Friday, February 21, 2025

ટચલી આંગલડીનો નખ ...વિનોદ જોશી

                              

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

....વિનોદ જોશી

ગુરુદેવ ટાગોરે કહ્યું: `ગણિકા દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતીનથી'

 

Thursday, January 02, 2025

સાત્રે -- Jean-Paul Sartre Quotes

  What is there in this world according to rabeta that causes fear..... All I understood was that all our problems arose out of the lack of use of simple and clear language.....Jean-Paul Charles Aymard Sartre

                 આ રાબેતા મુજબનાં જગતમાં  એવું શું છે કે જેથી ભય લાગે ..... હું એટલુ સમજયો છું કે આપણી  બધી સમસ્યાઓ  સીધીસાદી  અને સ્પષ્ટ  ભાષાનો ઉપયોગ નહી કરવામાંથી ઊભી થઈ  છે..... સાત્રે