Saturday, January 03, 2026

प्यास लगी थी गजब की…मगर पानी मे जहर था

    प्यास लगी थी गजब की…मगर पानी मे जहर था…

पीते तो मर जाते और ना पीते तो भी मर जाते.

बस यही दो मसले, जिंदगीभर ना हल हुए!!!

ना नींद पूरी हुई, ना ख्वाब मुकम्मल हुए!!!

वक़्त ने कहा…..काश थोड़ा और सब्र होता!!!

सब्र ने कहा….काश थोड़ा और वक़्त होता!!!

सुबह सुबह उठना पड़ता है कमाने के लिए साहेब…।।

आराम कमाने निकलता हूँ आराम छोड़कर।।

“हुनर” सड़कों पर तमाशा करता है और “किस्मत” महलों में राज करती है!!

“शिकायते तो बहुत है तुझसे ऐ जिन्दगी,

पर चुप इसलिये हु कि, जो दिया तूने,

वो भी बहुतो को नसीब नहीं होता”..

अजीब सौदागर है ये वक़्त भी!!!!

जवानी का लालच दे के बचपन ले गया….

अब अमीरी का लालच दे के जवानी ले जाएगा. ……

लौट आता हूँ वापस घर की तरफ… हर रोज़ थका-हारा,

आज तक समझ नहीं आया की जीने के लिए काम करता हूँ या काम करने के लिए जीता हूँ।

“थक गया हूँ तेरी नौकरी से ऐ जिन्दगी

मुनासिब होगा मेरा हिसाब कर दे…!!”

भरी जेब ने ‘ दुनिया ‘ की पहेचान करवाई और खाली जेब ने ‘ अपनो ‘ की.

जब लगे पैसा कमाने, तो समझ आया,

शौक तो मां-बाप के पैसों से पुरे होते थे,

अपने पैसों से तो सिर्फ जरूरतें पुरी होती है। …!!!

हंसने की इच्छा ना हो…

तो भी हसना पड़ता है…

कोई जब पूछे कैसे हो…??

तो मजे में हूँ कहना पड़ता है…

ये ज़िन्दगी का रंगमंच है दोस्तों….

यहाँ हर एक को नाटक करना पड़ता है.

“माचिस की ज़रूरत यहाँ नहीं पड़ती…

यहाँ आदमी आदमी से जलता है…!!”

दुनिया के बड़े से बड़े साइंटिस्ट,

ये ढूँढ रहे है की मंगल ग्रह पर जीवन है या नहीं,

पर आदमी ये नहीं ढूँढ रहा

कि जीवन में मंगल है या नहीं।

गए थे गुनाहों की माफ़ी माँगने ….

वहाँ एक और गुनाह कर आए हम ।।    ( कवि. . अनामी  )

`બંદિની'નો અર્થ છે `કેદ થયેલી સ્ત્રી'.

 `બંદિની'નો અર્થ છે `કેદ થયેલી સ્ત્રી'. પરંતુ બિમલ રોયે અહીં એક પ્રશ્ન ઊભો કર્યો છે કે અસલી કેદ શું છે? શું તે લોખંડના સળિયા છે કે પછી સામાજિક બંધનો અને પ્રેમની બેડીઓ છે, જે માણસને મુક્ત નથી થવા દેતી? અંતમાં, કલ્યાણી પોતાના ઉજ્જ્વળ ભવિષ્ય(ડો. દેવેન્દ્ર)નો ત્યાગ કરીને પોતાના જૂના, બીમાર પ્રેમી(બિકાસ)ને પસંદ કરે છે, કારણ કે તેને લાગે છે કે બિકાસને તેની વધુ જરૂર છે. આ ત્યાગ ભારતીય નારીના એ સ્વરૂપને દર્શાવે છે જ્યાં પ્રેમનો અર્થ પામવું નહીં, પણ આપવું છે..........સંદેશ રવિવાર પૂર્તિ 

Tuesday, December 16, 2025

જન્મોજન્મની આપણી સગાઈ -- -કવિ મેઘબિંદુ

 

                                                              જન્મોજન્મની  આપણી  સગાઈ 


                                                               જન્મોજન્મની   આપણી   સગાઈ 

                                                                 હવે શોધે છે સમજણની કેડી, 

                                                              આપણાં અબોલાથી ઝૂર્યા  કરે છે. 

