ગુજરતની ચૂંટણીઓ નું પરિણામ જોઈ ગુજરાત વિરોધી ટોળકી સામ્યવાદી, દંભી માનવાધિકારવાળા અને હિન્દુ દ્રોહી કોંગ્રેસીઓના છાતીના પાટીયા બેસી ગયા કારણ કે તેમને એમ હતુ કે સમાચાર માધ્યમોનો ટેકો લઈ ગુજરાત ની પ્રજામાં વિખવાદ જગાવીને સતા પચાવી પાડ્યે ને ગોધરાકાંડ કરવાવાળા મુસલમાન ને બચાવી લઈએ અને પછી ખોટા કેસ કરી જે જે હિન્દુ હાથમાં આવે તેને જેલમાં મોકલી હિન્દુવાદ ને નષ્ટ કરી દઈ એ પણ હિન્દુ પ્રજા હવે ઓળખી ગઈ છે અને તેમાંય ગુજરાતી હિન્દુઓ તો આ હરામખોરો ને જ્યારે ગોધરાકાંડ થયો ત્યારથી ઓળખી ગઈ અને કેશુબાપા મરવાને વાંકે જીવે છે ત્યારે પ્રભુ ભક્તિ કરવી જોઈ એને બદલે જ્ઞાતિવાદ ફેલાવા ગયા એને પણ પ્રજાએ ઉતર આપી દીધો કે "બાપા હવે ઘેર બેસો અને ફાફળા ગાંઠિયા ખાવ ને ભજન કરો".
અને રહી વાત તો કોંગ્રેસીઓની તો, આ લોકો સોનીયાનો પાલવ છોડતા નથી, વિચાર ઈ આવે છે કે આ કોંગ્રેસવાળા દેશ ને વફાદાર છે કે સોનિયાના ? આ કોંગ્રેસવાળા એ ગેર કાયદેસર બાંગલાદેશીઓને આસામ વસાવી ને મુળ આસામી હિન્દુઓને લઘુમતિમાં મુકી દીધા છે અને આજે આસામ માં સાત જેટલા બંગ્લાદેશી ધારાસભામાં ચૂંટાઈ આવ્યા છે. મત માટે કે સતા માટે જે પોતાના દેશ અને ધર્મ ને વેંચી મારે એને માટે ક્યો શબ્દ વાપરવો ? અને જો આપણે ગુજરાતી પણ આસામમાંથી ક'ઈ બોધપાઠ નહીં લઈ એ તો આપણી પરિસ્થતિ પણ આસામ જેવી જ થાશે.
અહીં આ કાવ્ય "ડાઘુ" જે હર્ષદ માધવ નું લખેલ છે, તે કોંગ્રેસ,સામ્યવાદી અને દેભી માનવાધિકારવાળાને અર્પણ કરું છું.
ડાઘુ
* એ લોકો કોઈને બાળવા નીકળેલા પણ
પાછા ફર્યો ત્યારે
તેઓ બળતા હતા.
થોડોક ધૂમાડો જ બચ્યો હતો.
એમની પાસે !
* સૂરજની ધગધગતી દોણી લઈને
પહાડ નીકળ્યો છે.
અ.સૌ. સાંજના શબને
અગ્નિદાહ દેવા
આકાશના કિનારે........
* એક ડાઘુએ બીજાને પૂછ્યું,
'તને મરણનો ડર લાગે છે ?'
બીજાએ માથું ધુણાવ્યું એટલીવારમાં
બંને વચ્ચેથી પસાર થઈ ગયો
4000 વોલ્ટનો એક ધ્રાસકો.
* સ્મશાન પાસે
આવેલી કીટલી પર
બેઠેલા ડાધુઓએ
ચાનો એક ઘૂંટ માર્યો ત્યાં તો--
શરુ થઈ ગયું જીવન
ખીજડાના ઝાડ પર !
* ડૂસકાંઓનું એક ટોળું લઈને
ગયેલા ડાઘુઓ
જ્યારે પાછા ફર્યા ત્યારે--
એમની સાથે હતી
સ્મશાનની શાંતિ.
--કવિ હર્ષદેવ માધવ.
