જેવુ જીવન થઈ જાય છે. કવિ ગની દહીવાલા કહે છે તેમ :

સ્વજન સુધી
************

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરુર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી 'ગની', તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
= કવિ ગની દહીંવાલા

Tuesday, June 07, 2005

someone's seeing-નજરું લાગી

જીવનમાં ઘણીવાર કોઈકની મીઠી નજરુ લાગી જાય છે ત્યારે જીવન ધન્ય થઈ જાય છે તો આજે આપણા ગુજરાતી સાહિત્યના કવિ હરીન્દ્ર દવે શું કહે છે તે જોઈએ.

નજરું લાગી
************
સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો'ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !
'લ્યો, નજરું વાળી લઉં પાંછી' એમ કહી કો' આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
= કવિ હરીન્દ્ર દવે


Friday, June 03, 2005

you-તમે ટહુકયા

ઘ્ણી વખત જીવનમાં પ્રેમનો દુષ્કાળ હોય છે ત્યારે કોઈ'ક અચાંનક મળી જાય ત્યારે એમ થાય છે "હા આજ મારો અડધો ભાગ છે" જેને હુ વર્ષોથી શોધતો હતો અને ત્યારે શું થાય છે ? તો કવિ ભીખુભાઈ કપોડિયા ના શબ્દો મં કહીએ તો...........

તમે ટહુકયા ને......
*****************
તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું......
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડયું.....
લીલી તે કુંજ્માંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો' સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર માંરું
વાંસળીની જોડ માંડે હોડ.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડયું કે કુંજમાંથી ઝરણું દડયું......
મોરનાં તે પીછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ કયાંય,
એવી વનરાઈ હવે ફાલી
સોનલ કયાંક તડકાની લ્હાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન કયાં...ય
વન આખું લીલેરા બોલે મઢ્યું.......

=કવિ ભીખુભાઈ કપોડિયા

Thursday, June 02, 2005

one questions paper-એક પ્રશ્નપત્ર

જીવનમાં કેટલાક પ્રશ્ન એવા હોય છે કે જેના ઉતર હોતા નથી અથવા તો અમુક પ્રશ્ન જ એવા હોય છે જે ખરેખર ઉતર હોય છે અને અમુક ઉતર જ પ્રશ્ન હોય છે.
આજે અમારા પોરબંદર શહેરની સરકારી લાયબ્રેરીમાંથી એક સુંદર મજાની કવિતાનુ પુસ્તક વાંચતા કવિ ઉદયન ઠ્ક્કર ની કવિતા વાંચવા મળી જે હું આપની સમક્ષ મુકુ છું જે આપને ગમશે એવી મને આશા છે.
એક પ્રશ્નપત્ર
**************
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,
કેમ, ખરું ને........
"હા" કે "ના"માં જવાબ આપો.
3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ ! )
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.
4. નાની પ્યાલી ગટગતટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો'તો ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું
:રસ-આસ્વાદ કરાવો.
5. શ્વાસોચ્છવાસો કોના માટે ? કારણ પૂરાં પાડો.
6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)
7. "તમને હું ચાહું છું, ચાહીશ, "કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી ?
8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેંન્સ્લ વ્હોટ ઈઝ
નોટ એપ્લીકેબલ.

=કવિ ઉદયન ઠક્કર

Tuesday, May 31, 2005

breathing procession-હાંફતુ સરઘસ

આજે માંડ આ ગુજરાતી કાવ્ય લખાણુ કારણ કે ક્યે લાઈટ જાય તેનુ કંઈ નક્કી નહીં આમ તો અમારે પોંરબંદરમા લાઈટ જાતી નથી પણ હમણા થોડીક કયારે કયારેક રિસાઈ જાય છે એટલે ગુજરાતીમાં માંડ થોડુક લખાયુ હોય ત્યાં વિજળી રાણી રિસાઈ જાય પણ આજે નક્કી કરી લીધુ હતુ કે આજે કવિ રાધેશ્યામ શર્મા નુ "હાંફતુ સરઘસ" ગમેતેમ કરીને ભલે લાંબુ કેમ ન હોય લખવું.
આ કાવ્ય આજની પરિસ્થિતી વિષે છે.

