Sunday, January 16, 2011

ભાણી -- Bhani

ગુજરાતીમાં નાના હતા ત્યારે એક કવિતા આવતી કે કાળી કુતરી ને આવ્યા સાત ગલૂડીયાં,એક કાળીયો,એક ભૂરિયો, એક લાલીયો,એક પીળીયો, આંમ આપણા ગુજરાતમાં પણ કાળીયો પીળીયો લાલીયો અને ભૂરિયા નું રાજ આવી ગયું ,હવે આપણો મુખ્યમંત્રી, પોતે એક પુસ્તક લખે પર્યાવરણ વિશે, અને પોતે જાણે એક પ્રકૃતિ પ્રેમી હોય તેમ પુસ્તક નું વિમોચન કરે, અને પછી ઓલ્યા કાળિયા, પીળીયા, લાલીયા, ભૂરિયા ગુણગાન ગાવા મંડે પછી ગોલા અને ગુલ્ફીવાળા જેવી વાંતુ કરે(ગોલાવાળાની રેંકડી એ જાયે, ત્યારે ગોલાવાળોએ એમ કહે, "એ સામે ની રેંકડીમાં ગુલ્ફી જોરદાર મળે છે", અને ગુલ્ફીવાળા ને ત્યાં જઈએ, ત્યાં ગુલ્ફીવાળો એમ કહેં, "એ સામેની રેંકડીંમાં ગોલો જોરદાર મળે). અમારા ગાંમમા આના પાપે પર્યાવરણ નું નખ્ખોદ વારી દીધું છે, કારણ કે નિરમા કંપની સામે ગમે તેટલી ફરિયાદ કરો, પણ નિરમા નો વાળ પણ વાંકો કરી શકીએ તેવી કોઈ ની તેવડ નથી, આ નિરમા કંપની આખા પોરબંદરમાં સોડા ની ભૂકીનુ પ્રદુષણ ફેલાવે છે, દરિયા ની અંદર પણ પાણી બગાડે છે, હવે બાકી રહ્યું હોય તેમ ધીરુભાઈ નો બાબો અને કોકીલા બેનનો પાટવીકુંવર સિમેંટ નુ કારખાનું નાખવાનો છે, એટલે વધારે પ્રદુષણ ફેલાશે અને કોઈ વિરોધ કરશે તો સામા લુગડા લેતા ફરશે કે "અમે તો વિકાસ કરવા માંગીએ છે" પણ કોનો વિકાશ ? આમાંય નબળા ધણીની બાયડી આખા ગામની ભાભી હોય છે.

ભાણી

દીવાળીનાં દિન આવતાં જાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

માથે હતું કાળી રાતનું ધાબું,
માગી-ત્રાગી કર્યો એકઠો સાબુ ;
'કોડી વિનાની હું કેટલે આંબુ ?'

રુદિયામાં એમ રડતી છાની,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

લૂગડાંમાં એક સાડલો જુનો,
ઘાઘરો યે મેલો દાટ કે'દુનો :
કમખાએ કર્યો કેવડો ગુનો ?

તીને ત્રોફાએલ ચીંથરાને કેમ ઝીકવું તાણી ?
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઓઢણું પે'રે ને ઘાઘરો ધૂવે,
ઘાઘરો ઓઢે ને ઓઢણું ધૂવે ;
બીતી બીતી ચારે દિશામાં જુવે,

એને ઉઘાડાં અંગઅંગમાંથી આતમા ચૂવે ;
લાખ ટકાની આબરુને એણે સોડમાં તાણી ,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઊભા ઊભા કરે ઝાડવાં વાતું ,
ચીભડાં વેચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું ?

વસ્તર વિનાની ઈસ્તરી જાતની આબરુ સારુ
પડી જતી નથી કેમ મો'લાતુ ?

