આજે શ્રાવણી પૂનમ અર્થાત નાળીયેરી પૂનમ રક્ષા બંધનના રોજ પોરબંદર શહેરની સ્થાપના થયેલ હતી.વિક્ર્મ સંવત 1046 સોમવાર ઈ.સ. 7-8-990 ના રોજ સવારે 9=15 કલાકે થયેલ અને પોરબંદરની જન્મ કુંડલી પણ બનાવે જે આજે હયાત છે અને આજે પોરબંદર 1015 વર્ષ પૂરા કરે છે.
પોરબંદરનું પ્રાચીન નામ પૌરવેલાકુળ હતુ.પોરબંદર જેની જન્મભૂમી રહી હોય અને પ્રખ્યાત થયેલા હોય એમાં સિંધ્યા શિંપીગના માલીક શેઠ શ્રી મોરારજી ગોકળદાસ,ક્લાગુરુ રવિશંકર રાવળ, ગુલાબદાસ બ્રોકર,લેખક નારાયણ વસનજી ઠાકર,લોકસાહિત્યકાર મેરુભા ગઢવી,કનુભાઈ બારોટ, રતિલાલ છાયા,દેવજી મોઢા,ડો.ચંદ્રકાંત દંતાણી,ઈતિહાસકાર મણીભાઈ વોરા અને નરોતમ પલાણ,વનસ્પતિ વિશેજ્ઞ જયકૃષ્ણ ઈંદ્રજી,કવિ સુંધાસુ,ઘી ના વ્યાપારી ભાણજી લવજી ઘી વાળા,દેના બેંક ના માલિક દેવકરણ નાનજી,પ્રખ્યાત ચિત્રકાર માલદેવ રાણા કેશવાલા અને તેના શિષ્યો જે પણ ચિત્રકલામાં નાંમાકીત થયા તેવા નારાયણ ખેર,જગન્નાથ આહિરવાસી,અરસિંહભાઈ રાણા.ક્રાતિક્રારી છગન ખેરાજ, હારમોનિયમ વાદક દ્રારકેશ મહારાજ અને તેના પુત્ર શ્રી રસિકરાય મહારાજ અને ગોંવિદરાયજી મહારાજ. લેખક વિજયગુપ્ત મૌર્ય.મધુસુદન ઢાંકી.
પોંરબંદર સાથે જેનો નાતો રહેલ છે અને જેની કર્મભૂમી રહેલ છે તેવામાં સાહિત્યકાર મનસુખભાઈ ઝવેરી,દેશળજી પરમાર,પુષ્કર ચંદરવાકર,નવલિકા સમ્રાટ ધૂમકેતુ અને સમાજ સેવક પૂ.ઠક્કરબાપા.
પૂ.ગાંધીજી અને શ્રી ક્રુષ્ણના સખા સુદામા ની જન્મભૂમી રહેલ છે.
આવા અમારા પોરબંદર શહેરનો આજે જન્મ દિવસ છે અને અમારી ગામડાની મેર જાતિના લોકો પ્રેમથી "પોર" તરીકે બોલે છે અને અમારા પોર નો કવિ દામોદર ભટ્ટ "સુધાશુ" લખે છે :
મહેતો છું મારા માલેકનો હો જી !
******************************
દફતર ધણીને દેશું રે જીવને લખ્યં રે,
મહેતો છું મારા માલેકનો હોજી !
કરમની કલમની ભળાવી મારા સાહ્યબે,
આરાધક ધણીના અહાલેકનો હોજી !
ભરી ભરી સાહ્યબી
વિભવની વાનગી,
આતમને ખાતે તો ખતવીને આપી ઉરને,
પરમની પરવાનગી હોજી !
સાચાખોટાં લેખાં રે તપાસે ખાતાવહી ખૂંદીને,
જમા રે કર્યુ એ તો જાણે રે હોજી !
ઉધારમાં ધીર્યુ રે કાંઈ કાંઈ નોખું નાણુ રે,
તારીજો જુદા કરી તાણે રે હોજી !
ખાતાવહી ખેમની,
જિંદગાની પ્રમની,
આપવી છે સાચી રે લખીને અલખની લેખણે,
કરવી છે રજૂ હતી જેમની હોજી !
લેવીદેવી રકમું રોકાતી મારા નાથને ,
સાચવું હું આતમઆંટ હોજી !
આંક એક ઓછો ના રહે માગું મનડાને માયલે,
ગમ પાડો હરિ ! મારી ગાંઠને હોજી !
=કવિ સુંધાશું
1 comment:
list of other good Gujarati blogs:
http://www.commsp.ee.ic.ac.uk/~pancham/links.html
Post a Comment