હાફતુ સરઘસ
***************
ભાગતી જતી રીક્ષાઓ અને મોટરોના બેકપાઈપમાંથી છુટેલો ઝેરી ધુમાડો,
પાછળ પડી ગયેલી, ઘવાયેલા એક ચરણને અધ્ધર ઉઠાવી ત્રણ પગે ચાલતી ગાયના
નાકમા ગૂંગળામણ પેદા કરે છે ને તેથી ભૂલથી ચોથો પગ હેઠે મૂકી દેવાતાં ગાયથી
નખાઈ ગયેલો ભાંભરડો.
તેલ ઉંજયા વગરની સાયકલના બોબડા બબડાટ સાથે ઘર તરફ વળતા મિલમજૂરોના
મુખમાંથી તમાકુની ગંધથી મિશ્રિત; સરી પડેલા વાકયો,મિલની એક લાંબી કાળી ચીમની
ઉપર શ્વાસ ખાવા બેઠેલા ચંદ્રના મુખ ઉપર અંદરથી આવતી ધુંવાડી છવાતા તેની સકલંક
છાતીમાંથી ખાંસીનું એક ઠૂંઠિયું નીકળી,ચીમની ઉપરથી ઠેઠ નીચે પડી આપઘાત કરે છે તેનો ચિત્કાર “ઝુ”માંથી પ્રથમ ઝાડવાને અફળાઈને, પછી શહેરમાં પ્રસરતી સિંહની સભ્ય ગર્જનાઓ.
હોસ્પિટલના “ઈનડોર” પેશંટની પીળા ગળફાથી સોઢાતી ખાંસી,અધરાતે ડબ્બા વગર જતાં એકલાં એંજિંનોની તીણી વ્હીસલો.
આશ્લેષમાં લેતાં જ તેના વુધ્ધ ધણીને વળેલા પ્રસ્વેદની દુર્ગધથી ત્રાસ પામેલી જુવાન સ્ત્રીનો નિ:શ્વાસ
ગાંડા કેદીઓના તીખા ટાઢા ઉદગારો સ્લોટર હાઉસના ટાઢાં મશીનોની ડહાપણની દાઢના
ભચરડાટ
મોટો વીમો વસૂલ કરવાના ઈરાદે લગાડવામાં આવેલી આગને બુઝાવવા,હાંફળાફાંફળા દોડેલા બંબાઓની કીકિયારીઓ.
પાંચ મિનિટ કાયમ પાછળ પડી જતા,ટાવરના ઝોકે ચઢેલા સેંકંડ કાંટાને ચામાચીડિયું જોસથી ભટકાતાં ઘણા વખતે-અરધો કલાક પૂરો થવાનો એક ખરો ટકોરો વાગે છે.
રેડિયો ઉપરથી મધરાતે અજ્ઞાત ભાષામાં વ્હેતાં થયેલાં ગીતો અને “રીલે” થયેલા ન્ય્ઝ.
પ્રસૂતિગૃહમાં ખાટલે પડેલી કન્યાઓ વેણની વેદનાથી કરે છે અસ્પષ્ટ પ્રલાપો.
નવજાત શિશુના બેસમજ રુદન
અવકાશના કાળમીંઢ ખડકોને ભેદીને ઘસતાં વિમાનો,હામ હારીને હવે રોગીષ્ઠ ઉંદરને ગોતતી બિલાડીના કાચ-આંખોના પલકારા.
મો’મા આવી પડેલા જંતુઓને મમળાવીને ગળી ગયા બાદ ઘરડા ઘુવડે ગાયેલું ઘૂ ઘૂ ગીત.
ખાઉધરી સ્ત્રીની સોડમાં સૂતેલા શિશુનું માતાના વજન હેઠળ ચગદાવું ને છોકરીની કાળી રાડ
કાંચળી કાઢી કયાંક નીકળી પડેલા સાપનો સુંવાળો સળવળાટ.
