આજથી વૈશાખ ઋતુ ની શરુઆત થઈ ગઈ છે અને લોકો પણ વૈશાખ નો આંનદ લુંટી રહયાં છે કારણ કે આ ઋતુમાં લગ્ન ખુબ હોય છે અને ખેતી ના કામકાજમા પણ નવરાશ હોય છે તો ચાલો આજે આપણી ભાષા ના કવિ નવનીત ઉપાધ્યાય શું કહે છે વૈશાખ વિશે..............
વૈશાખી વાયરો
*************
કોઈ વ્હાલું રે લાગ્યું વૈશાખમા ...
એવો પવન આજ હૈયે ચડયો કે અમે જઈ બેઠા કાળઝાળ પાંખમાં
કોઈ વ્હાલું રે લાગ્યું વૈશાખમા....
આંસુ ને ગીત પાસ પાસ બેય આવિયાં ઈ પળનો કલશોર કાંઈ મીંઠો
ચારે દિશાએ મને તેડી લીધો ને મારો પડછાયો કોઈએ ન દીઠો
પાંદડુંય આમ ક્દી ઓળખે રે નૈં અને મન ગયું આંબાની શાખમાં
કોઈ વ્હાલું રે લાગ્યું વૈશાખમા.......
કંકુમાં આંગળી હું બોળું ન બોળું ત્યાં તો ગામ આખું થૈ જાતું ઢોલી
સૌ આજ એટલાં બહાવરાં બન્યાં કે બધાં ભૂલી ગ્યાં પોતીકી બોલી
તડકા ને ધૂળનાં રે ટોળાં મળ્યાં રે મને તોરણ બાંધેલ બારસાખમાં
કોઈ વ્હાંલુ રે લાગ્યું વૈશાખમા........
=કવિ નવનીત ઉપાધ્યાય
1 comment:
ખુબજ સરસ. આવિ બિજા કવ્યો આપ્તા રહેજો
Post a Comment