મહાભિનિષ્ક્રમણ
****************
ફિલ્મો હું જોતો નથી એમ નથી
પણ એમાં ઘટતી ઘટના
વહેલી કે મોડી મારા જીવનમાં
બનતી હોય છે !
મિત્ર પીઠ પાછળ ખંજર હુલાવે
એમાં કશું નવું નથી
ગરીબીને કારણે જ
પ્રિયાએ સ્વીકાર ન કર્યો હોય
એવો "હીરો" એકલો જ નથી હોતો
શુ બુધ્ધ એકલાએ જ મહાભિનિષ્ક્રમણ કર્યુ છે ?
પત્ની અને બાળક છોડી
મેં પણ કેટલીય વાર
મહાભિનિષ્ક્ર્મણ કર્યુ છે
ફેર માત્ર એટલો જ
બુધ્ધ ખરેખર નીકળી શકયા
જ્યારે હું ફળિયા સુધી પહોંચી
પેશાબ કરી પાછો સૂઈ ગયો છું
= કવિ રમેશ આચાર્ય
No comments:
Post a Comment