વિષવમન કરતા-લોહી-લાળ-ઝરતા મુખમાંથી અંધારામાંયે પ્રકાશ પ્રસારતી દંતપંકિતઓના તેજમા,હડકાયા કૂતરાનાં છેલ્લાં ડચકા લેતા ડોળા આગળ કયાંકથી ઊડી આવેલા તારક સમા એક ફુદાનો રેશ્મી-શુભ્ર સંચાર.
”રોન” ફરવા નીકળેલા સિપાઈની ઘસાયેલી બૂટજોડીનો અસ્તવ્યસ્ત આરોહ-અવરોહ.
કેટલાંયે બારી-બારણાંને ઉઘાડાં ફટાક કરી નાસતો ફરતો પવન.
ખીલીથી વિખૂટું પડેલુ દુકાનનું પાટિયું.
આસોપાલવનાં સૂકાંખખ પાંદડાંમાં મોં ઘાલી વિધવાનાં ડૂસકા લે તેના રુદનધ્વનિ.
ત્રીજા વર્ગના વેશ્યાગૃહમાં પ્રથમ રાતે જ, સંવનન સમયે ઉછીની માગી આણેલી પેટ્રોમેકક્ષનો ઓલવાઈ જતાં પૂર્વેનો ભપક ભપક અવાજ.
મંદિરોના ઊંડા ગર્ભગૃહમાં સોનાના પારણે પોઢેલા ભગવાન બાલમુકુંદનાં નસકોરાંની વાગતી વેણુ-[જેનાથી ધીમી,સ્થિર વાટે જલતા એક પ્રદીપનાં કાન પાકી જાય છે].
શતાયુ થવા કરતા ને શય્યા ભોગવતા આજાર વિપ્રનો,ઊંઘમાં અભાનપણે ગળાના હૈડિયાની આસપાસ જનોઈ વીંટાઈ જતાં નીકળી પડેલો વેદનાસિકત ઉદ્દગાર.
ખખડી પડેલી એક મસ્જિદનાં,ફ્લેલા પેટ શા એક માત્ર સાબૂત ગુંબજ ઉપર કેટલાક તારાઓની-કોઈ પયગંબર પેદા થશે કે કેમ તેની ચિંતામાં રાતભર ચાલતી-શિખરમંત્રણાના વિશ્રંભ વાર્તાલાપ.
કાટખાઈ ગયેલી પાઈપોમાં પાણીની સેરનાં એકાએક આગમનથી થતો પ્રકંપ-રણકાર.
[2]
રાતે આ અવાજોનાં હાંફતાં સરઘસ-
ખૂલી રહેલી બારી
બંધ બારણાની તિરાડો
વાતાયન
ઊંઘતાં ખુલ્લા નળ અને
છાપરાના ચૂવામાંથી
[જ્યાંથી અજવાળિયું હોય ત્યારે ચાંદરડાં પણ અવતરે છે]
-ઘરના અસબાબ ઉપર
અને ખાસ તો,
કાતિલ ઠંડીથી બચી જવા આપણે ઓઢી લીધેલા
ચોફાળ કે ધાબળા ઉપર ઊતરે છે !
સોડમાં લઈ હુંફ આપીએ-ના આપીએ
ત્યાં તો એકદમ સવારે
કોર્ટના પટાવાળાની જેમ
છાતી ઉપર ઝગારા મારતો પિતળનો બિલ્લો લગાવી
”ફલાણા ફલાણા” એમ દીર્ઘ સ્વરે નામોચ્ચાર કરી
આ સૌને, સૂર્ય કયાંક હાજર કરી દે છે !
[ઝાકળબિંદુઓનાય આવા હાલ એ નહિ કરતો હોય તેની શી ખાતરી ? ]
એ શું કરી રહ્યો છે
તેની એને ખબર હશે કે બસ....?
=કવિ રાધેશ્યામ શર્મા