આનો અર્થ એ નથી કે ભાજપવાળા દુધે ધોયેલ છે, નરેન્દ્ર મોદી જો સાચો હિન્દુઓનો રખેવાળ હોય તો એણે ગોધરાકાંડ કરવાળા નું એનકાઉંટર કરાવી નાખવું જોઈએ અને તે ન થઈ શકે તો ઓછાંમાં ઓછું મુંબઈ બોમ્બં ધડાકાના આરોપીઓ જેવા કે મમુમિયા, ઈજ્જુશેખ,સતાર મૌલાના, આવાને તો એનકાઉન્ટંર કરાવી દેવુ જોઈ એ, હિન્દુ ગુંડાઓના તો એનકાઉંટર કરાવી નાખે છે પણ મુસલમાન ગુંડાઓ જે અમદાવાદ થી લઈ ને સલાયા સુધી છે તેમના કેમ એનકાઉંટર નથી કરાવતા, 5 વર્ષ પહેલા રાજકોટમાં ભાજપવાળા ચૂંટણી પતી ગયા પછી વિજ્ય સરઘસ લઈ ને જતા હતા ત્યારે જંગલેશ્વરના મુસલમાન ગુંડાઓ એ ભાજપ ના જ કાર્યકર ને મારી નાખવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ થઈ અને આ બાયલા ભાજપવાળા કોર્ટમાં ફરી ગયાં કે અમેં ક'ઈ જોયુ નથી, હવે આ ભાજપવાળા ને કેમ હિન્દુવાદી કે'વા ? જે પોતાના કાર્યકર ના હત્યારાને સજા પણ ન અપાવી શક્યા. નરેન્દ્ર મોદી જે રીતે સભાઓના ખર્ચા કરે છે તે જોઈ ને થાય છે "આ ઓટીવાર" ક્યાંક ગુજરાત ને વે'ચી ન મ'રે તો સારું પણ આપણી પાસે કોઈ વિક્લ્પ પણ નથી બીજા જે પક્ષ છે તે તો હિન્દુ વિરોધી છે એટલે કમને સ્વીકાર કરવો જ પડે કે "ન મામા કરતા તો કાંણો મામો સારો".
અહી આ કાવ્ય "મોતીચંદને" જે કવિ નવનીત ઉપાધ્યાય નું છે તે ભાંડ વગરની ભવાઈના સૂત્રધાર નરેન્દ્ર મોદીની અર્પણ કરુ છું.
મોતીચંદને
મોતીચંદને કાંઈ ન જોવા દેવું
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું
ભીંત્યુને લ્યો ગાર્ય કરો ને ઘરને ઝાલી રાખો,
વાંકાચૂંકા વાંસડાનાં....નેવા....બાંધી ....રાખો,
મોતીચંદને લીમડાની છાંયડીનું મોંઘું મૂલ ગણી ના દેવું
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું
શેરીમાં સોપો પાડી દો મોતીચંદ ઊંઘે છે,
કૂતર્યાને છોકરા તગડો મોતીચંદ ઊંઘે છે ;
મોતીચંદને પરોઢનાં ચાંદરણંનું સોનું દબ્બાવી દેવું.
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું.
--કવિ નવનીત ઉપાધ્યાય.
3 comments:
ચુંટણી જેવા વિષય સાથે સરસ રીતે બન્ને કાવ્યોનો દોર જોડ્યો છે.
Nice blog, especially refreshing to see content that appeals to the Gujarati audience. I would like to introduce you to a quick and easy method of typing Gujarati on the Web.
You can try it live on our website, in Gujarati!
http://www.lipikaar.com
Download Lipikaar FREE for using it with your Blog.
No learning required. Start typing complicated words a just a few seconds.
> No keyboard stickers, no pop-up windows.
> No clumsy key strokes, no struggling with English spellings.
Supports 14 other languages!
બહુ સુંદર. હર્ષદેવ માધવનાં કાવ્યો વાંચવા તરત લલચાયો. હર્ષદેવ મારા બહુ જૂના મિત્ર છે. તેમણે આવા ઘણાં "મોનો ઇમેજ" કાવ્યો લખ્યાં છે. ગુજરાતી અને સંસ્કૃત કવિતામાં તેમના જેટલા પ્રયોગ બહુ ઓછા કવિઓએ કર્યા છે.
Post a Comment