શિયાળવાંની વછૂટતી વાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ કરી થાવું ઝુંપડી ભેળું ?
વાયુની પાંખ ઉડાડતી વેળું :

જેમ તેમ પે'રી લુગડાં નાઠી
ઠેસ, ઠેબા-ગડથોલિયાં ખાતી :
ધ્રુજતી ધ્રુજતી
કાયા સંતાડતી
કૂ બે પહોંચતાં તો પટકાણી
રાંકની રાણી :
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.
---ઈન્દુલાલ ગાંધી.




Sunday, January 02, 2011

અધરાતનું ગીત- midnight song

છેલ્લા એકાદ વર્ષથી ક'ઈ લખવાની ઈચ્છા થતી નહીં કારણ કે જીવનમાં અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે આપણે ગામ ને સલાહ આપતા હોય છે ત્યારે ઘરપધોરું આવે ત્યારે માનવામાં આવે કે કેટલી વીસે સો થાય્ .
હમણા વાચ્યં કે યુ.પી નો સચિવ સેમીનાર માટે સવારના હેલીકોપ્ટરથી ઘરેથી સીમલા જાય અને સાંજે પાછો લખનઉ આવે, આ બધા કોના બાપની દીવાળી એંમા માનવાવાળા હોય છે. આપણો નરેન્દ્ર મોદી પણ ક'ઈ દૂધે ધોયેલો નથી,આણે ઉત્સવો કરી કરી ને ગુજરાત ની પથારી ફેરવી નાખી છે. ક્યાંક આ બિહાર કરીને ન જાય, આં પાછો પોતાની જાત ને હિંદુઓ નો નેતા માને છે પણ તમે પોલીસ સ્ટેશનમાં જઈ આર્.ટી.આઈ. હેઠળ માહિતી માંગો કે છેલ્લા 5 વર્ષમાં, મુસલમાન દ્રારા કેટલા હુમલા થયા હિંદુઓ ઉપર તો તમને જાણવાં મળશે કે આના રાજમાં મુસલમાનો કેવા ફાટી ને ધુવાડવાં જેવા થયાં છે.
આર્.ડી.એક્સ નો આરોપી અને મુંબઈ બોમ્બ ધડાકા નો આરોપી એવો હિંદુ દ્રોહી પોરબંદર નો સતાર મૌલાના ના દિકરા ને આ ભાનુ જમન પરષોતમ (ભાજપ) લઘુમતી નો ચેરમેન બનાવા હરખપદુડા થઈ ગયા છે, ઈદ નો તહેવાર હોય એટલે ભાજપ અને કોંગ્રેસ બેઉના નેતાઓ,મત માટે,આની ગાં... ચાટવા માથે ટોપી પેંરી એની સામે હાજર થઈ જાય,આ બધા ભડવાઓ ને (ભડવા શબ્દ નો ગુજરાતી અર્થ એ થાય છે કે જે વ્યક્તિ પોતાની પત્ની ની અનૈતિક જીવનની કમાણી ઉપર નિર્વાહ કરે તેને ભડવો કહેવાય) કોઈ લાજ કે સ્વમાન જેવુ છે જ નહીં. મારે તો સમય નથી મળતો નહીં તો આ બધાય ની મા નો ઈતિહાસ જાણું કે આ બધાય નો બાપ તો એક જ નથી ને.

અધરાતનું ગીત

સાંજ્-સવારમાં સીંદરા તાણી,
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.

મારગ લાંબો ને બળદો નાના,
પાણી વિના ખાલી આંચળ માના,
ટીપાં પાડી પાડી પરસેવાનાં,

ઉજ્જડ ભૂમિ કાજે વગડાની ;
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.

માંદા બળદને માખીયું વાલી,
કાગડાઓ વડવાઈયું ઝાલી :
ભીંગડાં ઠોલતાં ગાય કવાલી ,

ડોક દુખે તોય રાંઢવાં તાણી
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.

કીચૂડ કીચૂડ કોશનું ગાણું,
અધરાતે એને વાય છે વાણું :
કાયા એની ધુંધવાયલું છાણુ ;

ફૂંકી ફૂંકી એમાં શેકવી ધાણી ;
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.
--ઈન્દુલાલ ગાંધી.