Sunday, May 29, 2005

are you remember-તમને ફુલ દીધાનુ યાદ

ગઈકાલે રાત્રીના વૈશાખ સુદ પાંચમ તારીખ 28/5/2005 ના રોજ અમે લોકોએ ગુજરાતી કવિતાને જેણે લોકોને ગાતા કરી દીધા છે એવા શ્રી રમેશભાઈ પારેખ નુ સન્માન કાર્યક્ર્મ રાખેલ હતો અને ગુજરાતી સાહિત્યના પ્રખર અભ્યાસુ એવા શ્રી લાભશંકરભાઈ પુરોહિત એ રમેશ પારેખની કવિતાની સુંદર રસદર્શન પણ કરાવ્યુ હતુ.
તો આજે રમેશ પારેખની જે સુંદર રચના છે "તમને ફુલ દીધાનુ યાદ" આપ લોકોને અહીં આપુ છું અને મને આશા છે આપ લોકોને ગમશે.

તમને ફુલ દીધાનુ યાદ
*********************
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટકરીઓની સાખે તમને ફુલ દીધાનુ યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે, સોનલ.....
અમે તમારી ટગરફુલ-શી આંખે ઝુલ્યા ટગર ટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેલીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફુલ દીધાનું યાદ
અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં
તરે પવના લયમાં સમળી તેનાં છાયાં છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એકસામટું
પાંખ વીંઝ્તું હવા જે વડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ

ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
= કવિ રમેશ પારેખ

Thursday, May 26, 2005

The Great renunciation-મહાભિનિષ્ક્રમણ

મહાભિનિષ્ક્રમણ
****************
ફિલ્મો હું જોતો નથી એમ નથી
પણ એમાં ઘટતી ઘટના
વહેલી કે મોડી મારા જીવનમાં
બનતી હોય છે !
મિત્ર પીઠ પાછળ ખંજર હુલાવે
એમાં કશું નવું નથી
ગરીબીને કારણે જ
પ્રિયાએ સ્વીકાર ન કર્યો હોય
એવો "હીરો" એકલો જ નથી હોતો
શુ બુધ્ધ એકલાએ જ મહાભિનિષ્ક્રમણ કર્યુ છે ?
પત્ની અને બાળક છોડી
મેં પણ કેટલીય વાર
મહાભિનિષ્ક્ર્મણ કર્યુ છે
ફેર માત્ર એટલો જ
બુધ્ધ ખરેખર નીકળી શકયા
જ્યારે હું ફળિયા સુધી પહોંચી
પેશાબ કરી પાછો સૂઈ ગયો છું
= કવિ રમેશ આચાર્ય

Thursday, May 19, 2005

message-સંદેશો

સંદેશ
*******
ભાઈ !
મારુ કામ કરીશ ?
મારે એક સંદેશ પહોંચાડ્વો છે.
બુધ્ધ મળે તો કહેજે
કે--
રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગોમતીને
આજ વહેલી સવારે
મળી આવ્યું છે એક નવજાત બાળક
ગામને ઉકરડેથી.
-કવિ રાજેંન્દ્રસિંહ રાયજાદા

Friday, May 13, 2005

promice - એકરાર

વિક્ર્મ સંવત 20062 વૈશાખ સુદ પાંચમ તારિખ 13-5-2005
આપણા પોંરબંદરની બાજુના જુનાગઢના વતની એવા શ્રી વિરુભાઈ નુ આ કાવ્ય બચપણના પ્રેમ વિશે છે,કિશોરવયમા કોઈને આપણે ખુબ પ્રેમ કર્યો હોય પંરતુ ભાગ્યમા ન હોય અને તેની સાથે જીવન વીતાવાના જે સપના જોયા હોય તે તુટી જાય પછી બસ તેના સ્મંરણ જ રહે છે તેના વિષે આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે.

એકરાર
**********
તારને તેં ટીકીને પથ્થર માર્યો
ને મેં થાંભલે જઈને કાન માંડ્યો રે !
એક સાથે ઉડયું કબૂતરનું ટોળું
તું ગણતાં ભૂલી ને હું યે થાક્યો રે !
દિવસોની વાત છે: તું ખેતરમાં દો'ડી'તી
જ્યારે પંતગિયું પકડવા,
ઘસમસતી ટ્રેઈન ત્યારે પાટા બદલે જ મારી
છાતીમાં માંડી'તી દોડવા !
પળમાં છૂપાતી ને પળમાં નજરાઈ જતી
યાદ છે એ હરિયાળી આંખો,
યાદ છે: એ વખતે હું કરતો અફસોસ, મને
ફુટતી નથી રે ! પાંખો ?
આજ મને સમજાયું ધોરિયાનું વહેવું
ને ફાટ્ફાટ બાજરો આ પાકયો રે !
તારને તેં ટીકીને પથ્થર માર્યો
ને મેં થાંભલે જઈને કાન માંડયો રે !
સાચ્ચું કહું છું : મારો મૂંઝાતો જીવ જ્યારે
આકાશે સાંજ ઢળે પાછલ,
એ'વુ થાંતુ કે તને કાંટો વાગે ને એને કાઢતાં
બહાર આવે માછ્લી !
વરતું ના એ રીતે જૂદા જૂદા વેશે તું
ઊભતી મારી જ આસપાસમાં,
ભારી ચઢાવવાને બહાને તું ભરતી'તી

રોજ મને પોતાના શ્વાસમાં !
ફરફરતી ઓઢણી તું હોઠમાં દબાવ !
મારા જીવતરને ઝપ્પ ઝોકો વાગ્યો રે !
એક સાથે ઊડયું કબૂતરનું ટોળું
તું ગણતાં ભૂલી ને હું યે થાકયો રે !
= કવિ વીરુ પુરોહિત

Monday, May 09, 2005

first day veashakh - વૈશાખ નો પહેલો દિવસ

આજથી વૈશાખ ઋતુ ની શરુઆત થઈ ગઈ છે અને લોકો પણ વૈશાખ નો આંનદ લુંટી રહયાં છે કારણ કે આ ઋતુમાં લગ્ન ખુબ હોય છે અને ખેતી ના કામકાજમા પણ નવરાશ હોય છે તો ચાલો આજે આપણી ભાષા ના કવિ નવનીત ઉપાધ્યાય શું કહે છે વૈશાખ વિશે..............

