આજે જન્માષ્ટમી છે અને નટખટ કાનજી કે કાનુડાનો જન્મદિવસ,ક્રુષ્ણનો એક એવો પણ અર્થ થાય છે કેન્દ્ર અને સમગ્ર હિંદુ ધર્મનું જો કોઈ કેન્દ્ર હોય તો તે ક્રુષ્ણ છે. ભારતની કોઈ પણ ભાષાના કાવ્યનું અધ્યન કરવામા આવે તો સૌથી વધારે કાવ્ય લખાયેલ હોય કોઈ એક વ્યકિત ઉપર તો તે શ્રી ક્રુષ્ણ છે. આજે આવું જ એક કાવ્ય જે કવિ શ્રી રવિન્દ્ર પારેખ નું છે જેમાં કવિ ફરીયાદ કરે છે કે તમે રાધા ને શા માટે છોડી દીધી ? ક્રુષ્ણ એક જ એવાં ભગવાન છે કે તેની સાથે મિત્રની જેમ વાતો કરી શકાય કે ઝગડો પણ કરી શકાય બીજા બધા ભગવાનો સાથે કરી શકાતુ નથી. ગોકુળિયું *********** મથુરાની આંખોને લ્હેવા જતાંય કદી મનમાં શું એમ જરા આવ્યું ? કે ગોકુળ મોંફાટ હશે રોયું ! શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું- દોમદોમ સાહ્યબીમાં એવાં ગરકાવ ગયું મોરપિચ્છ પાછું રે મોરમાં,વાંસળીના સૂર ફરી વાંસે ઠેલાય તોય ફરતું સુદર્શન કૈં તોરમાં, ગોકુળ તો રાધાની આંખોનું ફુલ ! કેમ ખીલતાં પહેલા જ તમે તોડયું ? શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું- પડછાયા સોનાના પડતા જ્યાં હોય નામ રાધાનું ક્યાંથી હોય, ગોકુળ તો રાધાની જમુનાભર આંખ અને વનરાવન ચાંદનીમાં રોય, ગોકુળનો અર્થ હવે કેવળ વ્યાકુળ તોય એકાદું આંસુ ના લ્હોયું, શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું- =રવીન્દ્ર પારેખ
આજે શ્રાવણી પૂનમ અર્થાત નાળીયેરી પૂનમ રક્ષા બંધનના રોજ પોરબંદર શહેરની સ્થાપના થયેલ હતી.વિક્ર્મ સંવત 1046 સોમવાર ઈ.સ. 7-8-990 ના રોજ સવારે 9=15 કલાકે થયેલ અને પોરબંદરની જન્મ કુંડલી પણ બનાવે જે આજે હયાત છે અને આજે પોરબંદર 1015 વર્ષ પૂરા કરે છે.
પોરબંદરનું પ્રાચીન નામ પૌરવેલાકુળ હતુ.પોરબંદર જેની જન્મભૂમી રહી હોય અને પ્રખ્યાત થયેલા હોય એમાં સિંધ્યા શિંપીગના માલીક શેઠ શ્રી મોરારજી ગોકળદાસ,ક્લાગુરુ રવિશંકર રાવળ, ગુલાબદાસ બ્રોકર,લેખક નારાયણ વસનજી ઠાકર,લોકસાહિત્યકાર મેરુભા ગઢવી,કનુભાઈ બારોટ, રતિલાલ છાયા,દેવજી મોઢા,ડો.ચંદ્રકાંત દંતાણી,ઈતિહાસકાર મણીભાઈ વોરા અને નરોતમ પલાણ,વનસ્પતિ વિશેજ્ઞ જયકૃષ્ણ ઈંદ્રજી,કવિ સુંધાસુ,ઘી ના વ્યાપારી ભાણજી લવજી ઘી વાળા,દેના બેંક ના માલિક દેવકરણ નાનજી,પ્રખ્યાત ચિત્રકાર માલદેવ રાણા કેશવાલા અને તેના શિષ્યો જે પણ ચિત્રકલામાં નાંમાકીત થયા તેવા નારાયણ ખેર,જગન્નાથ આહિરવાસી,અરસિંહભાઈ રાણા.ક્રાતિક્રારી છગન ખેરાજ, હારમોનિયમ વાદક દ્રારકેશ મહારાજ અને તેના પુત્ર શ્રી રસિકરાય મહારાજ અને ગોંવિદરાયજી મહારાજ. લેખક વિજયગુપ્ત મૌર્ય.મધુસુદન ઢાંકી.
પોંરબંદર સાથે જેનો નાતો રહેલ છે અને જેની કર્મભૂમી રહેલ છે તેવામાં સાહિત્યકાર મનસુખભાઈ ઝવેરી,દેશળજી પરમાર,પુષ્કર ચંદરવાકર,નવલિકા સમ્રાટ ધૂમકેતુ અને સમાજ સેવક પૂ.ઠક્કરબાપા.
પૂ.ગાંધીજી અને શ્રી ક્રુષ્ણના સખા સુદામા ની જન્મભૂમી રહેલ છે.