                                                                 હવે આપણે  સજાવેલી મેડી .

                                                        બોલાયેલા  શબ્દોના સરવાળા  બાદબાકી 

                                                                    કરતું  રહ્યું છે  આ મન. 

                                                            પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે 

                                                               છે કેવું આ આપણું જીવન ;

                                                       મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું  ત્યાં  

                                                             વિસ્તરતી  જાય છે  આ કેડી. 

                                                      રંગીન  ફૂલોને મેં  ગોઠવી  દીધાં છે  તેથી 

                                                                  ખીલેલો  લાગે આ બાગ, 

                                                      ટહુકાને  માંડ  માંડ  ગોઠવી  શક્યો, પણ  

                                                               ખરી  પડ્યો એનોય  રાગ ; 

                                                      ઊડતાં  પતંગિયાઑ  પૂછે  છે ફૂલને ! 

                                                               તારી સુગંધને  ક્યાં  વેરી  ? 

                                                                   ----કવિ મેઘબિંદુ  















                                                   

                                                              

                          

Wednesday, October 08, 2025

તમેં મન મૂકીને વરસો.....

              તમેં  મન મૂકીને વરસો,  ઝાપટું  અમને નહી ફાવે,

અમે હેલીના માનસ, માવઠું નહી ફાવે,........ખલીલ ધનતેજવી

Friday, February 21, 2025

ટચલી આંગલડીનો નખ ...વિનોદ જોશી

                              

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

....વિનોદ જોશી

ગુરુદેવ ટાગોરે કહ્યું: `ગણિકા દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતીનથી'

 

Thursday, January 02, 2025

સાત્રે -- Jean-Paul Sartre Quotes

  What is there in this world according to rabeta that causes fear..... All I understood was that all our problems arose out of the lack of use of simple and clear language.....Jean-Paul Charles Aymard Sartre

                 આ રાબેતા મુજબનાં જગતમાં  એવું શું છે કે જેથી ભય લાગે ..... હું એટલુ સમજયો છું કે આપણી  બધી સમસ્યાઓ  સીધીસાદી  અને સ્પષ્ટ  ભાષાનો ઉપયોગ નહી કરવામાંથી ઊભી થઈ  છે..... સાત્રે 


Tuesday, August 17, 2021

afghanistan taliban conflict - અફઘાનિસ્તાન પરિસ્થિતી


આપણા એક કહેવત છે કે કે "કાગડાની કમાણી ઈંડા ને નડે" જેના બાપદાદાઓ લૂટફાટ ને પોતાનો ધર્મ માની ભારત જે ભૂતકાળ માં અત્યાચાર કરેલ અને લાખો મંદિર તોડી પોતાની ઈસ્લામ વફાદારી પ્રમાણિત કરેલ અને પોતાના પૂર્વજોના સનાતન બૌધ્ધ ધર્મ ને ભૂલે જ્ન્ંત ના સપના જોવા જે ભંયકર અત્યાચાર ભારત ઉપર કરેલ તેના આ ફળ ભોગવે છે. નીચે નું ચિત્ર જોઈ ને તેની બુધ્ધી કેટ્લી છે તે પ્રજા નું માનસ છ્તું થાય છે, જાણે કાબુલ થી ન્યોર્ક ની બસ મા જાવા માંગતા હોય. 

     

એક આગિયાને

તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી,
બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી;
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું,
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું.

વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી;
વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી.


અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું,
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું;
મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં,
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં.


તું જાગજે તું ખેલજે ને પત્ર પત્રે મ્હાલજે,
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે !
તું કેમ એ માની શકે ? આધાર ત્હારો એ જ છે,
એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે !


રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે,
સંતાઈ જાતાં ન્હાસતાં એ કાર્ય વૈરીનું કરે;
દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.


આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી;
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?
અમ એજ જીવિત, એ જ મૃત્યુ એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?