વૈશાખી વાયરો
*************
કોઈ વ્હાલું રે લાગ્યું વૈશાખમા ...
એવો પવન આજ હૈયે ચડયો કે અમે જઈ બેઠા કાળઝાળ પાંખમાં
કોઈ વ્હાલું રે લાગ્યું વૈશાખમા....
આંસુ ને ગીત પાસ પાસ બેય આવિયાં ઈ પળનો કલશોર કાંઈ મીંઠો
ચારે દિશાએ મને તેડી લીધો ને મારો પડછાયો કોઈએ ન દીઠો

પાંદડુંય આમ ક્દી ઓળખે રે નૈં અને મન ગયું આંબાની શાખમાં
કોઈ વ્હાલું રે લાગ્યું વૈશાખમા.......
કંકુમાં આંગળી હું બોળું ન બોળું ત્યાં તો ગામ આખું થૈ જાતું ઢોલી
સૌ આજ એટલાં બહાવરાં બન્યાં કે બધાં ભૂલી ગ્યાં પોતીકી બોલી
તડકા ને ધૂળનાં રે ટોળાં મળ્યાં રે મને તોરણ બાંધેલ બારસાખમાં
કોઈ વ્હાંલુ રે લાગ્યું વૈશાખમા........

=કવિ નવનીત ઉપાધ્યાય

Tuesday, April 26, 2005

summer- ચૈત્ર-વૈશાખ ના વાયરા

ચૈત્ર અને વૈશાખ ના વાયરા શરુ થઈ ગયા છે અને ગ્રીષ્મ ઋતુ પોતાની સવારી લઈ નીકળી પડયા છે માટે જ ઉનાળા નો ખરેખર સાચો અનુભવ કરવો હોય તો સૌરાષ્ટ્ર-કચ્છ કે ગુજરાત મા આવુ પડે અને ઉનાળા નુ ખરેખર સૌઁદર્ય જોવા મળે માટે જ આપણી ભાષા મા આના માટે સ્વ શ્રી અવિનાશભાઈ એ એક ખુબ સુઁદર મજાનુ એક ગીતની રચના કરી હતી જેના શબ્દો હતા
"તારો છેડ્લો તુ રાખને માથે પર જરા
આતો ચઈતર વેશાખ ના વાઈરા,
તારી વેણી ની ફુલ મહેકી જશે

આમ ઉનાળાની મજા લેવી હોય તો "બરડા ડુઁગર" જેવુ ઉતમ કોઈ સ્થળ નથી માટે જ પ્રાકુત કવિ એ કહયુ છે ગામડાઁ મા રહેતા અલડ "મેર જુવાન માટે:
"ચકકર લગાવતો કો મેર જુવાનડો,
ફરફરતી બાબરીએ વીઁટી બાઁધેલ એણે ગુઁદીની ડાળખી.
ને વાન એનો ચકચકતો લસળનો ગાઁઠિયો-
ભાળ્યો ભાળ્યો ને કૈઁક ગામડાની છોરીઓનાઁ
!

સાઁબેલાઁ અટકયાઁ

ને ચાળણીઓ લટકી
ને ઘડુલાઓ છટકયા
ને ચૂલા ઓલાણા
ને ડોકાં લંબાંણાં.
આમ કોઈ મેર જુવાન ના નીકળવાથી કેવી હાલત થાઈ છે ગામની યુવાન છોકરીઓની તેનુ ઉપરોકત પ્રાકુત કાવ્ય મા વર્ણન આપવા મા આવેલ છે.
આમય પોંરબંદર મા ઉનાળાની ઓરજ મઝા છે,એક તો દરિયા કિનારાથી આવતો ભેજવાળો ઠંડો પવન ને રાત્રિના સમયે ગુજરાતી સુંગમ સંગીત કે શાસ્ત્રીય સંગીતની મહેફીલો ને મોઢાંમા બનારશી 120 તમાકુ પાન ને ધીરે ધીરે વહેતુ ગીત "છૈલાજી રે મારી સાટે પાટણીથી પટોળા લાવજો" કે પછી "તમારા અંહી આજ પગલા થવાથી ચમન બધાને ખબર થઈ ગઈ છૈ " આમ આવા ગીતો ગવાતા હોઈ ને મોંમાં પાન ભરયુ હોય તેની ઔરજ મઝા છે.

