Thursday, March 02, 2006

phagun- ફાગણ

ફાગણ માસ નો આંરભ થઈ ચૂક્યો છે અને કેશુડો ફૂલ ફોર્મમાં છે.આ મહિનો જ એવો છે કારણ કે આ ફાગણિયો વાયરો એવો વગડામાં વા'તો હોય છે કે પ્રેમીઓ તો ગાંડા થઈ જાય અને સવારની મજા ક'ઈ ઔર જ છે,એમાં આ મહિનામાં બપોર ની વેળા વાડી એ કે ખેતરમાં વડલા ના કે લીમડા ઝાડ નીચે બાજરાનો રોટલો અને સાથે અડદ ની દાળ કે માટીની હાંડલીમાં કરેલ કઢી, ડુંગળી નો દળીયો અને છાસ બસ આટલુ મળી જાય પછી ઝાડવા નીચે સૂતા સૂતા ગુજરાતી કો'ઈ ગ્રામ્ય નવલકથા તે પછી રાવજી પટેલ કે ચુનીલાલ મડીયાની હોય તે વાંચતા જે હૈયામાં ઓડકાર આવે તેની મજા ક'ઈ ઔર જ છે.
મારી તો નોકરી જ ગામડામાં છે તેથી હું તો ખુબ આનંદ લૂટાવું છું અને પાછો વાંઢો એટલે જાણે દૂધમાં સાકર ભળે એમ આનંદ ની મજા કરુ છું. કવિ રમેશ પારેખ ફાગણ વિશે કહે છે :
તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યા વાદળા
કે શમણે આવેલ મોર બોલ્યાં
ઓંચિંતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતુ ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાં ય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊંછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
-કવિ રમેશ પારેખ

3 comments:

पंकज बेंगाणी said...

આપો હાથતાળી મિત્રો
કેમ છો મિત્રો. હું પંકજ બેંગાની અમદાવાદમાં રહું છું. હમણાં સુધી હું હિન્દી અને ઇંગ્લીશ માં લખતો હતો. હવે મેં મારું ગુજરાતી બ્લોગ પણ ચાલુ કર્યુ છે. આ લિંક પર વિજિટ કરવા વિનંતિ.

पंकज बेंगाणी said...

http://www.tarakash.com/haathtali

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

કવિ શ્રી રમેશ પારેખનું આ સુંદર કાવ્ય ગીત સ્વરૂપે વડોદરાના પ્રખ્યાત 'માં આર્કી' ગ્રુપ દ્ધ્રારા સ્વરબદ્ધ થયેલ છે. હું એને નેટ પર મૂકવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. આ કાવ્ય ગીત સ્વરૂપે સાંભળવાની ખૂબ જ મજા આવે છે.

સિદ્ધાર્થ શાહ