આવા અમારા પોરબંદર શહેરનો આજે જન્મ દિવસ છે અને અમારી ગામડાની મેર જાતિના લોકો પ્રેમથી "પોર" તરીકે બોલે છે અને અમારા પોર નો કવિ દામોદર ભટ્ટ "સુધાશુ" લખે છે :
મહેતો છું મારા માલેકનો હો જી !
******************************
દફતર ધણીને દેશું રે જીવને લખ્યં રે,
મહેતો છું મારા માલેકનો હોજી !
કરમની કલમની ભળાવી મારા સાહ્યબે,
આરાધક ધણીના અહાલેકનો હોજી !
ભરી ભરી સાહ્યબી
વિભવની વાનગી,
આતમને ખાતે તો ખતવીને આપી ઉરને,
પરમની પરવાનગી હોજી !
સાચાખોટાં લેખાં રે તપાસે ખાતાવહી ખૂંદીને,
જમા રે કર્યુ એ તો જાણે રે હોજી !
ઉધારમાં ધીર્યુ રે કાંઈ કાંઈ નોખું નાણુ રે,
તારીજો જુદા કરી તાણે રે હોજી !
ખાતાવહી ખેમની,
જિંદગાની પ્રમની,
આપવી છે સાચી રે લખીને અલખની લેખણે,
કરવી છે રજૂ હતી જેમની હોજી !
લેવીદેવી રકમું રોકાતી મારા નાથને ,
સાચવું હું આતમઆંટ હોજી !
આંક એક ઓછો ના રહે માગું મનડાને માયલે,
ગમ પાડો હરિ ! મારી ગાંઠને હોજી !
=કવિ સુંધાશું
માણસ ****** સમય નામન ઘાટ ઉપર,સંબંધોના લિસ્સા પથ્થર પર,ધોવાન બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે. તેં જોયો છે ? શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લાં બાળક જેવી રમત રમીને ગોળ ગોળ કુંડાળે- શોધી કાઢી તાકીને ઈંટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ? વાર વારના વાર કરી દે, કટકા એક હજાર કરી દે, કોક જુએ ને કોક ખરીદે ના માંગો એ ફરી ફરી દે અને છતાંય - નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી ફરી- વીંટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ? વાઢે કાઢે રસ, ને બાળે,બાળી બાળી ફરી ઉકાળે, પછી નિંરાતે ઠારે ગાળે સઘળાં બેસી એક કુંડાળે- એ મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં ભરી ભરી- ઢીંચાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ? હતી અડાબીડ ડાળો, વચ્ચે એક હતો ત્યાં માળો, પાછો એય- હતો હૂંફાળો. એમાં પહેલી વહેલી પાંપણ ખોલી નજર કરીને- આભ જોઈને પાંખ ફૂટી ને પળમાં તો ઊડે એ પહેલાં તીણાં તીણાં ન્હોર વડે પીંખાતો માણસ મેં જોયો છે. તે જોયો છે ? ટીપી ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે, ઘસી ઘસીને ધાર કઢાવે, હાથા એના કૈક બનાવે આખે આખી જાત છૂપાવી લાગ જોઈને વાર કરે ને પછી ખચાખચ માણસ પર ઝીંકાતો માણસ મેં જોયો છે. તે જોયો છે ? = કવિ કૃષ્ણ દવે કવિ કૃષ્ણ દવે માણસ કેવો હોય છે તે પોતાના કાવ્યમાં કહી દીધુ છે, જે પશુ-પંખી ન કરી શકે તે દરેક કામ સિફતાથી માણસ કરી શકે છે.અશોક ઓડેદરા
વરસાદી મૌસમમાં કોઈના ભીનાં સ્મરણો તાજા થઈ જાય છે અને આંમય વર્ષા ઋતુ જ એવી છે મેઘલી રાતે પોતાના પ્રિયજન પાસે ન હોય તો વર્ષા ઋતુ આંનદ ને બદલે વિરહ ઉત્પન કરે છે વલ્લ્ભ વિધાનગર ની એન.વી.પટેલ સાયન્સ કોલેજનાપ્રાધ્યાપક વિસ્મય પટેલ પોતાના કાવ્યમાં આવીજ વાત કહે છે. સ્મરણો ********* ભીંતે કંકુ થાપા જેવા રાતાં સ્મરણો પાનેતર પહેરી દૂર ગયાં ડૂસકાતાં સ્મરણો સીમ ખેતરે ઝાકળમાં પરખાતાં સ્મરણો તરુવર ડાળે પંખીઓ પણ ગાતાં સ્મરણો ખરા બપોરે લૂ-ની સાથે વાતાં સ્મરણો સાંજ પડે ને મળવા કાજે ધાતાં સ્મરણો અવસર ટાણે ક્યાંય નથી સમાતાં સ્મરણો વર્ષાની ઝીણી ઝરમરમાં ન્હાતાં સ્મરણો બાળે-ઝાળે:ને પાછાં લ્હેરાતાં સ્મરણો કદી એકલાં મૂકીને ના જાતાં સ્મરણો મળશે પાછાં,આજ ભલે ફંટાતાં સ્મરણો આંખે આંસુ, હોઠો પર હરખાતા સ્મરણો =પ્રા.વિસ્મય પટેલ