`બંદિની'નો અર્થ છે `કેદ થયેલી સ્ત્રી'. પરંતુ બિમલ રોયે અહીં એક પ્રશ્ન ઊભો કર્યો છે કે અસલી કેદ શું છે? શું તે લોખંડના સળિયા છે કે પછી સામાજિક બંધનો અને પ્રેમની બેડીઓ છે, જે માણસને મુક્ત નથી થવા દેતી? અંતમાં, કલ્યાણી પોતાના ઉજ્જ્વળ ભવિષ્ય(ડો. દેવેન્દ્ર)નો ત્યાગ કરીને પોતાના જૂના, બીમાર પ્રેમી(બિકાસ)ને પસંદ કરે છે, કારણ કે તેને લાગે છે કે બિકાસને તેની વધુ જરૂર છે. આ ત્યાગ ભારતીય નારીના એ સ્વરૂપને દર્શાવે છે જ્યાં પ્રેમનો અર્થ પામવું નહીં, પણ આપવું છે..........સંદેશ રવિવાર પૂર્તિ
"ભાષા જાશે તો સંસ્ક્રૃતિ પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"
Saturday, January 03, 2026
Tuesday, December 16, 2025
જન્મોજન્મની આપણી સગાઈ -- -કવિ મેઘબિંદુ
જન્મોજન્મની આપણી સગાઈ
જન્મોજન્મની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણાં અબોલાથી ઝૂર્યા કરે છે.
હવે આપણે સજાવેલી મેડી .
બોલાયેલા શબ્દોના સરવાળા બાદબાકી
કરતું રહ્યું છે આ મન.
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન ;
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.
રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ ;
ઊડતાં પતંગિયાઑ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી ?
----કવિ મેઘબિંદુ
Wednesday, October 08, 2025
તમેં મન મૂકીને વરસો.....
તમેં મન મૂકીને વરસો, ઝાપટું અમને નહી ફાવે,
અમે હેલીના માનસ, માવઠું નહી ફાવે,........ખલીલ ધનતેજવી