તંમચો : જે માણસ બિનજરુરી વસ્તુઓ ખરીદયા કરે છે,
એને એની જરુરી વસ્તુઓ વેચવાનો વારો આવે છે.
[જાપાનીઝ કહેવત]





Sunday, April 10, 2005

i am diffrent-હુ તદન્ જુદો છુઁ

હુ તદન્ જુદો છુઁ
**************
હુ તદન્ જુદો છુઁ
જોકે મે ગઈ કાલની જ
એની એ જ ટાઈ પહેરી છે
કાલ જેટ્લો જ દરિદ્ર છુઁ

કાલ જેટલો જ નહિવત્
ને નકામો છુઁ
આજે હુઁ તદન્ જુદો નવો
નોખો છુઁ
જોકે મારા કપડા ગઈ કાલના છે
ગઈ કાલ જેટલો જ પીધેલો છુઁ
ગઈ કાલ જેટલો જ લઘરો છુઁ
તો પણ આજે હુઁ પૂરેપૂરો જુદો છુઁ
દાઁતિયા,કીડિયા અને દઁભી
કે કરડાકી ભરેલા સ્મિતો
અને ઘોઁઘાટભર્યા હાસ્યો તરફ
હુઁ ધીરજથી આઁખો બઁધ કરુ છુઁ
અને મારી ભીતર ઝલક-ઝાઁખી
કરી લઉ છુઁ
ત્યારે મને એક સુઁદર શ્ર્વેત પઁતઁગિયુ
આવતી કાલ તરફ ઊડતુઁ જણાય છે.
---કુરોદો સાબુરો [ જાપાનીસ કવિ ]
કશુ જ બદલાતુ નથી,બધુ એનુ એ જ બાહ્ય દેખાવ,વસ્ત્રો,પરિસ્થિતિ,અરાજકતા,એનો એ જ સમાજ,દઁભી માણસો,કુત્રિમ સ્મિતો,ઘોઁઘાટિયા અવાજો,બાહ્ય જગત આવુ ને આવુ છે અને છતાય કઁઈક આશા છે.કવિ વિઁદા કરઁદીકરે પણ આમ જ કહ્યુ છે :

સવારથી તે રાત લગી
તે જ તે ! તે જ તે !
માકડછાપ દઁતમઁજન,
તે જ આ, તે જ રઁજન
તે જ ગીતો, તે જ તરાના
તે જ મૂર્ખ્, તે જ શાણા
સવારથી તે રાત લગી,
તે જ તે ! તે જ તે !
= સુરેશ દલાલ


Tuesday, April 05, 2005

આવતી કાલ એ ભગવાન નુ બીજુ નામ છે

ગુજરાતી કાવ્ય
************************
આજનો માણસ કેવો થય ગયો છે ? યઁત્ર માંનવ જેવો યઁત્રમાનવ જેવા થય ગયેલા આપણ ને ઝલક-ઝાખી કરતા સ્વેત રઁગનુ સુઁદર પઁતગિયુ દેખાય તો આપણે પણ મગરુરીથી કહી શકયે કે "આવતીકાલ એ ભગવાન નુ બીજુ નામ છે.
એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા ..........
[કવિ નિઁરજન ભગત ]
**************************************************************************************** हिन्दी काव्य
**************
शब्द शब्द शब्द[बापरे !]
राजनीती शब्द हे
लोकतँत्र शब्द हे
धरमनिरपेक्ष शब्द हे
बीचमे टपक पडा जातिवाद
एक शब्द ब्लात्कार हे
एक शब्द आत्मह्त्या हे
नसो मे लालपानी हे
जन्म से जवानी बुढी हे
जुठ ईस्तेमाली शब्द हे..........
चरित्र,खुसट शबद हे
नही, नही नही
अब वह शब्द नही चाहिये
जो होता हे सामने उसे जुठ बतलाते हे
उन शब्दो को भाड मे डालो
सार्वजनिक दर्द को
नयी आँच पहिन लेने दो.
[ कवि गिरजाकुमार माथुर]

अशोक ओडेदरा
पोँरबँदर-360575