--કવિ કલાપી

 

Sunday, January 16, 2011

ભાણી -- Bhani

ગુજરાતીમાં નાના હતા ત્યારે એક કવિતા આવતી કે કાળી કુતરી ને આવ્યા સાત ગલૂડીયાં,એક કાળીયો,એક ભૂરિયો, એક લાલીયો,એક પીળીયો, આંમ આપણા ગુજરાતમાં પણ કાળીયો પીળીયો લાલીયો અને ભૂરિયા નું રાજ આવી ગયું ,હવે આપણો મુખ્યમંત્રી, પોતે એક પુસ્તક લખે પર્યાવરણ વિશે, અને પોતે જાણે એક પ્રકૃતિ પ્રેમી હોય તેમ પુસ્તક નું વિમોચન કરે, અને પછી ઓલ્યા કાળિયા, પીળીયા, લાલીયા, ભૂરિયા ગુણગાન ગાવા મંડે પછી ગોલા અને ગુલ્ફીવાળા જેવી વાંતુ કરે(ગોલાવાળાની રેંકડી એ જાયે, ત્યારે ગોલાવાળોએ એમ કહે, "એ સામે ની રેંકડીમાં ગુલ્ફી જોરદાર મળે છે", અને ગુલ્ફીવાળા ને ત્યાં જઈએ, ત્યાં ગુલ્ફીવાળો એમ કહેં, "એ સામેની રેંકડીંમાં ગોલો જોરદાર મળે). અમારા ગાંમમા આના પાપે પર્યાવરણ નું નખ્ખોદ વારી દીધું છે, કારણ કે નિરમા કંપની સામે ગમે તેટલી ફરિયાદ કરો, પણ નિરમા નો વાળ પણ વાંકો કરી શકીએ તેવી કોઈ ની તેવડ નથી, આ નિરમા કંપની આખા પોરબંદરમાં સોડા ની ભૂકીનુ પ્રદુષણ ફેલાવે છે, દરિયા ની અંદર પણ પાણી બગાડે છે, હવે બાકી રહ્યું હોય તેમ ધીરુભાઈ નો બાબો અને કોકીલા બેનનો પાટવીકુંવર સિમેંટ નુ કારખાનું નાખવાનો છે, એટલે વધારે પ્રદુષણ ફેલાશે અને કોઈ વિરોધ કરશે તો સામા લુગડા લેતા ફરશે કે "અમે તો વિકાસ કરવા માંગીએ છે" પણ કોનો વિકાશ ? આમાંય નબળા ધણીની બાયડી આખા ગામની ભાભી હોય છે.

ભાણી

દીવાળીનાં દિન આવતાં જાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

માથે હતું કાળી રાતનું ધાબું,
માગી-ત્રાગી કર્યો એકઠો સાબુ ;
'કોડી વિનાની હું કેટલે આંબુ ?'

રુદિયામાં એમ રડતી છાની,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

લૂગડાંમાં એક સાડલો જુનો,
ઘાઘરો યે મેલો દાટ કે'દુનો :
કમખાએ કર્યો કેવડો ગુનો ?

તીને ત્રોફાએલ ચીંથરાને કેમ ઝીકવું તાણી ?
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઓઢણું પે'રે ને ઘાઘરો ધૂવે,
ઘાઘરો ઓઢે ને ઓઢણું ધૂવે ;
બીતી બીતી ચારે દિશામાં જુવે,

એને ઉઘાડાં અંગઅંગમાંથી આતમા ચૂવે ;
લાખ ટકાની આબરુને એણે સોડમાં તાણી ,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઊભા ઊભા કરે ઝાડવાં વાતું ,
ચીભડાં વેચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું ?

વસ્તર વિનાની ઈસ્તરી જાતની આબરુ સારુ
પડી જતી નથી કેમ મો'લાતુ ?

શિયાળવાંની વછૂટતી વાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ કરી થાવું ઝુંપડી ભેળું ?
વાયુની પાંખ ઉડાડતી વેળું :

જેમ તેમ પે'રી લુગડાં નાઠી
ઠેસ, ઠેબા-ગડથોલિયાં ખાતી :
ધ્રુજતી ધ્રુજતી
કાયા સંતાડતી
કૂ બે પહોંચતાં તો પટકાણી
રાંકની રાણી :
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.
---ઈન્દુલાલ ગાંધી.