વિક્ર્મ સંવત 20062 વૈશાખ સુદ પાંચમ તારિખ 13-5-2005
આપણા પોંરબંદરની બાજુના જુનાગઢના વતની એવા શ્રી વિરુભાઈ નુ આ કાવ્ય બચપણના પ્રેમ વિશે છે,કિશોરવયમા કોઈને આપણે ખુબ પ્રેમ કર્યો હોય પંરતુ ભાગ્યમા ન હોય અને તેની સાથે જીવન વીતાવાના જે સપના જોયા હોય તે તુટી જાય પછી બસ તેના સ્મંરણ જ રહે છે તેના વિષે આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે.
એકરાર
**********
તારને તેં ટીકીને પથ્થર માર્યો
ને મેં થાંભલે જઈને કાન માંડ્યો રે !
એક સાથે ઉડયું કબૂતરનું ટોળું
તું ગણતાં ભૂલી ને હું યે થાક્યો રે !
દિવસોની વાત છે: તું ખેતરમાં દો'ડી'તી
જ્યારે પંતગિયું પકડવા,
ઘસમસતી ટ્રેઈન ત્યારે પાટા બદલે જ મારી
છાતીમાં માંડી'તી દોડવા !
પળમાં છૂપાતી ને પળમાં નજરાઈ જતી
યાદ છે એ હરિયાળી આંખો,
યાદ છે: એ વખતે હું કરતો અફસોસ, મને
ફુટતી નથી રે ! પાંખો ?
આજ મને સમજાયું ધોરિયાનું વહેવું
ને ફાટ્ફાટ બાજરો આ પાકયો રે !
તારને તેં ટીકીને પથ્થર માર્યો
ને મેં થાંભલે જઈને કાન માંડયો રે !
સાચ્ચું કહું છું : મારો મૂંઝાતો જીવ જ્યારે
આકાશે સાંજ ઢળે પાછલ,
એ'વુ થાંતુ કે તને કાંટો વાગે ને એને કાઢતાં
બહાર આવે માછ્લી !
વરતું ના એ રીતે જૂદા જૂદા વેશે તું
ઊભતી મારી જ આસપાસમાં,
ભારી ચઢાવવાને બહાને તું ભરતી'તી
રોજ મને પોતાના શ્વાસમાં !
ફરફરતી ઓઢણી તું હોઠમાં દબાવ !
મારા જીવતરને ઝપ્પ ઝોકો વાગ્યો રે !
એક સાથે ઊડયું કબૂતરનું ટોળું
તું ગણતાં ભૂલી ને હું યે થાકયો રે !
= કવિ વીરુ પુરોહિત
No comments:
Post a Comment