વરસાદમાં આંસુને સંતાડવાની વાત...
દિવ્ય ભાસ્કરમાં તારીખ 25 જુન 2006 ના રોજ શ્રી સુરેશભાઈ દલાલે અમેરિકાની કવયિત્રી એડના સેંટ વિંસન્ટ નુ સોનેટ What Lips My Lips Have Kissed, And Where, And Why જેનું ગુજરાતીમાં અનુવાદ શ્રી નલિનભાઈ રાવળ એ કરેલ તેનું વિવેચન કરેલ,સુરેશભાઈ આ કાવ્ય વિશે કહે છે ; એક બાજુ વરસાદ અને બીજી બાજુ દારુણ વ્યથા છે.કેટલાયે જુવાનિયાઓ આવ્યા અને ગયા અને જે જાય છે તે કદીય પાછા આવતા નથી.મધરાત જાણે કે કરુણ કાળરાત્રિ થઈ ગઈ છે. વસંતનો વૈભવ વહી ગયો છે . રહી ગયેલું આયુષ્ય શિશિરમાં એકલવાયા વુક્ષ જેવું છે. નથી કોઈ ફુલપાન. પંખીઓ એક પછી એક ઊડી ગયાં છે. વૃક્ષ પાસે નથી પંખીના પગલાં કે ટહુકા. આજે ડાળીઓ વધુપડતી શાંત છે. કહો કે નિરવ શાંતિ છે. પ્રેમની શાપિત કુંડળી એવી છે કે કઈ રીતે સ્નેહ આવ્યો અને ચાલ્યો ગયો એ વિશે હું કશું જાણતી નથી કે કહી શકતી નથી.કાંતની પંક્તિ યાદ આવે છે: 'નિસર્ગે બંધાતી, ત્રુટિત પણ મેળે થઈ જતી, હું માત્ર એટલું જ જાણું છું કે એક સમય એવો હતો કે મારામાં વસંતનું ગીત ગૂંજતું હતું તે હવે ગૂંજતું નથી.
મારા હોઠોએ...
મારા હોઠોએ કોના હોઠોને ચૂમ્યા છે
હું વીસરી ગઈ છું અને કોના હસ્ત
મારા મસ્તકની નીચે હતા તેય હું
વીસરી ગઈ છું.
પણ ભૂતાવળભર્યો વરસાદ મારા
બારણે ટકોરા
દે છે અને નિ:શ્વાસ નાખે છે અને
જવાબની રાહ
જોતો ઊભો રહે છે અને મારા
હૈયામાં જાગે છે દારુણ
વ્યથા. ભુલાઈ ગયેલા કેટ્લાય
જુવાનડા હવે
મધ્યરાત્રિએ મને ઝંખતા કયારેય
નથી આવવાના.
શિશિરમાં ઊભું છે એકાકી વૃક્ષ
કેટકેટલાં પંખીઓ એક પછી એક
ઊડી ગયાં નથી જાણતું તે
પણ જાણે આજ એની ડાળીઓ છે
વિશેષ શાંત
હું નથી કહી શકતી કેવો સ્નેહ
આવ્યો અને ગયો
હું માત્ર એટલું જાણું છું કે મારામાં જે
વસંતનું
ગાન થોડા સમય પહેલાં ગૂંજતું હતું
તે હવે ગૂંજતું નથી.
- એડના સેંટ વિંસન્ટ મિલે . અનુવાદ નલિન રાવળ
Online Read poem : What Lips my lips
1 comment:
Nice poem and so is its translation.
Post a Comment