તમેં મન મૂકીને વરસો, ઝાપટું અમને નહી ફાવે,
અમે હેલીના માનસ, માવઠું નહી ફાવે,........ખલીલ ધનતેજવી
"ભાષા જાશે તો સંસ્ક્રૃતિ પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"
તમેં મન મૂકીને વરસો, ઝાપટું અમને નહી ફાવે,
અમે હેલીના માનસ, માવઠું નહી ફાવે,........ખલીલ ધનતેજવી
What is there in this world according to rabeta that causes fear..... All I understood was that all our problems arose out of the lack of use of simple and clear language.....Jean-Paul Charles Aymard Sartre
આ રાબેતા મુજબનાં જગતમાં એવું શું છે કે જેથી ભય લાગે ..... હું એટલુ સમજયો છું કે આપણી બધી સમસ્યાઓ સીધીસાદી અને સ્પષ્ટ ભાષાનો ઉપયોગ નહી કરવામાંથી ઊભી થઈ છે..... સાત્રે
આપણા એક કહેવત છે કે કે "કાગડાની કમાણી ઈંડા ને નડે" જેના બાપદાદાઓ લૂટફાટ ને પોતાનો ધર્મ માની ભારત જે ભૂતકાળ માં અત્યાચાર કરેલ અને લાખો મંદિર તોડી પોતાની ઈસ્લામ વફાદારી પ્રમાણિત કરેલ અને પોતાના પૂર્વજોના સનાતન બૌધ્ધ ધર્મ ને ભૂલે જ્ન્ંત ના સપના જોવા જે ભંયકર અત્યાચાર ભારત ઉપર કરેલ તેના આ ફળ ભોગવે છે.
નીચે નું ચિત્ર જોઈ ને તેની બુધ્ધી કેટ્લી છે તે પ્રજા નું માનસ છ્તું થાય છે, જાણે કાબુલ થી ન્યોર્ક ની બસ મા જાવા માંગતા હોય.
એક આગિયાને
તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી,
બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી;
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું,
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું.
વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી;
વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી.
અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું,
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું;
મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં,
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં.
તું જાગજે તું ખેલજે ને પત્ર પત્રે મ્હાલજે,
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે !
તું કેમ એ માની શકે ? આધાર ત્હારો એ જ છે,
એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે !
રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે,
સંતાઈ જાતાં ન્હાસતાં એ કાર્ય વૈરીનું કરે;
દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.
આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી;
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?
અમ એજ જીવિત, એ જ મૃત્યુ એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?
--કવિ કલાપી
છેલ્લા એક મહીનાથી,લંપટ્,નાલાયક કે જે કહો તે ઓછું પડે એવો આશારામ એંડ કંપની નું આપણે નમાલા ગુજરાતી ક’ઈ કરી શક્યાં નથી અને પોતાની જાતને 5 કરોડ ગુજરાતી નો નાથ કહેવાવાળો,આપણો નમાલો મુખ્યમંત્રી નરેન્દ મોદી પણ આવા ભડવા બાવાને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહ્યો છે.ગુજરાતી પ્રજા પણ આના માટે જવાબદાર છે. કારણ કે કોઈ પણ લુખીનો બાવો હોય તેનો ધંધો ગુજરાતમા ધમધોકાર ચાલે. આપણું દુર્ભાગ્ય એ છે કે જે કોઈ કથા કરતા હોય તેને આપણે સંત કરી દઈ એ છીએ. સંત એને કહેવાય કે જે બીજાનું દુ:ખ જોઈ પોતાનું સુખ જતુ કરે અને સમાજની નિસ્વાર્થ સેવા કરે.સાદગીથી જીવન વિતાવે. હવે આ આશારામ્ રમેશ ઓઝા(અમારા પોરબંદરમાં એક નવી કહેવત નીકળી છે ,રમેશ ઓઝા.ગામને પહેરાવે મોઝા.આ રમેશ ઓઝા એ પણ જમીનમાં ગેરકાયેદર પેશકદમી કરી છે અને આની સામે નીડર એવો ભગુ દેવાણી એ હાઈકોર્ટમાં કેશ પણ માંડેલ છે) જેવા નીકળી પડેલા લેભાગુઓને આપણે જ ઊંચી ચડાવ્યે છીએ.
હદ તો ત્યારે થાઈ છે કે આ. બાપ્-દીકરો અને એની દીકરી ત્રણે જણ ભેગા થઈ પોતાની પાપ લીલા કરતા હતાં.હિંદુ ધર્મની પતર આણી નાખી હોય તો લંફગાૢદાધારા, પંથવાળાઓ એ,દરેક નવો બાવો પોતાનો પંથ નાખી હિંદુ ધર્મને ધંધાદારી દુકાન જેવો કરી નાખ્યો છે, બે દિવસ પહલાં જ હું મારી નોકરીના સ્થળે થી પરત આવતો હતો ત્યારે એક ટ્રેકટર ઉપર લગભગ 40 થી વધુ સ્ત્રી,પુરુષો જે રાજેસ્થાનના હતાં,તે બધા છેટ રાજેસ્થાનથી દ્રારકા,પોરબંદર થઈ ને સોમનાથ જતાં હતાં, આ બધાની ગરીબ હતાં પણ તેમની જે શ્રધ્ધા હતી તે જોઈને આપણે અચંબો થાઈ કે આ લોકો આવા ભાદરવા મહીનાના તાપમાં પણ અગવડો વેઠી યાત્રા કરે છે,અને ભગવાનની કૃપા પણ આવા યાત્રીકોને મળે છે. નહીં કે પૈસાદારોની સુવાળી ગાડીમાં બેસી પોતાની જાતને ધ્.ધુ.108 કહેવાવાળા, જેની ગાં...પણ સુવાળી હોય.
હિન્દું ધર્મ ટક્યો હોય તો આવા ગરીબ અને સ્વમાની લોકોથી ટક્યો છે અને ટકશે પણ આ લોકોથી નહીં કે આશારામ્,મોરારી કે રમેશ ઓઝાથી.
આશારામ જેવા પાપીઆઓ ને તો ચીરી એના શરીરમાં મીંઠુ ભરાવી રીબાવી રીબાવી ને મારી નાખવા જોઈએ અને મહા કાલી માતાજી ને ભોગ ધરી દેવો જોઈએ,જેથી બીજીવાર જ્ન્મ જ ન લે,આ પૃથ્વી ઊપર.
“આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.”
--કવિ અનિલ જોષી.