Sunday, January 16, 2011

ભાણી -- Bhani

ગુજરાતીમાં નાના હતા ત્યારે એક કવિતા આવતી કે કાળી કુતરી ને આવ્યા સાત ગલૂડીયાં,એક કાળીયો,એક ભૂરિયો, એક લાલીયો,એક પીળીયો, આંમ આપણા ગુજરાતમાં પણ કાળીયો પીળીયો લાલીયો અને ભૂરિયા નું રાજ આવી ગયું ,હવે આપણો મુખ્યમંત્રી, પોતે એક પુસ્તક લખે પર્યાવરણ વિશે, અને પોતે જાણે એક પ્રકૃતિ પ્રેમી હોય તેમ પુસ્તક નું વિમોચન કરે, અને પછી ઓલ્યા કાળિયા, પીળીયા, લાલીયા, ભૂરિયા ગુણગાન ગાવા મંડે પછી ગોલા અને ગુલ્ફીવાળા જેવી વાંતુ કરે(ગોલાવાળાની રેંકડી એ જાયે, ત્યારે ગોલાવાળોએ એમ કહે, "એ સામે ની રેંકડીમાં ગુલ્ફી જોરદાર મળે છે", અને ગુલ્ફીવાળા ને ત્યાં જઈએ, ત્યાં ગુલ્ફીવાળો એમ કહેં, "એ સામેની રેંકડીંમાં ગોલો જોરદાર મળે). અમારા ગાંમમા આના પાપે પર્યાવરણ નું નખ્ખોદ વારી દીધું છે, કારણ કે નિરમા કંપની સામે ગમે તેટલી ફરિયાદ કરો, પણ નિરમા નો વાળ પણ વાંકો કરી શકીએ તેવી કોઈ ની તેવડ નથી, આ નિરમા કંપની આખા પોરબંદરમાં સોડા ની ભૂકીનુ પ્રદુષણ ફેલાવે છે, દરિયા ની અંદર પણ પાણી બગાડે છે, હવે બાકી રહ્યું હોય તેમ ધીરુભાઈ નો બાબો અને કોકીલા બેનનો પાટવીકુંવર સિમેંટ નુ કારખાનું નાખવાનો છે, એટલે વધારે પ્રદુષણ ફેલાશે અને કોઈ વિરોધ કરશે તો સામા લુગડા લેતા ફરશે કે "અમે તો વિકાસ કરવા માંગીએ છે" પણ કોનો વિકાશ ? આમાંય નબળા ધણીની બાયડી આખા ગામની ભાભી હોય છે.

ભાણી

દીવાળીનાં દિન આવતાં જાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

માથે હતું કાળી રાતનું ધાબું,
માગી-ત્રાગી કર્યો એકઠો સાબુ ;
'કોડી વિનાની હું કેટલે આંબુ ?'

રુદિયામાં એમ રડતી છાની,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

લૂગડાંમાં એક સાડલો જુનો,
ઘાઘરો યે મેલો દાટ કે'દુનો :
કમખાએ કર્યો કેવડો ગુનો ?

તીને ત્રોફાએલ ચીંથરાને કેમ ઝીકવું તાણી ?
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઓઢણું પે'રે ને ઘાઘરો ધૂવે,
ઘાઘરો ઓઢે ને ઓઢણું ધૂવે ;
બીતી બીતી ચારે દિશામાં જુવે,

એને ઉઘાડાં અંગઅંગમાંથી આતમા ચૂવે ;
લાખ ટકાની આબરુને એણે સોડમાં તાણી ,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઊભા ઊભા કરે ઝાડવાં વાતું ,
ચીભડાં વેચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું ?

વસ્તર વિનાની ઈસ્તરી જાતની આબરુ સારુ
પડી જતી નથી કેમ મો'લાતુ ?

શિયાળવાંની વછૂટતી વાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ કરી થાવું ઝુંપડી ભેળું ?
વાયુની પાંખ ઉડાડતી વેળું :

જેમ તેમ પે'રી લુગડાં નાઠી
ઠેસ, ઠેબા-ગડથોલિયાં ખાતી :
ધ્રુજતી ધ્રુજતી
કાયા સંતાડતી
કૂ બે પહોંચતાં તો પટકાણી
રાંકની રાણી :
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.
---ઈન્દુલાલ ગાંધી.




No comments: