થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં સાધુઓની કામલીલા કૌભાંડ બહાર આવ્યુ હતુ અને કેવી કેવી પાપલીલા તેઓ આચરે છે કુમળા નાની વયના બાળકો સાથે તે વાંચીને થયુ કે આવા સાધુઓને તો ફાસીએ લટકાવી દેવા જોઈએ અને સૌરાષ્ટ્રની પ્રજાની એક ખાસીયત છે કે કોઈ પણ બાવો હોય અને તે હિન્દી બોલતો હોય તો તેને પગે લાગવા માંડે અને જાણે તે ઈશ્વર હોય તેમ તેની સેવા કરવા માંડે એટલે જ આજે સૌથી વધુ ઢોંગી ધુતારા સાધુ સૌરાષ્ટ્ર્માં જોવા મળે છે
આવુ અત્યારે છે તેવુ જ 200 વર્ષ પહેલા પણ હતુ અને તેથી જ ભોજા ભગતે તેના ચાબખા માં સાધુઓની પોલ ખુલી પાડી હતી.
ભોજા ભગતના ચાબખા
**********************
દુનિયા ભરમાવા ભોળી,ચાલ્યો બાવો ભભૂતિ ચોળી રે ;
દોરા ધાગા તે ચિઠી કરે બાવો,આપે ગુણકારી ગોળી રે.
અનેક જાતના એવા બને છે,કોઈ કણબી કોઈ ગોળી રે ;
નિત્ય નિત્ય દર્શન નિયમ ધરીને,આવે તરિયતણી ટોળી રે ;
માઈ માઈ કહી માન દિયે પણ, હૈયે કામનાની હોળી રે.
ચેલા ચેલીને ભેળા કરી બાવો, ખાય ખીર ખાંડ્ને પોળી રે ;
ભોજા ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળી રે.
ચાબખા-2
જોઈ લ્યો જગતના બાવા, ધર્યા ભેખ ધૂતિને ખાવા,
પ્રેમદાઓ ઘણી પાણી ભરે ત્યાં, નિત્ય નિત્ય બાવો જાય ના'વારે.
રાંડી છાંડી ઘેર નર ના હોય તો, બાવોજી બેસે ગાવા રે,
લોકોના છોકરાં તેડી રમાડે, બાવો પરાણે પ્રીતડી થાવા રે :
ગૃહસ્થની સ્ત્રી જયારે રિસાય છે, ત્યારે બાવોજી જાય છે મનાવા રે,
સિધ્ધાઈ દેખાડી શાણા સમજાવે, પણ હવાલ છે હાવા રે :
રાખો ચોળી પણ રાંડોના રસિયા, ખોળે હરામનું ખાવા રે,
ધૂપ કરીને ધ્યાન ધરે બાવો, ભોળાને ભરમા રે :
ભોજા ભગત કહે ભાવે સેવો એને, જમપુરીમાં જાવા રે.
= ભોજા ભગત
આવા નાકાતૂટ બાવા 200 વર્ષ પહેલા પણ હતા એટલે જ ભોજા ભગત જેવા કહેતા ગયા પણ આપણે હિંદુઓ એ ઈતિહાસમાંથી કોઈ દિવસ બોધપાઠ લીધો નહી અને આજે આપણે આ બાવાઓના ભવાડા જોઈએ છે.
=અશોક ઓડેદરા
1 comment:
Excellent research and very relevant article. Thanks AshokBhai for this posting.
Post a Comment